સુવિચાર
સમાજને બદલવાની જવાબદારી પત્રકારત્વની છે. જો સમાજ બદલાશે તો રાજકારણીઓ પણ આપમેળે બદલાશે.

- અરવિંદભાઈ પટેલ
Sadhana - English
જાહેરાત
સાધના સાપ્તાહિક વિશે... - About Sadhana

‘સાધના’ સાપ્તાહિક એટલે શું? શા માટે?

હિન્દુત્વના પ્રાણતત્વથી પ્રેરિત પ્રજાજીવનનાં તરંગો ઝીલતું રાષ્ટ્રધર્મી અને લોકધર્મી પત્રકારત્વ એટલે ‘સાધના સાપ્તાહિક’... ‘સાધના’નો પીંડ રાષ્ટ્રભક્તિથી બંધાયેલો છે...

સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથે વર્ષ ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે ‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથક યાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલે વ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયે ધ્યેય સમર્પિત સામયિકો માટે ટકી રહેવુ અને સાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગ બની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અને અવિરત આગળ ધપતી જ રહી.  ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અને પ્રભાવ સતત ફેલાતો જ ગયો.

‘સાધના’ વૈચારિક આંદોલન માટે પ્રેરકબળ અને લોકશિક્ષણનું સશક્ત માધ્યમ બની રહે એવા જાગૃત પ્રયત્નો સતત થતા જ રહ્યા છે. પ્રારંભથી અત્યાર સુધીમાં ‘સાધના’ અનેક તડકી – છાંયડીના તબકકાઓમાંથી પસાર થયું છે. પશ્ર્ચિમી સમાજવાદની ગુલબાંગોથી માંડીને ઢોંગી બિનસાંપ્રદાયિકતાના ધખારા વચ્ચેય  હિન્દુત્વનો દીપ પ્રજ્વલિત રાખવાનું કર્તવ્ય સાધના સાપ્તાહિકે ભક્તિભાવ અને નિર્ભયતાથી પાર પાડ્યુ છે. 

વર્ષ ૧૯૭૫માં દેશમાં લોકશાહીના સૂર્ય પર કટોકટીનું ગ્રહણ લાગ્યું હતું તે સમયના ‘સાધના’ ના પત્રકારત્વને તો આજેય દેશભરનાં સર્વ ક્ષેત્રોના અગ્રણી વિચારકો અને રાજનેતાઓ દ્વારા ગૌરવભેર યાદ કરવામાં આવે છે.

આજના તીવ્ર વૈચારિક યુદ્ધમાં રાષ્ટ્રિયતા – સિદ્ધાંત્નિષ્ઠ પત્રકારત્વ તથા દેશભક્તિના અડગ અને અટલ સિદ્ધાંત પર મક્કમ રહીને પોતની વાત લાખો લોકો સુધી પહોંચાડવાની ખૂબ મોટી જવાબદારી ‘સાધના સાપ્તાહિક’ પર છે. ‘સાધના’ ફક્ત ગુજરાત માટેનું સાપ્તાહિક નથી પણ ગુજરાતીઓ માટેનું સાપ્તાહિક છે. રાષ્ટ્રભક્તોએ જે સ્નેહ મમતા અને શક્તિ આપ્યાં છે, એના આધાર પર તો ‘સાધના’ કપરા કાળમાંય ટકી ગયું... અને નિરંતર પ્રગતિના પંથે આગળ ને આગળ ધપી રહ્યું છે.

 

સાધના સાપ્તાહિક
ટ્રસ્ટી મંડળ
Trustee, Sadhana Weekly - Gujarati Magazine મુકેશભાઇ શાહ        

તંત્રી

અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી
સાધના આયુ : 17 વર્ષ
ટ્રસ્ટી-અન્ય સંસ્થા : પ્રમુખ - સંપાદક સંગમ દિલ્હી

Trustee, Sadhana Weekly - Gujarati Magazine રસિકભાઇ ખમાર

મુદ્રક – પ્રકાશક તથા ટ્રસ્ટી

અભ્યાસ : એલ.એલ.બી.
વ્યવસાય : એડ્‌વોકેટ એન્ડ નોટરી.
સાધના આયુ : 22 વર્ષ
ટ્રસ્ટી-અન્ય સંસ્થા : દીનદયાલ શોધ સંસ્થાન

Trustee, Sadhana Weekly - Gujarati Magazine સુરેશભાઇ ગાંધી અભ્યાસ : એમ. એ. બી. એડ્‌., ડીટીસી.
વ્યવસાય : નિવૃત્ત આચાર્ય
સાધના આયુ : 6 વર્ષ
ટ્રસ્ટી-અન્ય સંસ્થા : પૂર્વ બૌદ્ધીક પ્રમુખ - ગુજરાત (રા. સ્વ. સંઘ) પૂર્વ  પ્રદેશ મહામંત્રી - ગુજરાત ( ભાજપ )

Trustee, Sadhana Weekly - Gujarati Magazine પ્રવિણભાઇ ઓતિયા અભ્યાસ : ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ
વ્યવસાય : નિવૃત્ત આચાર્ય
સાધના આયુ : 7 વર્ષ
ટ્રસ્ટી-અન્ય સંસ્થા : પૂર્વ પ્રાંત પ્રચારક - ગુજરાત ( રા. સ્વ. સંઘ )

Trustee, Sadhana Weekly - Gujarati Magazine કલ્પેશભાઈ પટેલ અભ્યાસ : બી.કોમ.
વ્યવસાય : પ્રિન્ટીંગ પ્રેસ
સાધના આયુ : 11 મહિના
ટ્રસ્ટી-અન્ય સંસ્થા : જસ્ટીસ ઓન ટ્રાયલ

 
ચાલુ અંક
સમાચાર અને કાયઁક્ર્મો
જાહેરાત
Copyright © 2009-10 Sadhana Weekly
Created By: DCS