‘સાધના’ સાપ્તાહિકનાં અંકમાં વિજ્ઞાપન આપવા અંગે.

વર્ષ ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે ‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથક યાત્રા શરુ થઇ. છેલ્લાં ૬૦ વર્ષથી સાધના દર શનિવારે અચૂક ગુજરાતી સમાજ વચ્ચે પ્રકાશિત થઇ રહ્યું છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલે વ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયે ધ્યેય સમર્પિત સામયિકો માટે ટકી રહેવુ અને સાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગ બની ગયો હતો. ગુજરાતમાં અનેક પ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અને અવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અને પ્રભાવ સતત ફેલાતો જ ગયો.

પ્રારંભથી અત્યાર સુધીમાં ‘સાધના’ એ અનેક પરિવર્તન પરિવર્તન આવ્યા છે. છેલ્લાં ૬૦ વર્ષમાં કાગળથી લઈને લે-આઉટ સુધીનો ફેરફાર થયો છે. ઇન્ટરનેટના આજના યુગમાં સાધના દેશ-વિદેશના વાચકો સુધી પહોંચવા ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર પણ સાધના છે

‘સાધના’ વૈચારિક આંદોલન માટે પ્રેરકબળ અને લોકશિક્ષણનું સશક્ત માધ્યમ બની રહે એવા જાગૃત પ્રયત્નો સતત થતા જ રહ્યા છે. વર્ષ ૧૯૭૫માં દેશમાં લોકશાહીના સૂર્ય પર કટોકટીનું ગ્રહણ લાગ્યું હતું તે સમયના ‘સાધના’ ના પત્રકારત્વને તો આજેય દેશભરનાં સર્વ ક્ષેત્રોના અગ્રણી વિચારકો અને રાજનેતાઓ દ્વારા ગૌરવભેર યાદ કરવામાં આવે છે.

આજના વૈચારિક યુદ્ધમાં રાષ્ટ્રિયતા – સિદ્ધાંત્નિષ્ઠ પત્રકારત્વ તથા દેશભક્તિના અડગ અને અટલ સિદ્ધાંત પર મક્કમ રહીને પોતની વાત લાખો લોકો સુધી પહોંચાડવાની ખૂબ મોટી જવાબદારી ‘સાધના સાપ્તાહિક’ પર છે. ‘સાધના’ ફક્ત ગુજરાત માટેનું સાપ્તાહિક નથી પણ ગુજરાતીઓ માટેનું સાપ્તાહિક છે.

સાધના વિચાર પત્ર છે પણ સમગ્ર પરિવાર માટેની વાંચન સામગ્રી તેમાં ઉપલ્બધ છે. યુવાનો,બાળકો,મહિલાઓ, તેમજ વડિલો માટે સાધનામાં પ્રેરક, રસપ્રદ અને અને આધુનિક વાંચન સાધનામાં પ્રકાશિત થાય છે.