બોલો, દેશની વિવિધ પોસ્ટ ઓફિસમાં ‚રૂા. ૯૦૦૦ કરોડ લાવારિસ

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૧૯   
 
દેશની પોસ્ટ ઓફિસોમાં પડેલા ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનું કોઈ દાવેદાર નથી. આ રકમ એટલી છે કે કેન્દ્ર સરકાર જો તેમાં ૬૦૦ કરોડ રૂપિયા ઉમેરી દે તો તેનાથી અવકાશયાન પ્રોજેક્ટનું ફન્ડિંગ કરી શકાય છે. આ રકમ પોસ્ટની છ સ્મોલ સેવિંગ્સ સ્કીમો - કિસાન વિકાસ પત્ર, મંથલી ઇનકમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, રિકરિંગ ડિપોઝિટ અને ટાઇમ ડિપોઝિટમાં પડ્યા છે. કુલ રકમ ૯૩૯૫ કરોડ રૂપિયા છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, બેન્કો પોતાને ત્યાં લાવારિસ પડેલા રૂપિયાને અનકલેમ્ડ એકાઉન્ડમાં ટ્રાન્સફર કરી દે છે અથવા તો ડિપોઝિટ અવરનેસ એન્ડ એજ્યુકેશન ફંડ (ડીઈએએફ)માં મૂકી દે છે, જેના દ્વારા જમાકર્તાઓ માટે ફાઈનાન્શિયલ લિટ્રેસી પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ બેન્કોની જેમ પોસ્ટ ઓફિસ એ રૂપિયાનો એ રીતે ઉપયોગ નથી કરી શકતી. આ ખાતાંઓમાં પડેલા લાવારિસ રૂપિયાને અનક્લેમ નહીં, પરંતુ સાઇલન્ટ કહેવામાં આવે છે.