‘સાધના’ સાપ્તાહિક એટલે શું? શા માટે?
SadhanaWeekly.com       |    ૨૮-માર્ચ-૨૦૧૮

સાંસ્કૃતિક રાષ્ટ્રધર્મના ઉદઘોષક બની રહેવાની નેમ સાથે વર્ષ ૧૯૫૬ની વિજયાદશમીના દિવસે ‘સાધના સાપ્તાહિક’ની એક ગૌરવવંતી અણથક યાત્રા પ્રારંભ થઇ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમાચાર જગતમાં મૂલ્યનિષ્ઠાના બદલે વ્યવસાયની બોલબાલા વધતી ગઇ... આવા સમયે ધ્યેય સમર્પિત સામયિકો માટે ટકી રહેવુ અને સાથોસાથ વિકાસ સાધવો એ કાંટાળો માર્ગ બની ગયો હતો. ગુજરાતમાં અનેક લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો બંધ પડ્યાં. નવા પ્રારંભ પણ થયા, પરંતુ ‘સાધના સાપ્તાહિક’ની સાધના અખંડ અને અવિરત આગળ ધપતી જ રહી. ગુજરાતની ભૂમિ ઉપર તેનો પ્રસાર અને પ્રભાવ સતત ફેલાતો જ ગયો.

વર્ષ ૧૯૭૫માં દેશમાં લોકશાહીના સૂર્ય પર કટોકટીનું ગ્રહણ લાગ્યું હતું તે સમયના ‘સાધના’ ના પત્રકારત્વને તો આજેય દેશભરનાં સર્વ ક્ષેત્રોના અગ્રણી વિચારકો અને રાજનેતાઓ દ્વારા ગૌરવભેર યાદ કરવામાં આવે છે.

આજના તીવ્ર વૈચારિક યુદ્ધમાં રાષ્ટ્રિયતા – સિદ્ધાંત્નિષ્ઠ પત્રકારત્વ તથા દેશભક્તિના અડગ અને અટલ સિદ્ધાંત પર મક્કમ રહીને પોતની વાત લાખો લોકો સુધી પહોંચાડવાની ખૂબ મોટી જવાબદારી ‘સાધના સાપ્તાહિક’ પર છે. ‘સાધના’ ફક્ત ગુજરાત માટેનું સાપ્તાહિક નથી પણ ગુજરાતીઓ માટેનું સાપ્તાહિક છે. રાષ્ટ્રભક્તોએ જે સ્નેહ મમતા અને શક્તિ આપ્યાં છે, એના આધાર પર તો ‘સાધના’ કપરા કાળમાંય ટકી ગયું... અને નિરંતર પ્રગતિના પંથે આગળ ને આગળ ધપી રહ્યું છે.

સાધના અને સોશિયલ મીડિયા

કે છેલ્લા ૬૦ વર્ષથી રાષ્ટ્રીય વિચાર ફેલાવતું સાધના સપ્તાહિક પણ સોશિયલ મીડિયા પર બધા માટે ઉપલબ્ધ છે….

Website – www.sadhanaweekly.com

Facebook – sadhanasaptahik – Gujarat news

Youtube - sadhanaweekly

Twiter – sadhana saptahik

Instagram – Sadhana Saptahik

સોશિયલ મીડિયાના આટલા મંચ પર હાલ સાધના કાર્યરત છે.

સાધના સાપ્તાહિક ટ્રસ્ટી મંડળ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

 • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
 • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.

પ્રવિણભાઈ ઓતિયા

 • શ્રી પ્રવીણભાઈ ઓતિયા સંઘના વરીષ્ઠ સ્વયંસેવક, ૧૯૭૫થી સંઘના પ્રચારક છે.
 • ૨૦૦૭થી સાધનાના ટ્રસ્ટી શ્રી.
 • પોસ્ટ ડિપ્લોમાં ઈન ઈલેકટ્રીકલ ઇન્સટ્રુમેન્ટેશનનો અભ્યાસ, નિવૃત આચાર્ય.
 • અગાઉ ૧૯૮૬થી ૨૦૦૫ સુધી પંજાબમાં પ્રચારક તરીકે જવાબદારી નીભાવી.
 • ૨૦૦૬થી ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે પણ રહ્યાં હતા.
 • વર્તમાનમાં રાષ્ટ્રીય સેવા ભારતી, પશ્ર્ચિમ અને મધ્યક્ષેત્રમાં સંયોજક તરીકે જવાબદારી નિભાવે છે.

