મૌન પણ એક વક્તવ્ય છે : જય વસાવડા

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


Love (પ્રેમ) અને કીતિં Lust (વાસના) માં ફરક શું છે ? To give એટલે Love આપવું. To have એટલે Lust કીતિં મેળવવું.
શ્રીરામ એટલે Love અને રાવણ એટલે Lust કીતિ.ં સ્વામીજીની ભૂમિકા To give ની છે. આશ્રમની ભૂમિકા આપવાની છે અને વિશ્ર્વભરમાં જેમણે આપ્યું છે ત્યાં ભીડ છે. અમિતાભ બચ્ચન અને સચીન તેંડુલકરના બંગલા છે. તેની આસપાસ પણ બંગલા જ છે, પણ એમના બંગલે જે ભીડ હોય છે તેવી બીજા બંગલે નથી હોતી. અમિતાભે અભિનયનું મનોરંજન પૂરું પાડ્યું, સચીને ક્રિકેટનું મનોરંજન આપ્યું. આપ્યું માટે ભીડ છે. બાકીનાએ સમાજને કંઈ આપ્યું નથી માટે ભીડ નથી અને તમે આપવાની ભૂમિકા પર આવો એનો આનંદ છે.
મહાભારતમાં એક રસપ્રદ વિષય છે. મહાભારત યાદ આવ્યું. એનો અર્થ એવો નથી કે એમાં મૌન છે. ત્યાં મૌન નથી. ગીતામાં શ્ર્લોકો રચાયા છે જેમાં ૭૦૦ શ્ર્લોકોમાંથી ૨૦૦ શ્ર્લોકોનું તો પુનરાવર્તન થાય છે. ૫૦૦ શ્ર્લોક અસલી ગીતા છે. તેને ભજ્ઞળાજ્ઞતય કરીને મૂકો તો છાપાનું એક પાનું થાય. જ્ઞાનને લંબાવી લંબાવી બહેલાવીને કથા કરવાનો પ્રશ્ર્ન નથી.
મહાભારતમાં એક પ્રસંગ છે. જ્યારે પાંડવોની છાવણીમાં અશ્ર્વત્થામા ઘૂસી ગયો અને બધા પુત્રોની હત્યા કરી નાખે છે એ શોભે એવું કૃત્ય નથી. અશ્ર્વત્થામાને પકડી લેવાય છે. તેને કૃષ્ણ પાસે લાવવામાં આવે છે. કૃષ્ણ જાણે છે કે એની પાસે બ્રહ્માસ્ત્ર છે. જે અર્જુન સિવાય કોઈ રોકી શકે તેમ છે નહીં. અર્જુન હતો નહીં એટલે શ્રીકૃષ્ણ તેને સજા કર્યા વિના પકડી રાખે છે. ત્યારે દ્રૌપદી સ્વાભાવિક રીતે અકળાય છે, કારણ કે તેના પુત્રો હણાયા છે. આટલાં વર્ષોથી અલગ અલગ રીતે નિભાવેલાં કામ દ્રૌપદીને ખબર છે. દ્રૌપદીને એ પણ ખબર છે કે કૃષ્ણ જે નિર્ણય લે તે કૃષ્ણાર્પણ જ કરવાનો, છતાં તે બોલી ઊઠે છે અને કૃષ્ણને કહે છે : ‘તમારી સુભદ્રાનો અંશ જીવે છે. મારા બધા અંશનો નાશ થયો છે. કૃષ્ણ, તમને મારી પહેલાની જેમ પડી નથી.’ દ્રૌપદી બ્રહ્માસ્ત્ર વિશે કંઈ જાણતી નથી. તે કૃષ્ણને પક્ષવાદનું મહેણું મારે છે. કૃષ્ણ ધારત તો જવાબ આપી શકત. એમણે એના માટે કયાં કયાં કાર્યો કર્યાં છે તે ગણાવી શકત અને કહી શકત કે તને કોઈ હક્ક નથી કે તું મારા પર આવો આક્ષેપ મૂકી શકે.
લોકોને એવી ટેવ હોય છે કે ફૂટબોલની રમતમાં ખેલાડીએ કેટલા ગોલ કર્યા એના કરતાં કયો ગોલ છોડ્યો એ યાદ રાખશે.
