કેરલની હિંસા અને વર્તમાન સમસ્યાઓના સમાધાન માટે ચિંતા, ચિંતન અને ઠરાવો

    ૧૨-નવેમ્બર-૨૦૧૬

રા. સ્વ. સંઘ અ. ભા. કાર્યકારી મંડળ બેઠક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક તારીખ ૨૩, ૨૪ તથા ૨૫મી ઑક્ટોબર-૨૦૧૬ના રોજ હૈદરાબાદમાં ભાગ્યનગર ખાતે યોજાઈ ગઈ.
બેઠકની શ‚આતમાં મા. સરકાર્યવાહ દ્વારા વાર્ષિક વૃત્તાંત રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ. પૂ. સરસંઘચાલકજી સહિત પધારેલ બધા જ કાર્યકારી મંડળના સદસ્યોનું ભાવભીનું સ્વાગત કરાયા બાદ ગયા વર્ષે થયેલી કાર્યકારી મંડળની બેઠક પછી સ્વર્ગવાસી થયેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
આવા મહાનુભાવોમાં ગુજરાતમાં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ - બોચાસણ, પૂજ્ય ઇન્દિરા બેટીજી- વડોદરા, સ્વ. શ્રીમતી દિવાળીબેન ભીલ- જૂનાગઢ, સ્વ. શ્રીમતી ઊર્મિલાબેન પટેલ- કર્ણાવતી, સ્વ. શ્રી પ્રફુલભાઈ દોશી- રાજકોટ, સ્વ. શ્રીમતી પૂર્ણિમાબેન પકવાસા- ડાંગને શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જુદી જુદી પ્રાકૃતિક આપદાઓ તેમજ આતંકવાદીઓના હાથે મૃત્યુ પામેલા સર્વસામાન્ય માણસો તેમજ દેશની રક્ષાહેતુ પોતાના જીવનની આહુતિ આપનારા સુરક્ષાકર્મીઓ પ્રત્યે કાર્યકારી મંડળ દ્વારા શોકની લાગણી વ્યક્ત કરી તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વિભિન્ન રાજ્યોમાં જેહાદી સાંપ્રદાયિક હિંસા પર સંઘનું વક્તવ્ય

