૧. લાલ કિલ્લામાં છેલ્લા ૧૦૦ વર્ષથી જામેલી ધૂળ હમણાં સાફ કરવામાં આવી તે લાલ કિલ્લો કયા વંશના સમ્રાટોનું ૨૦૦ વર્ષ સુધી નિવાસસ્થાન રહ્યું હતું ?
(એ) મૌર્ય વંશ (બી) મુઘલ વંશ
(સી) બ્રિટિશ (ડી) મરાઠા
૨. દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથના ઇતિહાસમાં હમણાં સૌ પ્રથમવાર શેનો મહા-અભિષેક કરવામાં આવ્યો હતો ?
(એ) શેરડીના રસનો (બી) નાળિયરેના પાણીનો
(સી) કેરીના રસનો (ડી) મધનો
૩. ટોક્યો-૨૦૨૦ની ઑલિમ્પિકમાં કઈ રમતને પુન: પ્રવેશ આપવામાં આવ્યો ?
(એ) ક્રિકેટ (બી) પોલો
(સી) રેકેટ (ડી) સોફ્ટબોલ
૪. વર્તમાન વડાપ્રધાનમાં સૌથી વધુ વૃદ્ધ વડાપ્રધાન કોણ છે ?
(એ) મહાધિર મોહમદ (બી) અલ સાબાહ
(સી) કિમ યોંગનામ (ડી) બેજી સિડ એસ્બ્સી
૫. હાસ્યલેખક વિનોદ ભટ્ટને હમણાં કયો મરણોત્તર ઍવોર્ડ જાહેર કરાયો ?
(એ) કુમાર ચન્દ્રક (બી) રણજીતરામ સુવર્ણચન્દ્રક
(સી) વજુ કોટક સુવર્ણચન્દ્રક (ડી) જ્યોતિન્દ્ર દવે ચન્દ્રક
૬. ભ્રષ્ટાચારના મામલે સત્તા ગુમાવનારા મારિયાનો રાજોય કયા દેશના વડાપ્રધાન છે ?
(એ) સ્પેન (બી) મલેશિયા
(સી) સ્વીટ્ઝર્લેન્ડ (ડી) ઓસ્ટ્રિયા
૭. પાકિસ્તાનના નાસિર ઉલ-મુલ્ક હમણાં કયા પદે બિરાજમાન થયા ?
(એ) જજ (બી) રાષ્ટ્રપતિ
(સી) કામચલાઉન વડાપ્રધાન (સી) મુખ્ય સલાહકાર
૮. દુનિયાની કઈ સૌથી મોટી વસ્તુનું નામ ‘સ્લીપીંગ લાઇન’ છે ?
(એ) હીરો (બી) દ્રાક્ષ
(સી) શંખ (ડી) મોતી
૯. વિશ્ર્વની સૌપ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબી ક્યારે જન્મી હતી ?
(એ) સપ્ટેમ્બર, ૧૯૭૭ (બી) જુલાઈ-૧૯૭૮
(સી) ઑક્ટોબર-૧૯૭૭ (ડી) ડિસેમ્બર-૧૯૭૮
૧૦. બોલિવુડમાં ‘એક્શન હીરોઈન’નું ટેગ કોણે હાંસલ કર્યુ છે ?
(એ) તાપસી પન્નુ (બી) સોનાક્ષી સિન્હા
(સી) કેટરીના કેફ (ડી) શ્રદ્ધા કપૂર
૧૧. પહોળાઈની દૃષ્ટિએ કબીરવડ પછી બીજા નંબરનું વૃક્ષ ક્યાં આવ્યું છે ?
(એ) વિસાવદર (બી) વલ્લભપુર
(સી) વિજયનગર (ડી) વિરપુર
૧૨. પ્રવાસન સ્થળ તરીકે જાહેર થયેલું ૫૦૦ વર્ષ જૂનું મહાકાળી વડ ક્યાં આવ્યું છે ?
(એ) ચોટિલા (બી) વડોદરા
(સી) જૂનાગઢ (ડી) કંથારપુરા
૧૩. પર્યાવરણ દિનના રોજ કયા શહેરે પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂક્યો ?
(એ) રાજકોટ (બી) ભાવનગર
(સી) સુરત (ડી) પાલનપુર
૧૪. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે ?
(એ) ભાઈચુંગ ભૂટિયા (બી) સુનિલ છેત્રી
(સી) બલવંત સંધુ (ડી) અનિરુદ્ધ થાપા
૧૫. ગુજરાતના કયા ક્રિકેટરની માધવરાય સિંધિયા ઍવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે ?
(એ) પાર્થિવ પટેલ (બી) હાર્દિક પંડ્યા
(સી) પ્રિયાંક પંચાલ (ડી) અક્ષર પટેલ
૧૬. ચાર વર્ષના અયાન ગોગોઈ ગોહૈનએ કયા ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે ?
(એ) લેખન (બી) પેઇન્ટિંગ
(સી) ડાન્સીંગ (ડી) સિંગીંગ
૧૭. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર કયા અભિનેતા મોદીનું પાત્ર ભજવશે ?
(એ) વરૂન ધવન (બી) અક્ષય કુમાર
(સી) પરેશ રાવલ (ડી) રણવીર સિંહ
૧૮. દક્ષિણ આફ્રિકાના કયા સ્ટેશને ગાંધીજીને ટ્રેનના ફર્સ્ટક્લાસ કોચમાંથી ધક્કો મારીને ઉતારી મૂક્યા હતા ?
(એ) કેપટાઉન (બી) પિટર મારિત્ઝબર્ગ
(સી) પોર્ટ એલિઝાબેથ (ડી) ડર્બન
૧૯. ફ્રાન્સના ૫૧ વર્ષના બેન લેકોમ કયુ ઐતિહાસિક કાર્ય કરવા જઈ રહ્યા છે ?
(એ) સહરાનું રણ ચાલતાં પાર કરશે
(બી) અવકાશમાં ચાલવાનો વિક્રમ
(સી) પેસિફિક મહાસાગર તરવાનું
(ડી) વિશ્ર્વના સર્વોચ્ચ સાત શિખર સર કરવાનો
૨૦. આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં ૨૦૦૦ રન પૂરા કરનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે ?
(એ) મિતાલી રાજ (બી) પૂનમ રાઉત
(સી) શિખા પાંડે (ડી) હરમન પ્રીત કૌર
જવાબ : (૧) બી, (૨) (સી), (૩) ડી, (૪) એ, (૫) સી, (૬) એ, (૭) સી, (૮) ડી, (૯) બી, (૧૦) એ, (૧૧) સી, (૧૨) ડી, (૧૩) એ, (૧૪) બી, (૧૫) સી, (૧૬) એ, (૧૭) સી, (૧૮) બી, (૧૯) સી, (૨૦) એ.