રસિકભાઇ ખમાર (મુદ્રક – પ્રકાશક તથા ટ્રસ્ટી)

 • સાધના સપ્તહિકના મુદ્રક – પ્રકાશક તથા ટ્રસ્ટી છે
 • અભ્યાસ : એલ.એલ.બી.
 • વ્યવસાય : એડ્વોકેટ એન્ડ નોટરી.
 • ટ્રસ્ટી-અન્ય સંસ્થા : દીનદયાલ શોધ સંસ્થાન
રસીકભાઈ સાધનાના મુદ્રક પ્રકાશક અને ટ્રસ્ટી છે. તેઓ ૨૧ વર્ષથી સાધના સાથે જોડાયેલા છે. એલ.એલ.બીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે વકીલ છે. ઉપરાંત તેઓ દીનદયાલ શોધ સંસ્થાન, રામકૃષ્ણ મીશન સ્કુલ જેવી અનેક સામાજિક સંસ્થાઓમાં પણ ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવે છે.

શ્રી સુરેશભાઈ ગાંધી

 • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
 • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
 • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
 • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
 • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
 • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.

કલ્પેશભાઈ પટેલ

 • કલ્પેશભાઈ માણેકલાલભાઈ પટેલ સાધનાના ટ્રસ્ટી શ્રી.
 • જન્મ : ૧૨-૧૦-૧૯૬૦
 • નિવાસ : કર્ણાવતી
 • પ્રિન્ટીંગ પ્રેસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કર્ણાવતી ખાતે રાજકલ્પ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવે છે.
 • પ્રિન્ટીંગમાં નવીનતા અને ઈન્ટરનેશનલ કક્ષાએ લેટેસ્ટ ટેકનોલોજી સજ્જ ક્વોલીટી પ્રિન્ટિંગ પ્રોવાઈડ કરે છે.
 • પ્રિન્ટીંગ માટે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે.

છેલ્લાં દસ વર્ષથી એમ. એસ ફાઈન આર્ટ્સ બરોડા, આણંદ, સુરતની ફાઈન આર્ટસની સહિત અનેક સંસ્થાઓના સ્ટુડેન્ટ્સ ઈન્ટર્નશીપ માટે રાજકલ્પ પ્રિન્ટીંગ પ્રેસ પર આવે છે. દર વર્ષે ૬૦-૭૦ વિદ્યાર્થીઓ. દિવસો સુધી પ્રેકિટકલ નોલેજ લે છે. આ રીતે કલ્પેશભાઈના માર્ગદર્શનમાં ભવિષ્યના ડિઝાઈનરોને ડિઝાઈન વર્ક પેપર પર કઈ રીતે સારી રીતે મૂકી શકાય તેનું પ્રેકિટકલ જ્ઞાન અપાય છે. પ્રિન્ટીંગમાં કલર મેનેજમેન્ટનું પરફેકશન ઈન્ડિયાના બહું જ રેર પ્રિન્ટીંગ પ્રેસમાં થાય છે તેમાનું રાજકલ્પ એક છે. જસ્ટીસ ઓન ટ્રાયલના ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી નિભાવે છે.

અગાઉ તેઓ સમુત્કર્ષ સંસ્થાનમાં સેક્રેટરી રહી ચુકયા છે. રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધા શ‚ કરાવવામાં મહત્વનો રોલ ભજવ્યો. ગુજરાતમાં અનેક શાળાઓમાં ફરીને આ કાર્યને વેગ આપ્યો.

શ્રી ધર્મેન્દ્રભાઈ નાયક

 • શ્રી ધર્મેન્દ્રભાઈ નાયક સાધનાના વ્યવસ્થાપક (જનરલ મેનેજર) છે.
 • ત્રણ દાયકા જેટલાં દીર્ઘ કાળથી સાધના સાથે જોડાયેલા છે.
 • સમગ્ર ગુજરાતમાં તેઓ શ્રી સાધનાના પ્રચાર પ્રસારની જવાબદારી સફળતા પૂર્વક નિભાવે છે.

સંપાદક ટીમ

શ્રી રાજ ભાસ્કર

શ્રી રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરતાનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.

શ્રી હિતેશ સોંડાગર

સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળાવી છે. હલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.

શ્રી સંજય ગોસાઇ

સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળાવી છે. હલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…