શું હવે ૧૦૦ ની નોટ બંધ થશે?

    ૧૦-નવેમ્બર-૨૦૧૬


 

એવું કહેવાય છે કે અર્થક્રાંતિ સંસ્થાના અનિલ બોકિલ સાથે ૯ મિનિટના એપોઇમેન્ટમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ૨ કલાક આપ્યા. અર્થક્રાંતિના તેમના સૂચનો સાંભળ્યા અને પછી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ પર પ્રતિબંધ લગાવાયો…અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થાએ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટોની સાથે ૧૦૦ રૂપિયાની નોટો પર પણ પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યુ હતું. પણ જો ૧૦૦ની નોટ પર હાલ પ્રતિબંધ લાગે તો વ્યવહારુ જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય…માટે કદાચ હાલ પૂરતો ૧૦૦ની નોટ પર પ્રતિબંધ લગાવાયો નથી…અને હા ૧૦૦ ની નકલી નોટો પણ ભારતીય બજારમા ફરે જ છે…તેનુ પણ કંઈક તો કરવું જ પડશે ને! એટલે કદાચ લાગે છે કે આવનારા સમયમા ૧૦૦ અને ૫૦ની નોટનો વારો છે….જો કે ગભરાવાની જરૂર નથી…કદાચ આવુ ન પણ થાય…પણ આપણે તો કોમન મેન! તૈયાર રહેવું સારુ…દેશ માટે આપણે બે-ત્રણ દિવસ થોડા હેરાન ન થઈ શકીએ?