શ્રેષ્ઠ ધરતીપુત્રો
- બકુલ
ભારતના ખગોળવિજ્ઞાની આર્યભટ્ટ
  • આર્યભટ્ટે પૃથ્વીની દૈનિક અને વાર્ષિક ગતિનું સંશોધન કર્યું.
  • આર્યભટ્ટે પાઇને 3,1416 બરાબર ગણીને જવાબ શોધ્યો.
  • આર્યભટ્ટે યુનાની રાજા ટોલેમીની જેમ ‘અધિચક્ર’ (એપીસાયકલ)નો ઉપયોગ કર્યો. તેમની પદ્ધતિ ટોલેમીની પદ્ધતિ કરતાં વધુ સારી અને વધુ ચોક્કસ હતી.

017.jpgઆજે દુનિયા આઈનસ્ટાઇન, ન્યુટન, થિયોડોર મેઈમ અને કોપરનિક્સ જેવા વૈજ્ઞાનિકોને જ ઓળખે છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો જેમાં ભારતીય વૈજ્ઞાનિકો અને બૌદ્ધિકો માત્ર ને માત્ર પશ્ર્ચિમના વૈજ્ઞાનિકોને જ જાણે છે. સદીઓથી ભારતીય વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યાં જેના આધારે ઉપરોક્ત વૈજ્ઞાનિકોને દિશા પ્રાપ્ત થઈ છે. આજે પણ અમેરિકાના વિજ્ઞાન સંશોધન કેન્દ્રોમાં ભારતીય વૈજ્ઞાનિકો કાર્યરત છે. તેમની બુદ્ધિશક્તિ, આવડત અને કુશળતાને લીધે અમેરિકા યશ લઈ જાય છે. ભારત સરકાર આવા વૈજ્ઞાનિકોને બધા પ્રકારની સવલતો આપીને શા માટે ભારતમાં સ્થિર નથી કરતી? હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિકોએ અણુ-ક્ષેત્રે ભારતને યશ અપાવ્યો.

નાનપણમાં અમે ધોળકાની બાલ ભરત શાખામાં એક ગીત ગાતા હતા.

બસ ઈસી દિશાસે પ્રથમ પ્રકાશ હુઆ થા,

શુભ સામ-ગાનસે મોહ વિનાશ હુઆ થા,

પૃથ્વી તલકા પશુભાવ હતાશ હુઆ થા,

હમસે જીવનકી જ્યોતિ જગતને પાયી...

હમ હૈં ભારત સંતાન કરોડો ભાઈ...

ગીત માંહેના ગંભીર સૂચિતાર્થની તે વખતે અમારા બાળમાનસને ઝાઝી ખબર ન હતી. છતાંય અમે ટે...સથી આ ગીત લલકારતા.

પણ આજે હવે આ ગીતના સારનો ઊંડાણથી વિચાર કરતાં થાય છે કે શી છે આ દેશની ભવ્યતા જેણે વિશ્ર્વને જીવનનો મર્મ શીખવ્યો!!!

આ પહેલાં આવા જ એક લેખ દ્વારા સૃષ્ટિના સર્વપ્રથમ કૃષિકાર પૃથુ (ખેડૂત)ની વાત કરી હતી. આજે એવા જ જગતના સર્વપ્રથમ ખગોળ શાસ્ત્રીની વાત કરવી છે.

એ ખગોળશાસ્ત્રીનું નામ આર્યભટ્ટ. કેરળમાં ઈ.સ. 476માં તેમનો જન્મ થયો.

બાળવયથી જ તેનાં લક્ષણ દેખાવા લાગ્યાં. તેમની જિજ્ઞાસા જબરી. ગળે ન ઊતરે એવી કોઈ વાત એ માને નહિ.

સૂર્યગ્રહણના દિવસે તેના પિતાએ તેને બહાર જતાં રોક્યો અને કહ્યું, ‘રાહુ નામનો રાક્ષસ સૂર્ય કે ચંદ્રને ગ્રસી લે ત્યારે સૂર્ય કે ચંદ્રગહણ થાય.’ ત્યારે આર્યભટ્ટના બાળમાનસે સવાલ કર્યો, ‘સૂર્ય તો આાગનો ગોળો. આપણને આટલા દૂરથી પણ તેનો તાપ અકળાવે તો રાહુ આવા સૂર્યને ગળે તો દાઝે નહિ?’ પિતાએ ઘણું સમજાવ્યો પણ આર્યભટ્ટને ગળે વાત ન ઊતરી.