કૃષ્ણ કંઈ બોલ્યા નહીં. મૌન રહ્યા. જીવનમાં એવા સંજોગો ઊભા થાય છે જ્યાં કૃષ્ણ જેવા કૃષ્ણએ પણ મૌન સેવવું પડે છે. મૌન એ પણ એક વક્તવ્ય જ છે. અહીં કૃષ્ણ ભગવાને મૌન સેવ્યું તેનાં કારણો હોઈ શકે.
૧. માએ પોતાના સંતાનો ગુમાવ્યા છે તેની પીડા છે. તેને તમે ગમે તેટલાં આશ્ર્વાસન આપો એનો કોઈ અર્થ નથી માટે મૌન રાખવું.
૨. કૃષ્ણ તો જીવનના આવા અનેક અનુભવમાંથી પસાર થયા હશે. એમને ખબર છે, આક્ષેપ થાય તો જવાબ ના આપવાનો હોય, કારણ કે વાત સ્તરથી ઘણી નીચે ઊતરી ગઈ છે.
૩. ‘મારી જાત સાથેનો સંવાદ’ પુસ્તકમાં લેખકે લખ્યું છે - કોઈ વાતના ખુલાસાઓ ક્યારેય ના હોય, કારણ કે શત્રુઓ માનવાના નથી અને મિત્રોને એની જ‚ર નથી.
મિત્રો, કૃષ્ણનું મૌન આ ભૂમિકા પર હોઈ શકે. વેદનાની ભૂમિકાએ હોઈ શકે.
રજનીશ વિદ્વાન અને વક્તા તરીકે પ્રખ્યાત હતા. તેઓ દેશ-વિદેશમાં પ્રવચનો આપતા. તેમણે કહ્યું હતું, ‘હું આટલાં પ્રવચન કરું છું, પણ અંગત રીતે માનું છું કે જગતની શ્રેષ્ઠ અનુભૂતિ ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.’
એક વખત બુદ્ધે સભા ભરી. વ્યાખ્યાનની તૈયારી હતી. બુદ્ધ તો મર્મી વચનો બોલે. તેઓ શ‚આત કરે એ પહેલાં ત્યાં ઝાડની ડાળ પર બેઠેલું પક્ષી ટહુક્યું. બુદ્ધે આંખ ખોલી અને શ્રોતાગણ સામે હાથ જોડી કહ્યું, ‘આજનું વ્યાખ્યાન સમાપ્ત’. આ વાતાવરણને બોલીને બગાડાય નહીં. અમુક ક્ષણો આપણે બોલીને બગાડતા હોઈએ છીએ. ધીમો ધીમો વરસાદ પડતો હોય કે ચળાઈને ચાંદની આવતી હોય કે તારામઢ્યું આકાશ દેખાતું હોય અથવા તો ક્યાંક એકતારાનો કે ભજનનો સૂર સંભળાતો હોય. તમે એ દૃશ્ય વિચારો. હવે એ ક્ષણે તમારા મોબાઈલની રીંગ રણકે તો તમને લાગશે કે જાણે શીરાના કોળિયા ભરતા હોઈએ ત્યાં વચ્ચે કાંકરો આવી ગયો. શાશ્ર્વત આનંદ તૂટી ગયો.
બુદ્ધની પરંપરામાં જ એક સાધુ પીકુસેન, તેણે ખૂબ સાધના કરી. તેને રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને રાજાએ પૂછ્યું, ‘તને શું પ્રાપ્તિ થઈ ?’ એ કંઈ કહ્યા વગર પાછા ચાલ્યા ગયા. એમને ફરી વખત પકડવામાં આવ્યા અને રાજાએ કહ્યું, ‘કહેવું જ પડશે કે શું પ્રાપ્ત કર્યંુ આટલાં વર્ષોમાં ?’ એવું નોંધાયું છે કે સદીઓ પહેલાં રાજાના દરબારમાં પીકુસેને વાંસળી પર તાન છેડી. સૂર પૂરો થયો એટલે નમસ્કાર કરી કહ્યું, ‘આટલું મને પ્રાપ્ત થયું.’ પ્રાપ્તિ એ શબ્દોનો વિષય નથી. આપણે ધ્યાનમાં બેસીએ પછી કોઈ પૂછે, ‘શું અનુભૂતિ થઈ ?’ તો કોઈ કહેશે લાલ પ્રકાશ દેખાયો ને કોઈ કહેશે ભૂરો પ્રકાશ દેખાયો. હું તેમને સવાલ પૂછું - લાલ રંગ એટલે શું ? મરચાનો, લોહીનો, કંકુનો રંગ લાલ હોય છે. એમ્બ્યુલન્સમાં, મંગળસૂત્રમાં અને પાનેતરમાં પણ લાલ રંગ હોય તો શું સમજવું. આ તો ઉપમા આપી. હવે એક પ્રજ્ઞાચક્ષુ બેઠા હોય તો એમને લાલ રંગ કેવી રીતે સમજાવશો ? આપણે ત્યાં બાલમંદિરથી શીખવવામાં આવે છે.
