પ્રકરણ – ૩૫ : મલ્હારે નક્કી કર્યું કે, ગુલાલને દગો કર્યાનો ભાર લઈને ખતમ થવું એ કરતાં બેવફાઈનો સ્વીકાર કરીને કેમ ન મરવું ?

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

રાતે પડેલા ધોધમાર વરસાદ પછી સવારે ધરતી જે રીતે મહેકે એમ ગુલાલ મહેકી રહી હતી. વહેલી સવારે સ્નાન કરી બહાર આવી. મલ્હાર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એણે ગાઉન પહેરી રાખ્યું અને નીચે આવી. એકદમ શાંત ચિત્તે ડ્રોઈંગરૂમમાં બેઠી. એનાં મમ્મી પૂજાખંડમાં પૂજા કરી રહ્યાં હતાં. ડી.વી.ડી. પ્લેયર પર એકદમ ધીમા અવાજે પ્રભાતિયું ચાલી રહ્યું હતું,

જા રે નિંદરા હું તુને વારું , તું છે નાર ધુતારી રે....

પેલે પોરે સૌ કોઈ જાગે... બીજે પોરે ભોગી રે...’

ગુલાલને મજા પડી ગઈ. થોડીવારે આરતી શરૂ થઈ. પૂજા બાદ કૌશલ્યાબહેન આરતી લઈને એની પાસે આવ્યાં, એેણે બંને હાથે આશકા લીધી. આરતીની થાળી મંદિરમાં મૂકી પાસે બેઠાં અને પૂછ્યું, ‘બેટા, આટલી વહેલી!’

બસ મમ્મી, આજે હું ખુબ ખુશ છું. મારા માથેથી એક મોટી ઘાત ટળી ગઈ છે. તને કહેવા વહેલી ઊઠી છું. એકચ્યુઅલી બન્યું હતું એવું કે....’ ગુલાલે યુવરાજના ફરીવાર આવેલા મેઈલથી લઈને એના મૃત્યુ સુધીની બધી ઘટનાઓ મમ્મીને કહી. કૌશલ્યાબહેન તો વાત શરૂ થતાં રડવા બેસી ગયાં હતાં. ગુલાલે એમને છાતીસરસા ચાંપી લીધાં, ‘મોમ, યુવરાજ હવે મરી ગયો છે. મારા માથેથી હંમેશાં માટે મુશ્કેલી ટળી ગઈ છે. રડવાનું બંધ કર.’

શું મુશ્કેલી ટળી ગઈ છે...’ કૌશલ્યાબહેનનું રડવાનું ચાલુ હતું, ‘આટલી મોટી ઘટના બની ગઈ અને તેં મને વાત પણ ના કરી ? તને ખબર છે તને કંઈક થઈ ગયું હોત તો મારું શું થાત ? બેટા, મારે તો પતિ ગણો, પુત્ર ગણો કે પુત્રી ગણો બધું તું છે. છત પણ તું, છાપરું પણ તું અને છજુ પણ તું.’

મમ્મી, તારા આશીર્વાદ અને ભક્તિ મારી સાથે હતાં. મને શું થવાનું હતું? તારી પૂજાને લીધે મારા માથેથી મુશ્કેલીઓ ટળી છે !’ કૌશલ્યાબહેને સાડીના છેડા વડે આંખો લૂછી પણ શરીરમાં વ્યાપી ગયેલી ધ્રુજારી કોઈ રીતે લુછાય એમ નહોતી. પછી એમણે બે હાથ જોડી આંખો મીંચી ભગવાનનો આભાર માન્યો. થોડીવાર સુધી મા-દીકરી વાતો કરતાં બેઠાં. પછી કૌશલ્યાબહેન મંદિરે ગયાં અને ગુલાલ ઉપર બેડરૂમમાં ગઈ મલ્હારને ઉઠાડવા.

