હાલ કળિયુગનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે: પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન તેનો કાળ દર્શાવતાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત... અર્થાત્ એવા સમયે જ્યારે ધર્મની તમામ પ્રકારની હાનિ થાય છે. મતલબ કે અધર્મની શક્તિનો પ્રભાવ સંસારમાં વધવા લાગે ત્યારે હું ખુદ અવતાર ધરું છું. ખુદને જે આવશ્યક ‚પ છે તે ‚પમાં હું પ્રગટ થઉં છું. ભગવાનની જ‚ર ત્યારે પડે છે જ્યારે હિરણ્યકશ્યપુ અને રાવણ જેવા રાક્ષસો પેદા થાય છે અને આટલા મોટા અધર્મીઓના આગમનને સમય લાગે છે. હાલ કાલિકાલનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. અધર્મનું નાનું અમથું પદાર્પણ છે. વ્યવસ્થા સામે અવ્યવસ્થા વધી રહી છે, ત્યારે વ્યવસ્થાને યોગ્ય કરવા માટે ભગવાન શું કરે છે ? ભગવાન પોતાની વિભૂતિનો અંશ કોકનામાં છોડી દે છે અને તેનાથી કામ ચલાવે છે. ભગવાન ગીતામાં એમ પણ કહે છે કે, ઈશ્ર્વર તમામને કઠપૂતળીની માફક નચાવે છે. પરંતુ, તકલીફ એ છે કે, સૂત્રધાર પોતાની હાથની દોરી જ્યારે ખેંચે છે. તો કઠપૂતળી હાથ ઉપર કરે છે, પરંતુ જે અહંકારી જીવો છે તે હાથને બદલે પગ ઊંચે કરવાની જીદ કરે છે. પૂર્ણ ‚પથી ભગવાનને જે સમર્પિત હોય, નિરાભિમાની હોય તેમાં ભગવાન પોતાનો અંશ છોડી દે છે. એટલે કે એવા વ્યક્તિને ભગવાન પોતાનું નિમિત્ત બનાવી પોતાની વિભૂતિ પ્રગટ કરે છે. મને લાગે છે કે જો હાલ ભગવાન ફરીવાર કોઈને ગીતા કહેતા કહેશે કે, ‘સંન્યાસી નામ શિવાનંદોહમ્’ કારણ કે ગુરુદેવે જબરજસ્ત પરિવર્તન કર્યંુ છે. એક જગ્યાએ બેસી મુમુક્ષોને ઉપદેશ આપતા હતા. ઉપનિષદોમાં પણ તપસ્વીઓ ઋષિઓ એ જ રીતે ઉપદેશ, જ્ઞાન આપતા. ભગવાન ઈન્દ્ર, વિરોચન પણ ભગવાન પાસે જ્ઞાન મેળવવા જાય તો ભગવાન તેમને કહે કે પહેલાં તપ કરો, બાદમાં પ્રશ્ર્ન કરો. ભગવાન શ્રીકૃષ્ણએ ક્રાંતિ કરી પોતાના શિષ્યને યુદ્ધના રણમાં જ્ઞાન આપ્યું હતું. આવી જ ક્રાંતિ શિવાનંદ મહારાજે કરી હતી. સાધકો તેમની પાસે પહોંચતા પહેલાં જ તેઓ ખુદ સાધકો પાસે દોડી પહોંચી જતી. તેમણે હરિદ્વારથી સેવાકાર્યની ગંગોત્રી શ‚ કરી, જેના સંકલ્પ ‚પે આપણને સ્વામી ચિંદાનંદજી પ્રાપ્ત થયા. જ્યારે કોઈ સંત પુરુષ પોતાના શિષ્યનું નામાંકરણ કરે છે, ત્યારે તેનો કોઈ ચોક્કસ અર્થ થતો હોય છે. ચિદાનંદજીના નામાંકરણને જોઉં છું ત્યારે મને લાગે છે કે ચિદાનંદજીનું આનાથી વિશેષ નામાંકરણ બીજું હોઈ જ ન શકે. ચિદાનંદને અંગ્રેજીના મૂળાક્ષરોની રીતે જુઓ :
C = Embodiment of compassion and care - કરુણાનો અવતાર
H = Holiness - પવિત્રતાનું મૂળ સ્વ‚પ
I = Intelligent - શાસ્ત્ર-વ્યવહારિક દૃષ્ટિથી પૂર્ણ
D = Daya - દયાનું મૂર્ત સ્વ‚પ
A = એબલ - સક્ષમ
N = Never Say 'no' - ક્યારેય ના નહીં
ક્યારેય પણ કોઈને ના કહી ન હતી. તેમના આ પ્રકારના ગુણો જોઈને જ ગુરુજીએ તેમને ચિદાનંદ નામ આપ્યું હોવું જોઈએ.
ગંગોત્રીથી નીકળેલી ગંગા કેટલાય લોકોની તરસ છીપાવે છે. ભૂખ્યાજનોની ભૂખ સંતોષવાનું નિમિત્ત બને છે. તેવી જ રીતે શિવાનંદ આશ્રમમાંથી ગુરુદેવ દ્વારા નીકળેલો એક સંકલ્પ આ આશ્રમ ‚પે અમદાવાદ પહોંચ્યો છે. ૧૯૭૦માં આ સ્થાન કેવું હતું ? અને આજે કેવું શોભી રહ્યું છે. ચિદાનંદજીના સંકલ્પથી આજે આ સ્થાન રમણીય આધ્યાત્મિક બની ચૂક્યું છે. અમદાવાદના દશનામ સંપ્રદાયના જેટલા આશ્રમ છે. તે તમામ આશ્રમોમાંથી માત્ર આ જ આશ્રમ પાસે આટલું મોટું સત્સંગ ભવન છે. ગુરુદેવના સંકલ્પથી આપણને ચિદાનંદજી મળ્યા, તો ચિદાનંદજીના સંકલ્પથી આપણને પૂજ્ય અધ્યાત્મનંદજી મળ્યા છે. કહેવાય છે કે નવ-દસ મહિનામાં બાળક જન્મે છે ત્યારે અધ્યાત્મનંદજીએ નવ-દસ મહિનામાં આટલું વિશાળ સત્સંગ ભવન ઊભું કરી દીધું છે. અહીં સંપૂર્ણ નિષ્ઠાથી ધર્મની સ્થાપના, સંસ્કારની સ્થાપના થઈ રહી છે અને એ જ શુભ સંકલ્પને આગળ ધપાવવા માટે આ સત્સંગ ભવનનું નિર્માણ થયું છે. અહીં નિરંતર અધ્યાત્મની ઊર્જા વધતી રહે, જીવંત રહે અને તેના થકી સમાજનાં કાર્યો થતાં રહે તેવી પ્રાર્થના.