સ્વામીજીએ ભગવાન વિષ્ણુની જેમ સંસ્થાનું પાલન કર્યું : પૂ. સ્વામી શ્રી વિશોકાનંદજી મહારાજ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


દિવ્ય વિભૂતિ સ્વામી શિવાનંદજીના પાવન ચરણોમાં શત શત પ્રણામ. તેઓ હંમેશા પ્રેરણાસ્રોત રહ્યા છે. અમને પણ અભેદની ભાવનાથી કૃપાપ્રસાદ આપ્યો એવા સ્વામી ચિદાનંદજીને શત શત પ્રણામ. નદીઓ સ્વયંના જળનું સ્વયં પાન નથી કરતી, વૃક્ષ સ્વયં પોતાનાં ફળ ખાતાં નથી, વાદળ સંપૂર્ણ સંસારને અભિસંચિત કરે છે પણ સ્વયં જળનો ઉપયોગ નથી કરતાં. એવી જ રીતે સ્વામી શિવાનંદજી, સ્વામી ચિદાનંદજીના પરમકૃપાપાત્ર સ્વામી અધ્યાત્માનંદજી સમષ્ટિ માટે પ્રસાદ‚પ છે.
માતા અનસૂયાના સંસર્ગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બાળક થયા. વાત્સલ્ય ક્ષણિક પ્રાપ્ત થયું. તેમણે અધિક સાંનિધ્યની ઇચ્છા વ્યક્ત કરી. માતાએ ત્રણેને સાથે અવતરિત થવા માટે કહ્યું. તેઓ દત્તાત્રેય ‚પમાં પ્રગટ થયા. સ્વામી શિવાનંદજી જેવા મહાપુરુષ ભગવાન શિવના ‚પમાં રહ્યા. સ્વામી ચિદાનંદજીએ ભગવાન વિષ્ણુ જેમ સંસારનું પાલન કરે છે, તેમ સંસ્થાનું પાલન કર્યંુ અને અમારા પરમસ્નેહી સ્વામી અધ્યાત્માનંદજી બ્રહ્માજીએ જેમ સૃષ્ટિનું સર્જન કર્યંુ તે રીતે અધ્યાત્મનું સર્જન કરી રહ્યા છે. તેનું દર્શન કરીએ છીએ.
આ ભવનનો વિજયાદશમીના દિવસે શિલાન્યાસ થયો. સ્વામી શિવાનંદજી અને સ્વામી ચિદાનંદજીની શક્તિ અને સ્વયંની ગુરુભક્તિને કારણે સફળતા પ્રાપ્ત થઈ છે. આપણે શુભ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતા રહીએ અને એમની શાશ્ર્વત કૃપામાં રહીએ, એ જ પ્રાર્થના.