***

ગુલાલ ઓફિસમાં આવી. તરત અંતરા અંદર આવી, ‘ગુડ મોર્નિંગ ગુલાલ.’ ગુલાલે કોઈ જવાબ ના આપ્યો. એનું મોં ચડેલું હતું. અંતરાએ ફરીવાર કહ્યું, ‘ગુલાલ મેડમ ગુડમોર્નિંગ!’ ગુલાલે તોયે કંઈ જવાબ ના આપ્યો. અંતરા એની પાસે ગઈ. એના બંને હાથ એના હાથમાં લેતાં બોલી, ‘એય,... ગુલાલ! બોલતી કેમ નથી? નારાજ છે મારાથી?’

છોડ મને! મારે તારી સાથે વાત નથી કરવી. લીવ મી અલોન!’

અરે પણ શું થયું તો કહે !’

કશું થયું નથી. તારે શું મારી સાથે જે થાય ! મારે જ્યારે તારી જરૂર હોય છે ત્યારે તું હોતી કેમ નથી ?’

ગુલાલ, કેમ એવું બોલે છે યાર ?’

તો શું, મારે જ્યારે તારું કામ પડે ત્યારે તું હાજર નથી હોતી. ખબર નથી પડતી હમણાં હમણાંથી તું ઓફિસની બહાર અને ફોન પર વધારે હોય છે. કેટલીયે વખત એવું બન્યું કે મારે તારું કામ પડે અને તું રજા લઈને જતી રહી હોય.’

ગુલાલ, મારી તબિયત હમણા હમણાં બહુ ખરાબ રહે છે. અને મમ્મી પણ બહુ બીમાર છે. તું પોતે મુશ્કેલીમાં હતી એટલે તને વાત ના કરી. ગઈ કાલે જે થયું જાણ્યું. બસ મને તો આનંદ વાતનો છે કે તારા માથેથી મુશ્કેલી હટી ગઈ. મને તારી બહુ ચિંતા હતી યુ નો!’ અંતરાએ એના માથા પર ચુંબન કર્યું. ગુલાલ ભીનું હસી ત્યાંજ એની નજર કાચની વિન્ડોની આરપાર ગઈ. નિખિલ ઝડપથી એની કેબિન તરફ જઈ રહ્યો હતો. ગુલાલના મગજમાં એક સાથે અનેક વિચારો આવી ગયા. ઊભી થઈ, ‘ઈટ્સ .કે અંતરા. બાય. પછી મળીએ. હું જરા નિખિલને મળીને આવું છું.’

હાય નિખિલ. ગુડ મોર્નિંગ!’ ગુલાલે નિખિલની ઓફિસમાં પ્રવેશતાં એને મોર્નિંગ વિશ કર્યું. નિખિલ ફિક્કું હસ્યો અને લુખ્ખું બોલ્યો, ‘ગુડમોર્નિંગ મેડમ!’ નિખિલના અવાજ અને શબ્દો પરથી ગુલાલને સમજાઈ ગયું કે નિખિલ નારાજ હતો,

આઈ એમ સોરી યાર! તું આમ મારાથી નારાજ ના થઈ જા.’

કઈ વાતનું સોરી ?’ નિખિલે નજર એના કોમ્પ્યુટર પર ખોડેલી રાખી અને કહ્યું, ‘હું તારાથી નારાજ નથી..’

