સાચાબોલો છોકરો
SadhanaWeekly.com       |    ૦૫-જૂન-૨૦૧૮


 

એક હતો છોકરો. નામ એનું મલય. છઠ્ઠા ધોરણમાં ભણે. તે કદી જૂઠું બોલે. સ્વભાવે સાવ ભોળો. એને જૂઠું બોલવાનું ફાવે. કદી કોઈને છેતરે પણ નહીં.

શિક્ષક વર્ગમાં પ્રશ્ર્નો પૂછે. ઉત્તર આવડે તો તરત કહી દે - ‘મને જવાબ ખબર નથી.’ સાહેબ વર્ગમાં હોય ને કોઈ કંઈ તોફાન કરે. સાહેબ વર્ગમાં આવે ને પૂછે : ‘કોણ બૂમાબૂમ કરતા હતા ?’ બધા ચૂપ થઈ જાય. સાહેબ મલયને પૂછે એટલે મલય તે વિદ્યાર્થીઓનાં નામ કહી દે. વિદ્યાર્થીઓને સાહેબ સજા કરે એટલે પછી રિસેસમાં છોકરા મલયને હેરાન કરે. મલય મનમાં વિચાર કરે કે હું સાચું બોલ્યો, એમાં મારો શો વાંક ? તો પછી તમારે બૂમાબૂમ નહોતી કરવી.

એકવાર રિસેસમાં વાતવાતમાં બે છોકરા ઝઘડી પડ્યા. એક જણે બીજાને બચકું ભરી લીધું. તો બીજાએ પેલાને ગડદાપાટું માર્યાં. ઝઘડો સાહેબ પાસે પહોંચ્યો. બંને પોતપોતાના બચાવ માટે દલીલો કરવા લાગ્યા. સાહેબને થયું કે બેમાં સાચું કોણ ? એટલામાં સાહેબને થયું કે - લાવ, મલયને પૂછ્વા દે.

મલય, ઝઘડા વખતે તું ત્યાં હાજર હતો ?’

હા, સાહેબમલયે ઊભા થઈ કહ્યું.

વાંક કોનો હતો તે કહે.’

ને પછી મલયે બધી હકીકત સાહેબને કહી સંભળાવી. ઝઘડો સાવ સામાન્ય વાતમાંથી થયો હતો. તેની જાણ સાહેબને થઈ. બંને જણ બચવા માટે ખોટું બોલતા હતા. પછી સાહેબે બંનેને શિક્ષા કરી.

આવું બધું રોજેરોજ બનતું તેથી મલય વર્ગમાં અળખામણો થઈ પડ્યો. કોઈ તેનો ખાસ દોસ્ત રહ્યો. રિસેસમાં પણ તે એકલો પડી જતો. તેને મનમાં થતું કે સાહેબ મને પૂછે ને જે સાચું હોય તે હું કહું છતાં બધા મારો તિરસ્કાર કેમ કરે છે ?

એકવાર તેણે ઘરે દાદાને પૂછ્યું, ‘દાદા, સાચું બોલવું જોઈએ કે જૂઠું ?’

દાદા કહે, ‘બેટા, હંમેશા સાચું બોલવું જોઈએ.’

પણ દાદા, સાચું બોલવાથી તો મારા કોઈ ભાઈબંધ થતા નથી. બધા મારાથી દૂર ભાગે છે.’ ને પછી મલયે બધી વાત કરી. સાંભળી દાદા કહે, ‘બેટા, તું ચિંતા કર. છેવટે તો સાચું બોલનારની કદર થાય છે. સાહેબ તને પ્રેમ કરે છે તારા ગુણને આભારી છે.’

મલયને દાદાની વાત પૂરી સમજાઈ.

થોડા દિવસો પછી શાળામાંથી એક દિવસની ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં છઠ્ઠા અને સાતમા ધોરણના વિદ્યાર્થી જોડાયા. પિકનિક બાલારામની રાખી હતી. માટે સ્પેશિયલ લક્ઝરી બસ કરી હતી. ચાર સાહેબો ને સાઈઠ જેટલા વિદ્યાર્થીઓ એમાં જોડાયા હતા. મલય પણ તેમાં જોડાયો હતો.