બેઠકના અંતમાં સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગત કેટલાક દિવસોમાં બંગાળ, તમિલનાડુ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં અતિવાદી જેહાદી તત્ત્વો દ્વારા આચરાયેલી ક્રૂર સાંપ્રદાયિક હિંસા તેમજ પ્રસ્થાપિત સત્તાકેન્દ્રોની નિષ્ક્રિયતાની કઠોર નિંદા કરે છે. તેમજ આવી હિંસા ફેલાવતા લોકોની વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી તથા અતિવાદી તત્ત્વો પ્રત્યે સતર્ક રહેવાની માંગ કરે છે.
ગત વિધાનસભા ચૂંટણી પછી પશ્ર્ચિમ બંગાળમાં હિન્દુઓ વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં ભયજનક રીતે વૃદ્ધિ થઈ છે. અત્યાર સુધી આવી ઘટનાઓમાં અનેક મૃત્યુ તેમજ બહુ સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અનેક ગામોમાં હિન્દુઓની સંપત્તિને નષ્ટ કરવી, મહિલાઓનું ઉત્પીડન કરવું, મંદિરો તથા મૂર્તિઓને ભ્રષ્ટ કરવી વગેરે ઘટનાઓના પરિણામે હિંદુ સમાજ આ વિસ્તારમાંથી પલાયન કરવા મજબૂર બન્યો છે. આવી જ એક ઘટનામાં ૧૦ ઑક્ટોબરના રોજ નદિયા જિલ્લાના હંસકાલી તાલુકા અંતર્ગત દક્ષિણ ગાંજાપરા વિસ્તારમાં એક દલિત સગીર બાળા મઉ રજક પર એના ઘરમાં ઘૂસી હુમલો કરી એની હત્યા કરી દીધી. ગત દિવસોમાં દુર્ગાપૂજા દરમિયાન હિન્દુઓને દુર્ગાપૂજાના પંડાલ ઊભા કરતાં અટકાવ્યા હતા. તેમજ અનેક જગ્યાએ દુર્ગાપૂજા વિસર્જન યાત્રાઓ પર હુમલા થયા હતા. શાસન આવી ઘટનાઓનું મૂક સાક્ષી બની પ્રાથમિક ફરિયાદ પણ નોંધતું નથી અને મૂક પ્રેક્ષક બની રહે છે. કોલકત્તા ઉચ્ચ ન્યાયાલયે પણ રાજ્ય સરકાર દ્વારા દુર્ગા વિસર્જન સમયે અવ્યવહારિક પ્રતિબંધ લગાવવાના સરકારના પક્ષપાતપૂર્ણ વ્યવહારની ‘અલ્પસંખ્યક તુષ્ટિકરણ’ કહી કઠોર નિંદા કરી છે.
તમિલનાડુ, કેરલ તેમજ કર્ણાટક સહિત દક્ષિણ ભારતનાં વિભિન્ન રાજ્યોમાં જેહાદી તત્ત્વો દ્વારા હિંસાત્મક ગતિવિધિઓમાં વૃદ્ધિ થઈ રહેલી દેખાય છે, જેમાં હિન્દુ, અને વિશેષ કરીને વિવિધ રાષ્ટ્રવાદી સંગઠનોમાં કાર્યરત સ્વયંસેવકો પર હિંસક આક્રમણ
થયાં છે.
ગત બે માસમાં તમિલનાડુ રાજ્યમાં ચેન્નાઈ, કોઈમ્બતૂર, મદુરાઈ તેમજ ડીંડીગુલ વગેરે સ્થાનો પર હિંસાત્મક ઘટનાઓમાં વૃદ્ધિ થઈ રહેલી દેખાય છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, ભાજપા તેમજ હિન્દુ મુનાનીના અનેક કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. શાસન તંત્ર દ્વારા જાણી જોઈને આવા બનાવોની અવગણનાને કારણે અતિવાદી તત્ત્વોના દુસ્સાહસમાં વૃદ્ધિ થઈ છે, જેના કારણે ઘણાં સ્થાનો પર સંઘ કાર્યકર્તાઓની હત્યા, કરોડો ‚પિયાની સંપત્તિનો વિનાશ તેમજ હિન્દુ મહિલાઓ પર અત્યાચાર થયા છે. અમ્બુરમાં મહિલા પોલીસ દળ વિરુદ્ધ થયેલ હિંસા અતિવાદી શક્તિઓનો વધતો પ્રભાવ બતાવે છે, જેને નિયંત્રિત કરવા માટે શાસન પણ અસમર્થ થઈ ગયું છે. એક સાંપ્રદાયિક સંગઠનના પ્રમુખે નેતા દ્વારા અપાયેલી ‘સીધી કાર્યવાહી’ની ધમકી એ ભયાવહ ચેતવણી છે. રાજ્ય શાસન દ્વારા આવાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની અનિચ્છા તેમજ એના દબાવમાં આવીને રાષ્ટ્રવાદી શક્તિઓનું ઉત્પીડન અકલ્પનીય છે.
આ મહિનામાં જ કર્ણાટકમાં એક સંઘ સ્વયંસેવકની વ્યસ્ત માર્ગ પર ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી. ગત દિવસોમાં કર્ણાટકમાં બેન્ગલુ‚ ઉપરાંત મુડબિદરી, કોડાગુ તેમજ મૈસુરમાં જેહાદી તત્ત્વો દ્વારા ચારથી વધારે હિન્દુ કાર્યકર્તાઓની હત્યા થઈ છે.
કેરલ તેમજ તેલંગાણા સહિત વિભિન્ન રાજ્યોમાં ગત દિવસોમાં થયેલી ધરપકડો પરથી પણ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઉપરોક્ત ઘટનાઓ પૃથક્ સ્થાનીય ઘટનાઓ નથી, પરંતુ વિવિધ રાજ્યોનાં અતિવાદી તત્ત્વોની પરસ્પર સાંઠગાંઠની નિશાની છે, જેનો સંબંધ ઈંજ જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે પણ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંબંધિત રાજ્ય સરકારો પાસે આગ્રહપૂર્વક માંગણી કરે છે કે આવાં તત્ત્વોની અવિલંબ તેમજ નિષ્પક્ષ તપાસ કરી અપરાધીઓને દંડિત કરી સમાજમાં શાંતિ એવં સૌહાર્દ માટે સદા સતર્ક રહે.