‘લાલ-પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય,
બાકીના બીજા બધા મેળવણીથી થાય.’
આ સમજાવવા પણ શબ્દોની મર્યાદા આવી જાય છે. એવું જ સ્વાદનું છે ખારું, ગળ્યું, ખાટું સ્વાદ એ સ્વાદ જ છે. ખાંડને કડવી કહી દો તો પણ તે તેનું ગળપણ ગુમાવતી નથી. મૂળ વાત છે કે સ્વાદ, સ્પર્શ, રંગ. અનુભૂતિનો વિષય છે. પંચેન્દ્રિય અનુભૂતિ છે. એક સાથે બે વ્યક્તિને જુદી જુદી અનુભૂતિ થાય. એના જીવન મુજબ, એના perception મુજબ જુદું જુદું વિચારો, અધ્યાત્મમાં જ નહીં કળામાં પણ આ જ વાસ્તવિકતા છે.
શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ સુંદર લખ્યું છે - એક વૃદ્ધા હરિદ્વાર ગઈ. ગંગાના પાણીને આંખ પર લગાડ્યું અને સહસા બોલી ઊઠી, ‘ગંગામૈયા, તોહરા દર્શન હોઈ ગવાહ’ આ ભારત છે. આપણે ત્યાં હંમેશા દર્શનને પ્રાધાન્ય અપાયું છે. આંતરદર્શનનું મહત્ત્વ છે. આપણે ત્યાં કોઈએ નરસિંહ મહેતા પર, મીરાં પર, ગાલિબ પર પી.એચડી. કર્યંુ, પણ જેમના પર પી.એચડી. કરવામાં આવ્યું. તે લોકો પી.એચડી. નહોતા.
એક વાત છે. એક સમય હતો. જ્યારે માનવજાતમાં કોઈ ભેદ નહોતો. પ્રદેશ, સંસ્કૃતિ, રંગ કોઈ જ ભેદ નહીં. એક વખત આખી માનવજાતે સ્વર્ગમાં જવાનું નક્કી કર્યંુ. તેના માટે ઊંચો ટાવર બનાવ્યો. આ જોઈ ઇન્દ્રાસન ડોલે તેમ પ્રભુ હાલી ગયા. તેમણે વિચાર્યંુ કે બધા ટાવરમાંથી સીધા આવી જશે, પણ બધા લાયક નથી. આ જોઈ પ્રભુએ યુક્તિ વાપરી ભાષા બનાવી. બધું ખતમ. વાણીથી લાગણીઓ દુભાઈ જાય. જીભ એ હાડકા વગરનું અંગ છે, પણ કેટલાંયના હાડકાં તોડી નાખે. ડોંગરેજી કહેતા - લૂલીને લાડ કરશો નહીં. શબ્દોના ઘા રુઝાતા નથી. એમાં ને એમાં દેશના ભાગલા પડી ગયા છે. વેર જીભથી થાય.
કોન્ફ્યુશિયસ કહેતા - તમારા સંસારમાં યુદ્ધનો નાશ કરવો હોય તો ડિકશનરીનો નાશ કરો. સંસારનું કે બહારનું યુદ્ધ યલજ્ઞ વીિિં થવાથી થાય છે.
પાયાની વાત એ છે કે માણસ હંમેશા શબ્દથી જ વ્યક્ત થાય એવું જ‚રી નથી, શબ્દ સિવાય પણ વ્યક્ત થઈ શકે.