હોંગકોંગમાં દેખાયું કાઠિયાવાડી ખમીર...જ્યાં જ્યાં વસે ગુજરાતી...

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૬


 

 

 હોંગકોંગમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું હતું. જેમાં દેશપ્રેમીઓએ ખુલ્લા દિલે  લાખો રૂપિયા ઉડાવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે  એકઠા થયેલા રૂપિયા ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો પરિવારજનો સુધી પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

  મહત્વની વાત એ છે કે કાઠિયાવાડીઓ મોટી સંખ્યામાં હોંગકોંગમાં વસે છે. જેઓએ ઉરીના શહીદોના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતથી ગયેલા કલાકારોએ જમાવટ કરી હતી. હોંગકોંગની હોટલ મેરીઓટમાં યોજાયેલા ભવ્ય ડાયરામાં સૈનિકોના લાભાર્થે કાઠિયાવાડી મિત્રમંડળના સભ્યોએ ઉદાર હાથે રૂપિયાની વર્ષા કરી હતી. જેથી ડાયરા દરમિયાન લાખો રૂપિયા શહીદોના પરિવારજનો માટે એકઠા થયા હતાં. હોંગકોંગમાં કાઠિયાવાડી મિત્ર મંડળ (KMM) દ્વારા યોજાયેલા દેશભક્તિના લોક ડાયરામાં મોર બની થનગાટ કરે જેવા ગીતોની સાથે ભજનનો આસ્વાદ કરાવ્યો હતો. સાથે પ્રોફેશન કલાકારોએ રજૂ કરેલા ભાવવાહી ગીતોના તાલે લોકો રીતસર ઝૂમી ઉઠ્યા હતાં.