જાણો વિશ્વનો સૌથી ખુશ માણસ કઇ રીતે ખુશ રહે છે

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૬

 


મેથ્યુ રિકાર્ડ 70 વર્ષના તિબેટિયન બૌદ્ધ ભિક્ષુ. સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટ-2016માં તેમને દુનિયાના સૌથી ખુશ માનવી ગણાવાયા છે. પણ મેથ્યુ તેનાથી ખુશ નથી. તે કહે છે ખુશીથી જ વધારે દુ:ખી છું. તેથી મને સૌથી ખુશ વ્યક્તિ ના કહો! અત્રે ઉલ્લેખનીય છે કે મેથ્યુએ 44 વર્ષ પહેલાં 26 વર્ષની વયે ફ્રાન્સથી નીકળીને નેપાળમાં ધ્યાન-આરાધના કરી છે.

 

મેથ્યુના મતે ખુશીના સોનેરી સુત્રો… 

  • તુલના જ ખુશીની સૌથી મોટી શત્રુ છે. તે કોઇ પણ વસ્તુની ખુશી સમાપ્ત કરી નાખે છે. આપણે ક્યારેય આપણી તુલના બિલ ગેટ્સ સાથે ના કરવી જોઇએ. હા, પાડોશી સાથે તુલના કરી શકીએ છીએ પણ સવાલ આ છે કે તેની જરૂર શું છે.
  • તુલનાથી આપણે આપણા જીવનના ઉદ્દેશ્યને ભૂલી જઇએ છીએ. આપણે તેવા સુખ વિશે વિચારવા લાગીએ છીએ જે આપણાથી દૂર છે. પણ આ પ્રક્રિયામાં આપણે તે સુખને પણ ભૂલી જઇએ છીએ જે આપણી પાસે છે. તેને આમ પણ સમજી શકાય છે. હવાઈ પ્રવાસ દરમિયાન એક વખત મને બિઝનેસ ક્લાસની ટિકિટ ઓફર કરાઈ હતી. મેં ઈનકાર કરી દીધો. કારણ સ્પષ્ટ છે. જો હું એવું કરું તો ફરી ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતી વખતે મને બિઝનેસ ક્લાસની સુવિધાઓ યાદ આવશે. તેનાથી હવાઈ પ્રવાસ કરવા છતાં મને તેની ઊણપો વધુ દેખાશે...
  • આપણે પ્લીઝન્ટ સેન્સેશન અને સ્થાયી આનંદનું અંતર પણ સમજવું પડશે. જેમ કે સ્વાદિષ્ટ ભોજન પ્લીઝન્ટ સેન્સેશન છે, પરંતુ તે આનંદની ખાતરી નથી.
  • આપણને આપણા ઓબ્જેક્ટ અંગે પણ સારી રીતે માહિતી હોવી જોઈએ. જેમ કે એક સુંદર મહિલા અથવા પુરુષ કોઈ અન્ય વ્યક્તિ માટે આકર્ષણનું કારણ હોઈ શકે છે પરંતુ સંન્યાસી માટે તે ધ્યાન ભટકવાનું કારણ હોઈ શકે છે અને કોઈ વરુ માટે તે માત્ર શિકાર હોઈ શકે છે.
  • સ્વાભાવિક છે કે આપણે આપણા ઓબ્જેક્ટને સાચી રીતે ઓળખી લઈએ તો દુ:ખના કારણોથી બચી શકીએ છીએ.

 

- માણસમાં અહંકાર ઘર કરી જાય તો અન્ય વ્યક્તિ શક્તિશાળી લાગવા લાગે અને સ્વતંત્રતા ખતમ થઈ જાય. એવામાં આનંદની કલ્પના અર્થહીન છે.