‘સાધના’ સાપ્તાહિકનાં અંકમાં વિજ્ઞાપન આપવા અંગે.

’સાધના’ સાપ્તાહિકનો વાચકવર્ગ વિશિષ્ટ અને વ્યાપક છે. ત્રણ લાખ રીડરશિપ ધરાવતુ ’સાધના’ ગુજરાતના ખૂણે ખૂણે ભારતનાં તમામ રાજ્યો અને મુખ્ય નગરો તથા દરિયાપારના દેશોમાં પણ પહોંચે છે.

’સાધના’નો ફેલાવો ગુજરાત રાજ્યના પ્રત્યેક જીલ્લા – તાલુકા, મહાનગર તેમજ નગરપાલિકા તથા ૧૨ હજાર ગામડાઓ સુધી થયો છે. આ ઉપરાંત ભારતના ૨૦ રાજ્યો અને અન્ય દેશોમાં પણ તેનો ફેલાવો છે. રાજ્યની ૭૨૦૦ શાળાઓમાં ’સાધના’ વંચાય છે, એ એક વિશેષતા છે. આબાલવૃદ્ધ સૌ કોઇના મિજાજને અનુરૂપ સામગ્રી અપાય છે અને તેમાં સતત સમયાનુકુળ પરિવર્તનો થતાં રહે છે, તેથી સમગ્ર કુટુંબની પસંદગી પામે છે.

તેથી વિજ્ઞાપનદાતાઓ માટે તેમના ઉધ્યોગ, ધંધા, વ્યવસાય કે સેવાઓની માહિતી પહોંચાડવાનું ’સાધના’ યોગ્ય માધ્યમ બની ગયું છે. વાસ્તવમાં ’સાધના’નાં માધ્યમથી આપ ગુજરાત, ભારત દેશ અને વિદેશમાં વસતા સંભવિત ગ્રાહકોના માનસને સારી રીતે જાણી શકો છો.