મારી સામે જો, મારી આંખમાં આંખ પરોવીને વાત કર.’ ગુલાલે એની આંખ સામે આંખ માંડતાં કહ્યું. નિખિલ આંખ ના મિલાવી શક્યો. ગુલાલ ઊભી થઈ, એની પાસે ગઈ અને કિ-બોર્ડ પર ઘૂમતા એના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા, ‘નિખિલ મારી સામે જો.’ નિખિલે સામે જોયું. ગુલાલે એની આંખમાં આંખ પરોવતા કહ્યું, ‘નિખિલ, આઈ એમ સોરી. મારી લાઇફમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. તું બધાથી વાકેફ હોઈશ , રાધર છે . બટ, યુ નો હું એટલી બધી ડિસ્ટર્બ હતી કે શું કરવું શું ના કરવું કંઈ સમજણ નહોતી પડતી. આઈ એમ સોરી. મને લાગે છે કે બધી અફરાતફરીમાં હું કદાચ તારું અપમાન પણ કરી બેઠી હોઉં. તું મારો આટલો ક્લોઝ ફ્રેન્ડ છે છતાંયે. તેં યુવરાજને પકડાવવામાં બહુ મહેનત કરી હતી છતાંય મેં તને અમુક બાબતોમાં ઈગ્નોર કર્યો બદલ હું તારી માફી માંગું છું. આઈ. એમ સોરી.. તું તારી બેસ્ટ ફ્રેન્ડને માફ નહીં કરે?’

ઈટ્સ .કે !’ નિખિલે ટૂંકો જવાબ આપ્યો. ત્યાં એનો સેલ રણકી ઊઠ્યો, ગુલાલ એના હાથ છોડી પાછી સામેની ખુરશીમાં આવીને ગોઠવાઈ ગઈ. નિખિલે સેલ રિસીવ કર્યો. સામેથી કોઈ એને ગુલાલ, મલ્હાર અને એની પ્રેમિકા વિશે બહુ મહત્વની માહિતી આપી રહ્યું હતું. નિખિલ માત્ર હાં હાં કરતો રહ્યો. સેલ ડિસકનેક્ટ થઈ ગયો. ગુલાલે ફરી એને પૂછ્યું, ‘તેં મને માફ તો કરી દીધીને નિખિલ ?’ નિખિલે વાતાવરણ હળવું કર્યું, ‘હા, ભઈ હા. અબ બચ્ચે કી જાન લોગી ક્યા?’ ગુલાલ હસતી હસતી ઊભી થઈ ગઈ, ‘હા, મારા બડા બચ્ચા, તને ખોટું બહુ લાગી જાય છે. હવે લાગશે તો જાન લઈ લઈશ. ચલ બાય...’ ગુલાલ બહાર નીકળી ગઈ. બહાર નીકળી કે તરત નિખિલના ચહેરાનો રંગ એકસો ને એંસી ડિગ્રીએ ફરી ગયો. એણે એનો સેલ કાઢ્યો અને લાસ્ટ રિસીવ્ડ કોલ ડાયલ કર્યો.

***

મલ્હાર કેબિનમાં બેઠો હતો. એનું મગજ ચકરાવા લઈ રહ્યું હતું. મનમાં વિચારોનું વાવાઝોડું ફુંકાઈ રહ્યું હતું. ગુલાલના માથે મંડરાઈ રહેલું મોત એને ચેન લેવા નહોતું દેતું. ગમે તે ભોગે ગુલાલને બચાવવા માંગતો હતો પણ પેલી સ્ત્રી આગળ, એની તાકાત આગળ, એના ઝનૂન આગળ સાવ પાંગળો હતો. શું કરવું નહોતું સમજાતું. પેલી સ્ત્રીની મનાઈ છતાં ગઈ રાત્રે એણે ગુલાલ સાથે સંબંધ બાંધ્યો હતો. હવે સ્ત્રી વિફરશે વાત નક્કી હતી. કલાકો સુધી ચાલેલી વિચારવોર પછી એક નિષ્કર્ષ પર આવ્યો હતો કે આખી જિંદગી તો રીતે સ્ત્રીની કઠપૂતળી બનીને નહીં જીવી શકે. મોત નક્કી છે તો ગુલાલને દગો કર્યાનો ભાર લઈને ખતમ થવું કરતાં એની સમક્ષ પાપનો, બેવફાઈનો સ્વીકાર કરીને કેમ મરવું? જોખમ તો ગુલાલના માથેય હતું. પણ જો ગુલાલ સમક્ષ આખીયે વાત રજૂ કરી દે અને તાકીદે પગલાં લેવાય તો ગુલાલનો વાળ પણ વાંકો થઈ શકે. આખરે એણે એના ફેંસલા પર એની મહોર મારી દીધી. ગુલાલ સમક્ષ આખીયે રમતનાં બધાં પાસાંઓ ઓપન કરી દેવાં. ભાંગી જશે, તૂટી જશે પણ એની જિંદગી બચી જશે. આખી જિંદગી એને ધિક્કારશે પણ પોતાને એટલું આશ્વાસન તો રહેશે કે એણે ભૂલ સ્વીકારી,પસ્તાવો કર્યો, પોતે મરીને પણ એને જિંદગી આપી.

ગુલાલને બધું કહી દેવાનું એણે નક્કી કર્યું પણ મુશ્કેલી હતી કે કહેવું કઈ રીતે? એના ફોન, મોબાઈલ, મેઈલ બધા પર પેલી સ્ત્રી એના વિકરાળ ડોળા પાથરીને બેઠી હતી. આખરે એણે એક નવો રસ્તો શોધી કાઢ્યો. તરત ડ્રોઅરમાંથી એક કાગળ કાઢયો અને લખવા માંડ્યો, ‘ડિયર ગુલાલ, તને એમ હશે કે યુવરાજ ખતમ થઈ ગયો એટલે જાણે બધી મુશ્કેલીઓ ટળી ગઈ. પણ ના, એવું નથી! સૌથી મોટી અને સૌથી ક્રૂર મુશ્કેલી તો હજુ આપણા માથે એમની એમ છે. આપણા બંને પર કેમેરા ગોઠવાયેલા છે. આપણે કેટલા શ્વાસ લઈએ છીએ સહિત કોઈક વ્યક્તિ નોંધી રહ્યું છે. આપણી વાતો, આપણા ફોન, મોબાઈલ, આપણા મેઈલ બધા પર કોઈ નજર માંડીને બેઠું છે એટલે લેટર લખી રહ્યો છું. મારે તને એક અગત્યની વાત કરવી છે. તારી સમક્ષ એક રમત ખુલ્લી મૂકવી છે.પણ વાત કરવા માટે બહાર મળવું પડશે. હું અત્યારે નીકળું છું. હોટેલ પેરામાઉન્ટ પાસે ઊભો છું. તું લેટર વાંચીને તરત નીકળ અને ત્યાં આવી જા. ત્યાં આવીને મારી ગાડી પાછળ પાછળ તારી ગાડી આવવા દેજે. બસ બીજુ કંઈ પુછીશ નહીં. ફોન તો બિલકુલ કરીશ નહીં. અને લેટર વાંચીને તરત ફાડી નાંખજે. પ્લીઝમારી એકેએક સૂચના ધ્યાનમાં રાખજે. નો ફોન, નો મેઈલ, નો ટોક ! તારી એક ભૂલ મોત બની શકે છે એટલામાં સમજી જા. હું તારી રાહ જોઉં છું. તારો મલ્હાર.’

મલ્હારે લેટર પુરો કરીને એક કવરમાં સીલ કર્યો અને તરત પટાવાળાને બોલાવીને ગુલાલને પહોંચાડી દીધો. પટાવાળો ગુલાલની કેબિનમાં ગયો ત્યાં સુધી મલ્હાર એને જોતો રહ્યો પછી તરત ગાડી લઈને બહાર નીકળી ગયો.

***

સાંજ ઢળી રહી હતી. ગુલાલ એની કેબિનમાં બેઠી હતી. બે બે ઘાતમાંથી ઉગરી હતી એની ખુશી એના રૂંવાડે રૂંવાડેથી છલકી રહી હતી. ફોટોશોપમાં મલ્હારના જૂના ફોટોગ્રાફસ જોઈ રહી હતી. કોમ્પ્યુટરના ઈનબ્યુલ્ટ સ્પીકર પર ધીમા અવાજે ગીત ચાલી રહ્યું હતું,

જિંદગી હર કદમ ઈક નયી જંગ હૈ...

જીત જાયેંગે હમ... તું અગર સંગ હૈ....

ગુલાલને ગીતના લીરીકસ બહુ ગમતા હતા. પણ એને ખબર નહોતી કે શબ્દો જેટલા ગમે તેવા હતા એટલા સાચા પણ હતા. એક જંગ જીતાઈ જાય એટલે એમ ના સમજવું કે બધા જંગ જીતી ગયા. જિંદગી તો એના એક એક કદમ પર નવી જંગ લઈને તૈયાર બેઠી હોય છે. અને એની જિંદગી અત્યારે કવરમાં પેક થયેલો એક નવો જંગ લઈને પટાવાળાના રૂપે એની સામે ઊભી હતી.. પટાવાળાએ એની સામે કવર ધર્યું એટલે ગુલાલે પૂછ્યું, ‘શું છે? કોણે આપ્યુ ?’

મલ્હાર સાહેબે મેડમ !’ પટાવાળાએ ટૂંકો જવાબ આપ્યો.

સારું તું જા !’ પટાવાળાને વિદાય કરીને ગુલાલે આશ્ર્ચર્ય સાથે પત્ર ખોલ્યો. જેમ જેમ પત્ર વાંચતી ગઈ એમ એમ એના શરીર, એના મન અને મસ્તિષ્કમાં રહેલી ખુશી વિદાય થતી ગઈ. મુશ્કેલીના મહાસાગરમાંથી હજુ ડોકિયું બહાર કાઢયુ હતું ત્યાં ફરી આફતોના અરબ સાગરમાં ડૂબી ગઈ. ધ્રૂજતા હાથે એણે પત્ર ફાડ્યો અને મલ્હારની સૂચનાનું પાલન કરતી ગઈ. ફટાફટ બહાર આવી અને સેલ્ફ ડ્રાઈવ કરીને હોટેલ પેરામાઉન્ટ પહોંચી ગઈ. મલ્હારે મીરરમાંથી ગુલાલની ગાડી જોઈ. એણે વિન્ડોમાંથી સહેજ હાથ બહાર કાઢી એને પાછળ આવવાનો હળવો ઇશારો કર્યો અને ગાડી મારી મૂકી. ગુલાલ પણ ચુપચાપ એની ગાડી પાછળ દોડી ગઈ. સાથે એક ત્રીજી ગાડી પણ એની પાછળ દોડી.

રસ્તામાં ગુલાલને અનેક વિચારો આવી ગયા. એને ડર તો લાગી રહ્યો હતો પણ એક એવો વિચાર પણ આવી ગયો કે મલ્હાર એની સાથે મજાક કરી રહ્યો છે. કદાચ એને કોઈ સરપ્રાઇઝ આપવા માટે આવું તરકટ ઊભું કર્યું હોય એવું એને લાગતું હતું. એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, ‘હે ભગવાન ! પ્લીઝ કોઈ મુસીબત ઊભી ના કરતો. મલ્હારે મને સરપ્રાઇઝ આપવા આવું કર્યું હોય એવું કરજે....’

સરપ્રાઇઝ તો હતી ! બહુ જબરજસ્ત સરપ્રાઇઝ હતી. પણ સુખદ નહોતી. ગુલાલને કલ્પના પણ નહીં હોય કે જેને હૃદયના અતિશય ઊંડાણથી જીવની જેમ ચાહી રહી છે મલ્હાર થોડી વાર પછી એને કહેવાનો છે કે, ‘સોરી ગુલાલ, પણ તું મારો પ્રથમ પ્રેમ નથી.’

ક્રમશ: