પુલવામાના શહીદો માટે માત્ર ૭ દિવસમાં ૬.૫ કરોડ રૂપિયા ભેગા કરનાર વડોદરાના આ NRI ને તમે જાણો છો?

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૯

 

એક NRI યુવાને પ્રેરણાત્મ કામ  

 
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી…લક્ષ્ય ગમે તેવું મુશ્કેલ હોય જો મનથી પ્રયત્ન કરવામાં આવે તો તે અચૂક પૂર્ણ કરી શકાય છે. આ વાત એટલા માટે કહેવી પડે છે કે પુલવામા હુમલા પછી દેશ આખો શહીદ જવાનોના પરિવાર માટે દુઃખી છે. તમના માટે થાય એટલી મદદ કરવાની કોશિશ દેશનો દરેક નાગરિક કરી રહ્યો છે. આ બધાની વચ્ચે વડોદરાના એક NRI યુવાને પ્રેરણાત્મ કામ કર્યું છે. આ યુવાનનું નામ છે વિવેક પટેલ.
 
 

 ફેસબૂક બનાવેલું પેજ અને ૭ દિવસમાં ભેગા થયેલા ડોલરની રકમ
 

તેણે એક ઉપાય શોધ્યો. 

 
 
૨૬ વર્ષનો વિવેક પટેલ આમ તો ગુજરાતના વડોદરાનો યુવાન છે પણ હાલ તે અમેરિકામાં રહે છે. પુલવામા હુમલામાં આપણા ૪૦ જવાનો શહીદ થયા તેની ખબર વિવેકને પડી એટલે તેણે તરત આ શહીદોના પરિવારને મદદ પહોંચાડવા કઈક કરવાનું વિચાર્યું. પણ અહી એક સમસ્યા હતી. તે અમેરિકામાં રહે છે એટલે અમેરિકન કાર્ડ હોલ્ડર હોવાથી તે સીધી રીતે આ જવાનોના પરિવારને મદદ પહોંચાડી શક્યો નહિ આથી તેણે એક ઉપાય શોધ્યો.
 

 
 

માત્ર ૭ દિવસમાં આ કૈમ્પેન દ્વારા ૬.૫ કરોડ રૂપિયા ($919,810) ભેગા થઈ ગયા 

 
૧૫ ફેબ્રુઆરીએ વિવેકે જવાનોની મદદ માટે એક ફેસબૂક પેજ બનાવ્યું. આ ફેસબૂક પેજની મદદથી તેણે એક ફંડ રેજિંગ કેમ્પૈન ચલાવ્યું. ફંડ નું લક્ષ્ય રાખ્યું કે આ કૈમ્પૈનથી તે ૫ લાખ ડોલર ભેગા કરી લેશે. ૫ લાખ ડોલર એટલે લગભગ ૩ કરોડ રૂપિયા થાય. મહત્વની વાત એ છે માત્ર ૭ દિવસમાં આ કૈમ્પેન દ્વારા ૬.૫ કરોડ રૂપિયા ($919,810) ભેગા થઈ ગયા છે. આટલા દિવસમાં ૨૨ હજાર કરતા વધારે (૨૩૮૫૭ આ લેખ લખાય છે ત્યાં સુધી) લોકો આ પેજ સાથે જોડાયા છે અને દિલથી શહીદ જવાનોના પરિવારની મદદ કરી છે.
 
 
 

લોકોએ આ પેજ ને ફેક ગણાવ્યું 

 
આ કૈમ્પૈનની શરૂઆતમાં તો લોકોએ આ પેજ ને ફેક ગણાવ્યું. પણ વિવેકે સતત પોસ્ટ મૂકી પોતાની વાતો લોકો સુધી પહોંચાડી અને મદદની અપીલ પણ કરી. લોકોના પ્રશ્નોના જવાબ પોતાનો વીડિયો બનાવી આપ્યા. વીડિયોમાં તેણે જાતે જવાબ આપ્યા. વિવેકની આ વાતને મજૂબત બનાવવા વર્જિનીયાના એક સ્થાનિક રેડિયો સ્ટેશને પણ તેની મદદ કરી અને તેની વાત લોકો સમક્ષ મૂકી. અને પરિણામ એ આવ્યું કે લોકો મનથી મદદ કરવા લાગ્યા. જોકે મદદ હજી સુધી ભારત સુધી પહોંચી નથી. વિવેક આ માટે થોડો સચેત છે. તે ભારત સરકારના કોઇ જવાબદાર વ્યક્તિને આ પૈસા આપવા માંગે છે કે જેથી શહીદોના પરિવાર સુધી આ પૈસા પહોંચી શકે. તે આ માટે કામ કરી રહ્યો છે….
 
 
 

 
આ તો શહીદ જવાનોના પરિવાર માટે એક નાનકડી મદદ કહેવાય

 
આ સંદર્ભે વિવેકનું કહેવું છે કે “ભારતીયોને કોઇ ફરક પડતો નથી. તે ગમે ત્યાં હોય મદદ કરવા તત્પર હોય છે. શહીદ જવાનોના પરિવાર માટે ભેગી થયેલી આ રકમ તો કઈ ન કહેવાય. આ તો શહીદ જવાનોના પરિવાર માટે એક નાનકડી મદદ કહેવાય.