સંઘકાર્યની સ્થિતિ

વર્તમાનમાં દેશભરમાં કુલ ૫૨,૧૦૨ દૈનિક શાખાઓ કાર્યરત છે. તે સિવાય સાપ્તાહિક મિલન ૧૩,૭૩૪, સંઘ મંડળની સંખ્યા ૮,૧૨૧ છે.

સેવાકાર્યો

દેશભરમાં સંઘ દ્વારા ૬૪,૫૨૬ સેવાકાર્યો કરવામાં આવે છે, જેમાં શિક્ષા ક્ષેત્રે ૧૪,૨૦૧, સ્વાસ્થ્ય ક્ષેત્રે ૧૫,૦૫૩, સામાજિક ક્ષેત્રે ૨૦,૮૪૧ તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં ૧૪,૪૩૧ સેવાકાર્યો ચાલી રહેલ છે.

ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ

૧,૩૭૪ દૈનિક શાખાઓ કાર્યરત છે. તે સિવાય સાપ્તાહિક મિલન ૭૧૬, સંઘ મંડળની સંખ્યા ૫૪૭ છે.

ગુજરાતમાં સેવાકાર્યો

ગુજરાતમાં સંઘ દ્વારા ૨,૫૬૭ સેવાકાર્યો કરવામાં આવે છે, જેમાં શિક્ષા ક્ષેત્રે ૯૬૯, સ્વાસ્થ્ય ક્ષેત્રે ૯૩૫, સામાજિક ક્ષેત્રે ૫૮૨ તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં ૮૧ સેવાકાર્યો ચાલી રહેલ છે.
ગત વર્ષ દરમિયાન ગુજરાતમાં ૨૦૦ સ્થાનો પર સામાજિક સદ્ભાવ બેઠક અને સંત સંમેલન કરવામાં આવ્યાં. રક્ષાબંધનના અવસરે ૧,૭૦,૦૦૦ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો. સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ ૧,૨૫,૦૦૦ વૃક્ષથી વિજયાદશમીના અવસરે નવા ગણવેશમાં પ્રાંતભરમાં પથ સંચલનના કાર્યક્રમ થયા. સુરત તથા વડોદરામાં છડી નોમ નિમિત્તે યાત્રાનું દરેક સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

પ્રસારિત કરવામાં આવેલ ઠરાવો

રા.સ્વ. સંઘ ગુજરાત પ્રાંતના પ્રચાર વિભાગ દ્વારા આ બેઠક અંગે કર્ણાવતી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.
અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠકમાં બે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં પહેલા ઠરાવમાં કેરલમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા રા. સ્વ. સંઘ અને અન્ય વિરોધીઓ વિરુદ્ધમાં થઈ રહેલ હિંસાની કઠોર શબ્દોમાં નિંદા કરવામાં આવી.
બીજા ઠરાવમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી દ્વારા શાશ્ર્વત ભારતીય ચિંતનના આધાર પર પ્રતિપાદિત એકાત્મ માનવદર્શનના માધ્યમથી જ વિશ્ર્વની સામેના વર્તમાન પડકારોનું સમાધાન સંભવ છે. તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું. વિગતવાર ઠરાવો અહીં પ્રસ્તુત છે :

