પ્રકરણ – ૩૦ : એક વાત યાદ રાખજે, તારી નીચે જે ખુરશી છે ને, એ ગોઠવનાર હું છું. એક જ ઝાટકો મારીશ ને તો પાછો અનાથાશ્રમ ભેગો થઈ જઈશ.

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

રિસેપ્શન પછી ગુલાલ અને મલ્હાર હનીમૂન પર ઉપડી ગયા. સ્વિત્ઝરલેન્ડમાં બાર દિવસ વીતી ગયા હતા. પણ હજુ ગુલાલનું મન નહોતું ધરાયું. મલ્હારની લાખ આનાકાની છતાં એણે ફ્લાઈટની ટિકિટો કેન્સલ કરાવી બીજા પંદર દિવસનું પેકેજ લઈ લીધું હતું. સાંજનો સમય હતો. આખો દિવસ મલ્હાર સાથે બરફની ચાદર પર લપસી લપસીને, એને બરફના ગોળાઓ મારી મારીને ગુલાલ થાકી ગઈ હતી. હોટેલ પર આવી એવી બેડ પર પછડાઈ, ‘ડાર્લિંગ, આજે બહુ થાકી ગઈ છું.’

તો આરામ કર! શાંતિથી સૂઈ જા!’ વાત ચાલતી હતી ત્યાં મલ્હારના પેન્ટના ખિસ્સામાં પડેલો મોબાઈલ વાયબ્રેટ થયો. એને ખ્યાલ આવી ગયો કે કોનો ફોન હતો. પણ ફોન ઉઠાવી ના શકયો. પાંચ- વાર વાયબ્રેટ થઈને મોબાઈલ બંધ થઈ ગયો, મલ્હારનું મન દૂર કોઈ બીજી સ્ત્રી પાસે હતું પણ તન ગુલાલ સાથે જોડાયેલું રાખવું પડ્યું.

આખરે દોઢ કલાકે ગુલાલ ઊંઘી. બરાબર ઊંઘી ગઈ છે એની ખાતરી કર્યા બાદ મલ્હાર હોટેલની બાલ્કનીમાં ગયો અને એનો મોબાઇલ કાઢીને એક નંબર ડાયલ કર્યો. સામેથી કોલ રિસીવ થતાં એક સ્ત્રી ધુંધવાયેલા અવાજે એને ખખડાવવા લાગી, ‘ફોન કેમ નથી ઉપાડતો મારો? વાર ફોન કર્યો. પેલી સાથે મજા કરવામાં બહુ મશગૂલ થઈ ગયો છે કે શું ?’

ના, ડિયર, એવું કાંઈ નથી! પણ ગુલાલ જાગતી હતી અને મારી પાસે હતી એટલે!’ મલ્હારે ધીમે ધીમે જવાબ આપ્યો. પેલી સ્ત્રીએ વાત બદલી, ‘ તો બધું બરાબર પણ મેં એવું સાંભળ્યુ કે તું હજુ પંદર દિવસ વધારે ત્યાં રોકાવાનો છે!’

હા, મારે તો નથી રોકાવું પણ ગુલાલ નથી માનતી.’

ભાડમાં જાય તારી ગુલાલ. કાલે ને કાલે તું ત્યાંથી નીકળી જા. અહીં તારા વગર મારી શું હાલત છે તને ખબર છે? એક એક રાત માંડ વીતે છે.’

પણ ડાર્લિંગ, તું સમજતી કેમ નથી? ગુલાલ નહીં માને!’

તો ઝાપટ મારીને સમજાવ. તું ધણી છે એનો.’

‘....’ મલ્હાર મૌન થઈ ગયો.

કેમ કંઈ બોલ્યો નહીં.? ક્યાંક તને એની સાથે સાચેસાચ પ્રેમ તો નથી થઈ ગયોને?’

ના, યાર! કાંઈ પ્રેમ બ્રેમ નથી થયો. તું સમજતી કેમ નથી ? માત્ર પંદર દિવસની વાત છે. પ્લીઝજીદ ના કર.’

ના, મારે કંઈ નથી સાંભળવું. હું તારા વગર નથી રહી શકતી. તું કાલે ને કાલે પરત નહીં આવે તો બહુ ખોટું થશે સમજી લેજે...’ સામેથી પેલી સ્ત્રીએ ખુબજ ગુસ્સાથી કહ્યું અને ફોન કાપી નાંખ્યો. મલ્હાર ચૂપચાપ ગુલાલની બાજુમાં જઈ સૂઈ ગયો. ગુલાલ ઊંઘમાં પણ મલ્હારના વિચારો કરી રહી હતી અને મલ્હાર જાગતી આંખે કોઈ બીજી સ્ત્રીના વિચારોમાં ગુલ હતો.

***

બરફની પીઠ પરથી પાણીની બુંદ સરકે રીતે સ્વિત્ઝરલેન્ડના બર્ફિલા ઢોળાવો પરથી ગુલાલ અને મલ્હારનો રોમેન્ટિક સમય સરકી રહ્યો હતો. એક શ્વાસ લઈને ઉચ્છ્વાસ છોડીએ એટલી ક્ષણોમાં બીજા પંદર દિવસ પણ પસાર થઈ ગયા. બંને અમદાવાદ પરત આવ્યાં. એક મહિને પાછા આવેલાં દીકરી જમાઈને જોઈને કૌશલ્યાબહેનની આંખો ભરાઈ આવી. એમણે જમાઈના માથે હાથ ફેરવ્યો અને ગુલાલને છાતીસરસી ચાંપી લીધી.

બે દિવસ ભરપૂર આરામ કરીને ગુલાલ ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી. એણે મલ્હારને પણ સૂચના આપી દીધી હતી કે તૈયાર થઈ જાય. મલ્હાર ક્યારનો આનાકાની કરી રહ્યો હતો. પણ એના માટે ઓફિસે એક સરપ્રાઇઝ તૈયાર હતી. ગુલાલે કંપનીના એના ભાગમાંથી પચાસ ટકા ભાગ મલ્હારના નામે કરી દીધો હતો. હવે પણ પાર્ટનર હતો. એના માટે ઓફિસમાં એક મોટી આલિશાન કેબિન તૈયાર થઈ ગઈ હતી. અને અત્યારે આખો સ્ટાફ નવા સાહેબની આતુરતાપૂર્વક વેઇટ કરી રહ્યો હતો. અલબત બધું ગુલાલે એની મમ્મી અને નિખિલને પૂછીને એમની સંમતિથી કર્યું હતું. ગુલાલની મમ્મીને તો સ્વાભાવિક કોઈ વાંધો ના હોય. અને ગુલાલ એના પચાસ ટકામાંથી મલ્હારને ભાગ આપી રહી હતી એટલે નિખિલને પણ કોઈ વાંધો નહોતો. બંનેએ ખુશીથી સંમતિ આપી દીધી.

બરાબર સાડા દસમાં દસ મિનિટની વાર હતી અને ગુલાલની ગાડી એની કંપનીનો ગેટ પાર કરીને અંદર પ્રવેશી. ગેટ પર આસોપાલવ અને ફૂલોનાં તોરણ લટકતા હતાં. બંને ગાડીમાંથી ઊતર્યાં. અંદર પ્રવેશતાં મલ્હારના પગ થંભી ગયા. દરવાજા સામે એક લાંબી પેસેજ હતી. થોડે છેટે બે છોકરીઓ હાથમાં કુમકુમ ચોખાની થાળી અને ગુલાબની પાંદડીઓની છાબ લઈને ઊભી હતી. મલ્હારે આશ્ર્ચર્યથી ગુલાલ સામે જોયું. ગુલાલે મીઠું સ્મિત આપ્યું, ‘મિ. મલ્હાર, ફ્રોમ ટુડે યુ આર પાર્ટનર ઓફ સાયબર વર્લ્ડ પ્રા. લિમિટેડ, આવો, તમારું સ્વાગત છે.’

પણ તેં મને કહ્યું પણ નહીં ?’ મલ્હાર આશ્ર્ચર્યમાં ગરકાવ હતો. એની કેબિન પાસે નિખિલ અને અંતરા ઊભ હતા. અંતરા નજીક આવી. ‘વેલકમ જીજુ!’ એટલું જોરથી બોલી પછી કોઈ સાંભળી ના જાય એમ હળવેકથી કહ્યું, ‘તમારી સાળી તમારી સેવામાં હાજર છે. ચોવીસેય કલાક! તમને ઓફિસમાં કોઈ તકલીફ નહીં પડવા દે, શું સમજ્યા!’

***

મલ્હાર એની કેબિનમાં બેઠો હતો. એની નજર ચારે તરફ ઘુમી રહી હતી. એની ચેર, ટેબલ, દીવાલ પર લાગેલું વોલ પેપર, કોર્ડલેસ ફોન, કોમ્પ્યુટર અને ખૂણામાં મૂકેલી એની અને ગુલાલની તસવીર. એની નજર ત્યાં ખોડાઈ ગઈ. પોતાને જીવની જેમ ચાહતી ગુલાલના ભોળા ચહેરા પરથી એની નજર હટવાનું નામ નહોતી લેતી. ચહેરા સાથે એને એક બીજો ચહેરો પણ યાદ આવી ગયો. એક શાતિર દિમાગ, ખતરનાક અને ચાલાક ચહેરો. માથું પકડીને બેસી ગયો. આગે કૂવા પીછે ખાઈ જેવું હતું. કઈ તરફ જવું હવે નક્કી નહોતો કરી શકતો. વિચારી રહ્યો. જિંદગી ક્યાંથી ક્યાં લઈ આવી હતી. જિંદગીએ એને અનાથ આશ્રમના ખોરડામાંથી ઉઠાવીને આલિશાન કેબિનમાં મૂકી દીધો હતો. પણ અફસોસ કામ ઈશ્ર્વરનું નહોતું. એક શાતિર દિમાગ વ્યક્તિનું હતું. અને વ્યક્તિ હવે એની પાસેથી તરક્કીની કિંમત માગી રહી હતી. વ્યક્તિ હવે એનો ભગવાન બનવાની કોશિશ કરી રહી હતી. અને વાત પણ સાચી હતી. બધું અગોચરમાં વસતા વિધાતાએ લખેલા લેખ મુજબ નહોતું થયું. પૃથ્વી પર વસતી એક વ્યકિતએ લખેલી સ્ક્રીપ્ટ મુજબ થયુ હતું. અને માણસ માત્ર કિમંતને પાત્ર. પૈસા અને વૈભવશાળી જિંદગીની ભુખમાં મલ્હારે ગણતરી પણ નહોતી માંડી કે વ્યકિતએ જે કિંમત માંગી છે કિમંત ચૂકવી શકશે કે નહીં ? પણ આજે જ્યારે સાચેસાચ કિંમત ચુકવવાનો વારો આવ્યો હતો ત્યારે ધ્રૂજી ઊઠ્યો હતો. કિંમત બહુ મોટી હતી. એના ગજા બહારની...

ખિસ્સામાં પડેલો એનો મોબાઈલ વાયબ્રેટ થયો અને મલ્હાર થિંકિંગ ટ્રાંસમાંથી બહાર આવ્યો. એણે નંબર જોયો. શરીરની ચામડીમાંથી ફૂટું ફૂટું થતો પરસેવો નંબર જોતાં કૂદકો મારીને બહાર નીકળી ગયો. છેક ત્વચાના તળિયે બેસીને વાઈબ્રેશન મારતી ધ્રૂજારી ત્વચાની ઉપલી સપાટી પર આવીને ધુણવા લાગી. એણે મોબાઈલ રિસીવ કર્યો, ‘હાય.....’

સામેથી મોગલ શરાબ જેવો માદક સ્ત્રીસ્વર આવ્યો, ‘કેમ, ફક્ત હાય! પહેલાં તો ડાર્લિંગ સિવાય વાત નહોતો કરતો.’

બોલ ડાર્લિંગ શું છે?’

એમ નહીં, તું બોલ્યો ડાર્લિંગમાં ઓર્ડરથી કરાતા કામ જેવો લહેકો છે. આમ છાતી ફાટી જાય, શરીરમાં રતિ ધૂણવા લાગે એવા અવાજમાં બોલ. પહેલાં રોજ કહેતો હતો એમ ....’

સામેનો સ્ત્રીસ્વર મલ્હાર પર હુકમ કરી રહ્યો હતો. મલ્હારે લાખ કોશિશ કરી છતાં અવાજમાં ઉન્માદની ભીનાશ ના લાવી શક્યો. મલ્હારને હતું ગુસ્સે થશે પણ સામેની સ્ત્રીમાં અત્યારે રતિદેવી બિરાજમાન હતાં એટલે એણે ગુસ્સે થયા વગર કહ્યું, ‘રહેવા દે ડાર્લિંગ! તું નહીં બોલી શકે. ફેઈલ્યોર તારું નથી, તારી ગુલાલનું છે. સ્ત્રી શું જે પુરુષને રોમેન્ટિક ના રાખી શકે. બોલ, ક્યારે મળે છે મને ?’

મળીએ એકાદ બે દિવસમાં.’

વ્હોટ ? હજુ એકાદ બે દિવસ? તું પાગલ થઈ ગયો છે કે શું ? અહીં તારા વગર મારો જીવ જાય છે અને તું હજુ એકાદ બે દિવસ પછી મળવાની વાત કરે છે ?’

ડાર્લિંગ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ! આજે ઓફિસનો પહેલો દિવસ છે!’

સાંજે તો આવી શકે ને?’

સાંજે તો ગુલાલ સાથે ને સાથે હોય. એને શું કહું ? ક્યાં જાઉં છું તો કહેવું પડે ને?’

તું પુરુષ છે. તારે એને કહેવા પૂછવાનું ના હોય. અને આમેય પ્રોબ્લેમ તારો છે સમજ્યો ? અને એક વાત યાદ રાખજે. તારી નીચે જે ખુરશી છે ને ગોઠવનાર હું છું. એક ઝાટકો મારીશને તો પાછો અનાથાશ્રમ ભેગો થઈ જઈશ.’

સોરી, ડાર્લિંગ, કાલે ચોક્કસ મળીશું. પ્લીઝ તને હાથ જોડું છું.’

નો... નો... હાથબાથ ના જોડ.’ મલ્હારનો ઢીલો અવાજ સાંભળીને સામેનો સ્ત્રીસ્વર પણ હળવો બની ગયો, સ્ત્રી માથાફરેલ હતી પણ મલ્હારને દિલ ફાડીને ચાહતી હતી. એણે પ્રેમથી કહ્યું, ‘સારું, ચાલ તારો પ્રોબ્લેમ હું સમજું છું, પણ મારો પ્રોબ્લેમ પણ તું સમજ. તારા વગર હું તડપી રહી છું. સળગી રહી છું. પ્લીઝ, જલદી આવજે...’

કાલે ફાઇનલ...’ મલ્હાર વધારે ઢીલો થઈ ગયો. ગમે તેમ હોય સ્ત્રીએ એને જિંદગી આપી હતી. બાળપણથી જેના માટે તડપી અને તરસી રહ્યો હતો વૈભવ આપ્યો હતો. સ્ત્રી ના હોત તો ક્યારનોયે ખતમ થઈ ગયો હોત. ભિખારી જેમ ફુટપાથ પર ભીખ માંગતો હોત. અને એણે એને પ્રેમ કર્યો હતો. એણે જે કંઈ કર્યુ હતું મલ્હાર માટે કર્યું હતું અને આખી જિંદગીને વૈભવથી ઝગમગાવી દેવાના બદલામાં સ્ત્રી શું માંગતી હતી? માત્ર થોડો પ્રેમ? તો એને આપવો જોઈએ.

વિચાર આવતાં અચાનક મલ્હારના અવાજમાં ઉમળકો આવી ગયો. એણે કહ્યું, ‘ડાર્લિંગ, તારા વગર મારા શ્વાસ પણ અટકી અટકીને ચાલે છે. પણ આપણી ચાલ ખુલ્લી ના પડી જાય એટલે થોડું જાળવીને ચાલું છું. પણ તું ચિંતા ના કર. કાલે ગમે તેમ કરીને આપણે મળીશું. તું મારી રાહ જોજે !’

સામેનું હૃદય નાચી ઊઠ્યું, ‘રાહ જોઈશ. દુલ્હનના લિબાસમાં રાહ જોઈશ. આઈ લવ યુ ... લવ યુ વેરી મચ!

***

ગુલાલે ત્રીજી વાર ઇન્ટરકોમ પર અંતરાને રીંગ મારી પણ ના આવી. એના બદલે એની બાજુમાં બેસતી મોનાલી આવી.

અરે, મારે અંતરાનું કામ છે? તું કેમ વારે ઘડીએ ફોન રીસીવ કરે છે ? અંતરા ક્યાં છે ?’

મેડમ, અંતરા ફોન પર વાત કરી રહી છે. રીફ્રેશરૂમમાં છે, અહીં નથી.’

એક કલાકથી હું તારો એકનો એક જવાબ સાંભળી રહી છું કે અંતરા ફોન પર વાત કરી રહી છે. એવી તે કેવી વાત છે કે કલાકથી ફોન પર ચીપકેલી છે અને રીફ્રેશરૂમમાં જઈને વાત કરવી પડે છે. કોનો ફોન છે ?’

મેડમ, તો મને ખબર નથી.’

.કે....’ ગુલાલે ફોન મૂકી દીધો અને તરત કેબિનની બહાર આવી. અંતરા ખરેખર એની જગ્યાએ નહોતી. રીફ્રેશરૂમ તરફ ગઈ. બારીમાંથી અંતરા દેખાઈ. હસી હસીને કોઈકની સાથે વાતો કરી રહી હતી. પહેલાં ગુલાલે કયારેય અંતરાને રીતે વાત કરતાં જોઈ નહોતી. એને હસતી જોઈ ગુલાલે એને ડિસ્ટર્બ કરવાનું માંડી વાળ્યું. પાછા ફરતાં એણે મલ્હારની કેબિનમાં નજર કરી. એના સેલ પર કોઈક સાથે વાત કરવામાં મશગૂલ હતો. ગુલાલે એને પણ ડિસ્ટર્બ ના કર્યો અને કેબિનમાં આવીને બેસી ગઈ. એના દિમાગમાં કંઈક ખૂંચી રહ્યું હતું પણ શું ખૂંચી રહ્યું હતું પોતે નક્કી નહોતી કરી શકતી. આખરે એણે વિચારવાનું છોડીને કામમાં ધ્યાન પરોવ્યું.

ક્રમશ: