ભારતના એ મહારાજાએ કચરો ઉઠાવવા રૉલ્સ રોય્સનો ઉપયોગ કર્યો

    ૦૩-ઓગસ્ટ-૨૦૧૮


 
 
વાત ૧૯૨૦ના દાયકાની છે. અલવરના મહારાજા જયસિંહ લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રોયસના શોરૂમમાં ગયા અને દુનિયાની સૌથી મોંઘી ગાડીનો ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ ત્યાં હાજર રહેલા સેલ્સમેને તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું કેમ કે જ્યારે જયસિંહ શોરૂમમાં પહોંચ્યા, ત્યારે તેમનો એસ્કોર્ટ તેમની સાથે હતો. તેમણે કપડાં પણ કેઝ્યુઅલ પહેર્યાં હતાં, તેથી સેલ્સમેન તેમને નોર્મલ ભારતીય સમજવાની ભૂલ કરી બેઠો અને તેમના પર ધ્યાન આપ્યું. પોતાની સાથે થયેલા ગેરવર્તન બાદ જયસિંહ એટલા ગુસ્સે થયા કે તેમણે કંપનીને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું અને તે ફરી એકદમ શાનથી તે શોરૂમમાં ગયા અને રોલ્સ રોયસ કાર ખરીદી હતી. સાથે શરત મૂકી કે ગાડીની સાથે સાથે તે સેલ્સમેનને પણ ભારતમાં તેમના મહેલ સુધી પહોંચાડવામાં આવે. મહેલ પહોંચતાંની સાથે મહારાજાએ તે સેલ્સમેનની સામે પોતાના સેવકોને આદેશ આપ્યો કે, ગાડીથી એક મહિના સુધી અલવરમાં શહેરમાંથી કચરો ઉઠાવવામાં આવે. સમાચાર પ્રસરી ગયા અને કંપનીની એટલી ટીકા કરવામાં આવી કે કર્મચારીઓએ મહારાજાને લેખિત પત્ર લખીને માફી માંગવી પડી હતી.