સમય વીતતો ગયો. વિચક્ષણ આર્યભટ્ટ આગળના અભ્યાસ માટે કેરળથી નાલંદા વિશ્ર્વ વિદ્યાલયમાં આવ્યા. તેમના મનમાં પ્રકૃતિની વિવિધ ઘટનાઓ અંગે શંકાઓ હતી. જેમ જેમ તે ભણતા ગયા તેમ તેમ કેટલીક શંકાઓનું સમાધાન થતું હતું. ખગોળીય ઘટનાઓ અંગે તેમણે ખૂબ સંશોધન કર્યું અને જાહેર કર્યું  કે, ‘પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના પડછાયાથી ગ્રહણ થાય છે.’ આ વાત સાંભળતાં જ વિશ્ર્વ વિદ્યાલયમાં હોબાળો મચી ગયો. કોઈકે તેમને આર્યત્વના વિરોધી કહ્યા તો કોઈ કે તેમને નાસ્તિક કહ્યા. આમ છતાં આર્યભટ્ટ પોતાના કથનને વળગી રહ્યા. છેવટે ગુપ્તવંશના રાજવી બુદ્ધ ગુપ્ત પાસે ફરિયાદ ગઈ. રાજાએ આર્યભટ્ટને બોલાવીને કહ્યું, ‘કાં તો તમે તમારી વાત સાબિત કરો કાં તો દંડ માટે તૈયાર રહો.’

આર્યભટ્ટે કહ્યું, ‘પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. તેને એક આંટો પૂરો કરતાં 23 કલાક 56 મિનિટ અને 4.1 સેકન્ડ થાય છે. આને કારણે દિવસ અને રાત થાય છે. મધ્યરાત્રીએ દિવસ બદલાય છે. પોતાની ધરીની આસપાસ ફરતી પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આમાં તેને 365 દિવસ 6 કલાક 12 મિનિટ અને 30 સેકંડ થાય છે. આ પ્રદક્ષિણાને વર્ષ કહેવાય છે.’ આર્યભટ્ટે એક પ્રયોગ કરી બતાવ્યો. એક નારંગી, લીંબુ અને દીવો પેટાવી નારંગી અને દીવા વચ્ચે લીંબુ મૂકી એ પડછાયો પાડી કહ્યું કે આ અંધકાર - પડછાયો એટલે જ ગ્રહણ’. રાજા બુદ્ધ ગુપ્ત ઘણા ખુશ થયા.

આર્યભટ્ટે પોતાના પુસ્તક ‘આર્યભટ્ટીયમ’ના ગોલપદના 6ઠ્ઠા શ્ર્લોકમાં લખ્યું છે. भूगोलः सर्वतो वृत्तः (પૃથ્વી બધી બાજુએથી ગોળ છે) આ જ ‘આર્યભટ્ટીયમ’ના પહેલા પ્રકરણના પાંચમા શ્ર્લોકમાં તેમણે પૃથ્વીના વ્યાસની ક્ષતિરહિત ગણતરી કરી હતી.

પોતાના આ ગ્રંથના ગોલપદ પ્રકરણના 37મા શ્ર્લોકમાં ગ્રહણનાં કારણો આપતાં કહ્યું કે छाद्यति सूर्यम् शशिनम् महती च भूच्छाया (જ્યારે ચંદ્ર સૂર્યને કે સૂર્ય ચંદ્રને ઢાંકી દે એટલે કે પડછાયો પડે ત્યારે ગ્રહણ થાય). તેમની ધારણા હતી કે બ્રાંડની ભૂકેન્દ્રીય અવધારણામાં પૃથ્વી બ્રાંડનું કેન્દ્ર છે. ગ્રહોની અનિર્ણીત અને અનિયમિત ગતિ સમજવા અને સમજાવવા માટે યુનાની રાજા ટોલેમીની જેમ એપી સાયકાનો (અધિચક્ર)નો પ્રયોગ કર્યો. તેમની પદ્ધતિ ટોલોમીની પદ્ધતિ કરતાં વધુ ચોક્કસ અને સાચી સાબિત થઈ.