સૌ બાલારામ પહોંચ્યા. તે દિવસે ત્યાં એક બીજી શાળાના વિદ્યાર્થીઓ પણ પિકનિક માટે આવ્યા હતા. તે આઠમા ધોરણના છોકરાઓ હતા. તદ્ઉપરાંત એક પરિવાર મા‚તિ વાન લઈ ત્યાં ફરવા આવ્યો હતો.

બધા બાલારામ પાસેની નદીને કિનારે ભેગા થયા. નદીમાં પાણી ખાસ ઊંડું હતું. સાહેબે સૌને નાહવાની છૂટ આપી હતી. સૌ કપડાં કાઢી નાહવા પડ્યા. બીજી શાખાના વિદ્યાર્થીઓ પણ નાહતા હતા. પેલો પરિવાર પણ મારુતિની ડેકી ઊંચી કરી ખુલ્લી મૂકી નાહતો હતો. સૌ પોતપોતાની મસ્તીમાં નાહતા હતા ને ગમ્મત કરતા હતા. કોઈ નાહી, બહાર નીકળી, કપડાં પહેરી અહીંતહીં ફરતા હતા.

થોડીવાર પછી પેલો પરિવાર નાહીને બહાર આવ્યો. તેઓએ કાર પાસે જઈ કપડાં પહેર્યાં. અચાનક પરિવારના વડીલ કાકાએ બૂમ પાડી, ‘મારું પાકીટ ક્યાં ? ગજવામાં તો નથી ?’

કારથી થોડે દૂર મલયના મિત્રો રમતા હતા. મલય એક ટેકરી પર બેઠો હતો. કાકાને થયું કે છોકરાઓમાંથી કોઈએ પાકીટ ચોર્યું હશે. કાકા ત્યાં ગયાને છોકરાઓને ધમકાવવા લાગ્યા. પરિવારના બધા ત્યાં ભેગા થઈ ગયા. નાના છોકરા ગભરાઈ ગયા. સૌ કહે, ‘કાકા, અમે તો અહીં રમતા હતા. અમને કશી ખબર નથી.’

થોડીવારમાં તો ત્યાં ટોળું થઈ ગયું. બંને શાળાના સાહેબો પણ આવી ગયા. સાહેબે બધાંના ગજવાં તપાસ્યાં પણ પાકીટ મળ્યું. સાહેબે કહે, ‘વડીલ, કોક બીજું લઈ ગયું હશે. અમારા છોકરા ચોરી ના કરે.’

કાકા ગુસ્સે થઈ ગયા. ‘તો પાકીટ જાય ક્યાં ?’

એટલામાં સાહેબની નજર મલય પર પડી. ‘મલય, તું અહીં હતો ? મલયે હા પાડી. તો કહે, આમાંથી કોઈએ ચોરી કરી છે ખરી ? કોઈ કાર નજીક ગયું હતું?

મલય બોલ્યો, ‘સાહેબ, આપણા છોકરાં તો દૂર રમતા હતા, પણ...’ને મલય અટક્યો. મલયે દૂરથી જોયું હતું કે બે છોકરા કારની આસપાસ ફરતા હતા. તે બીજી શાળાના હતા. મલય ટોળા પર નજર કરી એમને શોધવા લાગ્યો ને જડી પણ ગયા.

ને મલય તેમની નજીક જઈ બોલ્યો, ‘ બે જણ ત્યાં કશુંક કરતા હતા.’ ને કાકા તથા મલયના સાહેબે તે બંનેની ઝડતી લીધી. ખિસ્સાં ફંફોસ્યાં. એકના ગજવામાંથી પાકીટ મળી આવ્યું. ચોર પકડાઈ ગયો.

મલયની સાચા બોલવાની છાપથી આજ એના વર્ગના ભાઈબંધો ઊગરી ગયા.

પછી તો સૌ મલયના દોસ્ત બની ગયા.