આ પરિવાર પાસે છે એવું તાળું કે ખોલવા માટે જરૂર પડે છે ૮ ‘ચાવી’ની

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૧૮


 
શોખ બડી ચીજ હોતી હૈ ઉક્તિ અનુસાર કપડવંજ તાલુકાના હમીરપુરા ગામના પાટીદાર પરિવારને અવનવાં તાળાંઓ સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. ગામના પાટીદાર ધર્માભાઈ પટેલને તાળાંઓ ઉપરાંત અનેકવિધ એન્ટીક ચીજવસ્તુઓના અનોખા શોખમાં તેમના કુટુંબની ચાર પેઢીથી તાળાંઓનો સંગ્રહ કરી રહી છે. દેશ-વિદેશનાં ત્રણ હજારથી વધુ તાળાંઓમાં ૩૦ ગ્રામના નાજુક વજનવાળાથી માંડી ૪૨ કિલોગ્રામનાં ભીમકાય તાળાંઓનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમાં એક તાળું એવું પણ છે જેનું વજન એક માણસ જેટલું છે. ૪૨ કિલોવાળા તાળાની ચાવીઓ છે અને તેની એક વધારાની ચાવી તાળામાં લગાવેલી છે. આઠ ચાવીઓ અનુક્રમે ફેરવ્યા બાદ ૯મી ચાવી જે તાળામાં લગાવી છે તે ફેરવ્યા બાદ તાળું ખૂલે છે.