આપણા પૂર્વજોએ તારાઓ, તારકસમૂહો તેનો આકાર વગેરેનો સૂક્ષ્મ અભ્યાસ કરી તેની નોંધ રાખી. જો તેમણે આ પરિશ્રમ ન કર્યો હોત તો આપણે ખગોળ વિજ્ઞાનમાં માત્ર ‘ઢ’ બની રહ્યા હોત. આપણા આ પ્રાચીન ખગોળવિજ્ઞાનીઓની નોંધના આધારે તારાની ગતિનું જ્ઞાન આપણને લાધ્યું. ખગોળવિજ્ઞાન એવું વિજ્ઞાન છે જેમાં ક્રિયાઓને થતાં હજારો વર્ષો લાગે છે. આપણા પ્રાચીન ખગોળ વિજ્ઞાનીઓની નોંધના આધારે આપણે આ જ્ઞાન લાધ્યું. આકાશમાં તારકસમૂહોની વચ્ચે વસંત સંપાત બિન્દુ ખસે છે. આ આકાશીય ઘટનાચક્ર 25600 વર્ષનું છે. આપણા ખગોળ વિજ્ઞાનીઓની નોંધને કારણે આજે આપણે તે સમજી શકીએ છીએ. છેલ્લાં સાતેક હજાર વર્ષના આકાશ-દર્શનનું ભાથું આપણી પાસે છે. આ વસંત સંપાત બિન્દુ આકાશમાં આંટો મારવાનું વર્ષ હજી પૂરું થયું નથી. આ બધું કાંઈ બે-પાંચ વર્ષમાં પ્રાપ્ત ન થઈ શકે. એમાં આખો એક યુગ વીતી જાય.

ભારતમાં આર્યભટ્ટ પછી વરાહમિહિર બ્રગુપ્ત અને ભાસ્કરાચાર્ય જેવા ખગોળ વિજ્ઞાનીઓ થઈ ગયા. આજે પણ દુનિયાના પશ્ર્ચિમી ખગોળ શાસ્ત્રીઓ પણ પોતાની વાતના સમર્થનમાં આ ભારતીય ખગોળ વિજ્ઞાનીઓનો હવાલો ટાંકે છે. આમ પણ જ્યારે પશ્ર્ચિમની પ્રજા અંધારામાં ફાંફાં મારતી હતી ત્યારે ભારતમાંથી જ જ્ઞાનનું પ્રથમ કિરણ પ્રગટ્યું એટલે જ કવિએ ગાયું ‘બસ ઈસી દિશાસે પ્રથમ પ્રકાશ હુઆ થા.’

આજે અમેરિકા વિજ્ઞાનના ક્ષેત્રે આગળ હોવાનો દાવો કરે છે પણ આમાં - વિજ્ઞાનીઓમાં - તળ અમેરિકાના કેટલા? અમેરિકામાં તો મોટા ભાગની પ્રજા બહારના દેશોમાંથી જઈને ત્યાં વસી છે એટલે આ વૈજ્ઞાનિકો પણ આયાતી વૈજ્ઞાનિકો છે. મૂળ અમેરિકન નહિ. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકાનો ઇતિહાસ તો પાંચસો સાતસો વર્ષનો છે જ્યારે ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષનો જૂનો છે.

આર્યભટ્ટે આપણને ત્રિકોણમિતિનું ગણિત આપ્યું. આ ગણિત આકાશીય ગ્રહોના અભ્યાસ માટે અતિ મહત્ત્વનું પુરવાર થયું છે. આપણે આકાશીય ગ્રહોનું અંતર, તેની પહોળાઈ, લંબાઈ વગેરેનું માપ લઈ શકતા નથી. કારણ એ માપ લેવા માટે આકાશમાં આપણે ઊભા રહી શકતા નથી. ત્યારે આર્યભટ્ટે આપણને ત્રિકોણમિતિનું ગણિત આપ્યું. આ ગણિતના આધારે આપણે પૃથ્વી પર રહ્યાં રહ્યાં પણ આકાશી ગ્રહોના આકાર પ્રકાર અને અંતર માપી શકીએ છીએ. આપણા માટે આ એક ગૌરવની વાત છે.

આર્યભટ્ટ એ પહેલા જ ગણિતશાસ્ત્રી હતા જેણે પાઇનો પ્રયોગ ગણિતમાં કર્યો. વર્તુળનો પરિઘ, ક્ષેત્રફળ કે ગોળાનું ઘનફળ માપવું હોય તો પાઇનો ઉપયોગ થાય છે. આજથી લગભગ 1500 વર્ષ પહેલાં આર્યભટ્ટે આ શોધ કરી.

આર્યભટ્ટે બીજગણિતમાં રૈખિક સમીકરણોની શોધ કરી. તેમણે ગ્રહોની ગતિવિધિનો ક્ષણેક્ષણનો અભ્યાસ કરી કેલ્ક્યુલસનો પાયો નાખ્યો. આર્યભટ્ટીયમાં ગણિત તથા ખગોળશાસ્ત્રી રેખાગણિત વિસ્તાર કલન, વર્ગમૂળ, ઘનમૂળ, શ્રેણી અને આકાશીય આકૃતિઓ પર પણ પ્રકાશ  ફેંક્યો.

પશ્ર્ચિમના વિજ્ઞાની ન્યૂટનનાં સંશોધનોના પાયામાં આર્યભટ્ટનાં સંશોધનો છે. ન્યૂટને તો માત્ર આર્યભટ્ટના સંશોધનોના આધાર પર જ સંશોધનો કર્યાં છે.

આજે પણ પંચાંગ બનાવતી વખતે આર્યભટ્ટની ખગોળીય ગણનાઓનો આધાર લેવાય છે.

ઢળતી ઉંમરે આર્યભટ્ટે પોતાનું બીજું પુસ્તક ‘આર્યભટ્ટ સિદ્ધાંત લખ્યું. આ પુસ્તકના આધારે જ્યોતિષીઓ આજે પણ શુભ મુહૂર્ત કાઢી આપે છે.

ભારતમાં કેટલાંક રાજ્યોમાં વિરોધપક્ષની સરકાર આવી અને તેણે આવાં ગૌરવ અપાવે તેવા વ્યક્તિત્વો અને સંશોધનોને ઇતિહાસમાં સ્થાન આપ્યું. એટલે કેન્દ્ર સરકારના અને કહેવાતા બિનસાંપ્રદાયિકોની વૃત્તિ જાણે અભડાઈ જતી હોય તેમ સળવળી ઊઠી. પરિણામે તૃષ્ટિકરણની લ્હાયમાં આંધળાભીત નેતાઓએ તેને ‘ભગવાકરણ’નું નામ આપ્યું. સાચા અર્થમાં આવાં સંશોધનો માટે ગૌરવ અપાવે તેવા મહાપુરુષોને યાદ કરવાને બદલે વિસારે પાડી દેવાની આ વૃત્તિ માટે શું કહેવું? અને છતાંય આર્યભટ્ટે ખગોળ અને વિજ્ઞાનના ક્ષેત્રે આપેલા પ્રદાનની સ્મૃતિમાં ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ - ભારતીય વૈજ્ઞાનિકોએ ‘આર્યભટ્ટ’ આપ્યું.

(સૌજન્ય : શ્રી જે. જે. વોરા શ્રી યશવંત કડીકર અને ‘ઇન્ટરનલી ટેલેન્ટેડ ઇન્ડિયા-108 ફેક્સ)1આપના પ્રતિભાવો - Your Feedback
Name :
Email :
Title :
Description :
Security Code : *
[Plese insert above code in this textbox.]
   
  '*' are mandatory fields.
પ્રતિભાવો - Your Comments
ચાલુ અંક
સમાચાર અને કાયઁક્ર્મો
જાહેરાત
Copyright © 2009-10 Sadhana Weekly
Created By: DCS