ઠરાવ ૧ : કેરલમાં સામ્યવાદીઓ દ્વારા અનિયંત્રિત હિંસાની કઠોર શબ્દોમાં નિંદા

અખિલ ભારતીય કાર્યકારી મંડળ કેરલમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અન્ય વિરોધીઓના વિરુદ્ધમાં નિરંતર હિંસાની કઠોર શબ્દોમાં નિંદા કરે છે. કેરલમાં ૧૯૪૨માં કાર્ય પ્રારંભની સાથે જ સંઘ દ્વારા કેરળના નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના, એકતા તેમજ એકાત્મતાનો ભાવ ઉત્પન્ન કરવાના પવિત્ર કાર્ય તેમજ સંઘની લોકોમાં સતત વધતી લોકપ્રિયતા તેમજ પ્રભાવને કારણે હતાશ થઈને વામપંથીઓ, મોટાભાગે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો સંઘની શાખાઓ તેમજ કાર્યકર્તાઓ પર હિચકારા આક્રમણ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમાપ્ત કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે. માર્ક્સવાદ, એક વિચારધારાને નાતે પોતાની મૂળ પ્રવૃત્તિથી કેવળ અસહિષ્ણુ જ નહીં, પરંતુ સરમુખત્યાર પણ છે.
કેરળ પ્રદેશમાં ગત સાત દશકાઓમાં રક્તપિપાસુ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની કેડર દ્વારા પોતાના નેતૃત્વની મૂક સંમતિ તેમજ મિલીભગતથી ૨૫૦થી વધુ સંઘના ઊર્જાવાન તેમજ હોનહાર યુવા કાર્યકર્તાઓની બીભસ્ત રીતે હત્યાઓ તેમજ મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને પુરુષોને ગંભીર ઈજા પહોંચાડીને અપંગ બનાવ્યા છે. સંઘના આ ઉત્પીડિત કાર્યકર્તાઓની વધુમાં વધુ સંખ્યા માર્ક્સવાદીઓના ગઢ ગણાતા ક્ધનુર જિલ્લામાં જ છે. સંઘના સ્નેહ અને આત્મીયતા આધારિત કાર્ય, સ્વચ્છ છબી, તેમજ રાષ્ટ્રવાદી ચિંતનથી આકર્ષિત થઈ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની કેડરો સંઘના પ્રભાવમાં નિરંતર આવી રહી હોવાથી માર્ક્સવાદીઓને સર્વાધિક તકલીફ થઈ રહી છે.
સંઘ પોતાની સહજ પ્રવૃત્તિ ‘બધાથી મિત્રભાવ, દ્વેષ કોઈનો નહીં’નો ધ્યેય લઈને સમાજના વિભિન્ન વર્ગોમાં સૌહાર્દ, એકજૂટતા તેમજ એકતા સ્થાપિત કરવામાં સંલગ્ન છે. બધા જ પ્રકારના મતભેદો હોવા છતાં પણ સંઘે પ્રદેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ નિર્માણ કરવા સદા પ્રમાણિક પ્રયત્નો કર્યા છે, પરંતુ દુર્ભાગ્યથી માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાના વિચારોને અનુ‚પ વિવેક રહિત હિંસાના અત્યધિક નિંદનીય કાર્યમાં નિરંતર લાગેલી છે.
૧૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ ભારતીય મજદૂર સંઘના શ્રી કે. સી. રામચન્દ્રનની એમના ઘરમાં એમની પત્નીની સામે જ એની દયાયાચનાને અવગણી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. શ્રી કે. રમિત ૧૨ ઑક્ટોબર ૨૦૧૬ના દિવસે પોતાની ગર્ભવતી બહેન માટે દવા લેવા જઈ રહ્યો હતો ત્યારે ધોળા દિવસે એના ઘરની સામે જ મોતને ઘાટ ઉતારી દીધો. પરિવારના એકના એક પુત્ર શ્રી કે. રમિત પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર હતો. એના પિતા બસચાલક શ્રી ઉતમનની હત્યા પણ ૧૪ વર્ષ પહેલાં માર્ક્સવાદી ગુંડાઓ દ્વારા કરવામાં આવી હતી. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની હિંસક તેમજ બર્બર હત્યા અસહિષ્ણુતાનાં આ નવીનતમ ઉદાહરણો છે. માર્ક્સવાદીઓની હિંસા કેવળ વિભિન્ન વિસ્તારોમાં સક્રિય સંઘ કાર્યકર્તાઓની વિરુદ્ધમાં જ નહીં પરંતુ એના માતૃ સંગઠન ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સહિત બધા જ વર્તમાન ગઠબંધનના સહયોગીઓ તથા આર. એસ. પી., જનતા દળ વગેરે સંગઠનોની વિરુદ્ધમાં પણ થઈ રહી છે. શ્રી ટી. પી. ચન્દ્રશેખરનની ૪ મે, ૨૦૧૨માં થયેલી નિર્મમ હત્યાથી એ સાબિત થાય છે કે માર્ક્સવાદી સંગઠનથી અલગ થઈ રહેલા એમના જ કેડરોને એ લોકો નથી છોડતા. આ ઘોર વિડમ્બના છે કે માર્ક્સવાદી હિંસાનો શિકાર ગરીબ, પછાત, દલિત તેમજ અલ્પસંખ્યક વર્ગોના લોકો જ બને છે, જેમના રક્ષક હોવાનો એ લોકો દાવો કરી રહ્યા છે. એમણે મહિલાઓ અને બાળકોને પણ નથી છોડ્યાં.
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં વામપંથી લોકતાન્ત્રિક મોરચો જ્યારે પણ સત્તામાં આવ્યો છે ત્યારે ગૃહ મંત્રાલય પોતાની પાસે જ રાખ્યું છે. તેમજ પોલીસ દળને પોતાના હાથમાં રાખી પાર્ટીના કાર્યકર્તાઓને અભયદાન આપી સંઘની શાખાઓ એવમ્ કાર્યકર્તાઓ વિરુદ્ધ હિંસાત્મક આક્રમણની છૂટ આપે છે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની કાર્યશૈલી માત્ર સંઘના કાર્યકર્તાઓને નિર્મૂળ કરવાની જ નથી, પરંતુ એમને આર્થિક ‚પે પંગુ બનાવી તેમજ આતંકિત કરવા ઊભા પાક, મકાન, ઘરેલું સામાન, વિદ્યાલય ભવનો, મોટર વાહનો વગેરેને નષ્ટ કરવાં. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની અસહિષ્ણુ તેમજ અલોક્તાન્ત્રિક કાર્યશૈલી પર અવિલંબ અંકુશ લાગવો જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે નાના નાના વિષયોમાં આગળ આવી વિરોધ કરે છે તેઓ આવા વિષયોમાં મૌન રહ્યા છે.
આ ગર્વનો વિષય છે કે આ બધા અત્યાચારો તેમજ નિર્મમ હત્યાઓ થતી હોવા છતાં અમારા કાર્યકર્તાઓનું મનોબળ બહુ ઊંચું છે. તેમજ તેઓ સંઘવિચારને અધિક શક્તિ સાથે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. આ સાથે વિભિન્ન ક્ષેત્રોમાં સંઘની ગતિવિધિઓ તીવ્ર ગતિથી વધી રહી છે. તેમજ આ કાર્યકલાપોમાં સમાજ પણ મોટા પ્રમાણમાં સમર્થન અને સહયોગ માટે આગળ આવી રહ્યો છે.
અખિલ ભારતીય કાર્યકારી મંડળ કેરળ સરકારની સાથે કેન્દ્ર સરકારને પણ આહ્વાહન કરે છે કે હિંસા માટે દોષિત તત્ત્વો સામે તરત ઉચિત કાર્યવાહી કરી કેરળમાં બંધારણ અનુસાર શાસન ચાલે એ સુનિશ્ર્ચિત કરવા પગલાં લે. અખિલ ભારતીય કાર્યકારી મંડળ સંચાર માધ્યમો સહિત જનસામાન્યને પણ આહ્વાહન કરે છે કે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના હિંસાત્મક તૌર તરીકાઓ વિરુદ્ધ જનમત નિર્માણ કરવા વિભિન્ન મંચો પર પોતાનો અવાજ ઉઠાવે.

ઠરાવ ૨ : વર્તમાન વૈશ્ર્વિક સંકટનું સમાધાન : એકાત્મ માનવદર્શન

વિશ્ર્વ સામે ઊભરતા વર્તમાન પડકારો સંદર્ભમાં અખિલ ભારતીય કાર્યકારી મંડળનો સુવિચારિત મત છે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાય દ્વારા શાશ્ર્વત ભારતીય ચિંતનના આધાર પર પ્રતિપાદિત ‘એકાત્મ માનવદર્શન’ના અનુસરણમાં જ સહજ સમાધાન છે. ચરાચર સહિતની સૃષ્ટિ પ્રત્યે લોક-મંગળ પ્રેરક એકાત્મ દૃષ્ટિ સાથે સંપૂર્ણ જગતના પોષણનો ભાવ જ એનો આધાર છે.
આજે વિશ્ર્વમાં વધી રહેલી આર્થિક વિષમતા, પર્યાવરણ - અસંતુલન તેમજ આતંકવાદ વિશ્ર્વ માનવતા માટે ગંભીર પડકારનું કારણ બની રહ્યાં છે. અનિયંત્રિત પૂંજીવાદ તેમજ વર્ગસંઘર્ષની સામ્યવાદી વિચારધારાઓને અપનાવવાને કારણે જ આજે વિશ્ર્વભરમાં બેરોજગારી, ગરીબી, કુપોષણની સાથે સાથે વિવિધ દેશોમાં વધતા આર્થિક સંકટ તેમજ વિશ્ર્વના બે તૃતીયાંશ કરતા પણ વધારે ઉત્પાદન પર થોડી ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓનું આધિપત્ય વગેરે સમસ્યાઓ અત્યંત ચિંતાજનક છે. ભૌતિક આવશ્યકતાઓ પર જ કેન્દ્રિત જીવનદૃષ્ટિને કારણે પરિવારોમાં વિઘટન તેમજ મનોવિકારજન્ય રોગ તીવ્ર ગતિથી વધી રહ્યા છે. પ્રકૃતિના અનિયંત્રિત શોષણથી વધતા તાપમાનને કારણે ઊભરતી પ્રાકૃતિક વિપદાઓ, સમુદ્રના જળમાં નિરંતર વૃદ્ધિ, વાયુ જળ માટીના વધતા જતા પ્રદૂષણ, જળસંકટ, ઉપજાઉ ભૂમિનું બંજર થવું, તેમજ અનેક જીવ પ્રજાતિઓનું વિલોપન વગેરે પડકારો વધી રહ્યા છે. આજે સંપૂર્ણ વિશ્ર્વમાં ધાર્મિક કટ્ટરતા તેમજ અતિવાદી રાજનૈતિક વિચારધારાઓથી પ્રેરિત આતંકવાદ વિકરાળ સ્વ‚પ ધારણ કરી ચૂક્યો છે. પરિણામત: આબાલવૃદ્ધ તેમજ મહિલાઓની ક્રૂરતાપૂર્ણ હત્યા નિર્બાધ ગતિથી વધી રહી છે. આ બધાના પ્રતિ કાર્યકારી મંડળ ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આ બધાનું નિવારણ એકાત્મ માનવદર્શનના ચિંતનને અનુ‚પ વ્યક્તિથી વિશ્ર્વ પર્યંત સંપૂર્ણ જીવસૃષ્ટિ તેમજ તેના પારિસ્થિતિક તંત્રમાં પારસ્પરિક સમન્વયથી જ સંભવ છે. વ્યક્તિ પરિવાર, સમાજ, વિશ્ર્વ, સમગ્ર, જીવસૃષ્ટિ તેમજ પરમેષ્ટિ અર્થાત્ સંપૂર્ણ બ્રહ્માંડની વચ્ચે અંગાંગી ભાવથી જ બધા વ્યક્તિઓ સમુદાયો તેમજ રાષ્ટ્રોમાં સંઘર્ષ તેમજ અનુચિત સ્પર્ધાને સમાપ્ત કરી શાંતિપૂર્ણ સહ અસ્તિત્ત્વની સાથે સતત વિકાસની સુનિશ્ર્ચિત કરી શકાય છે.
સન ૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા રિયો ડી જેનેરિયોમાં આયોજિત પૃથ્વી સંમેલનમાં ૧૭૨ રાષ્ટ્રોએ વિશ્ર્વશાંતિ, ધારણાક્ષમ વિકાસ તેમજ પર્યાવરણ-સંરક્ષણનાં લક્ષ્યોથી સ્વયંને પ્રતિબદ્ધ કર્યા હતા. એ લક્ષ્યથી વિશ્ર્વ આજે સતત દૂર જઈ રહ્યું છે. ફરી એકવાર ૨૦૧૫ના પેરિસ સંમેલનમાં વિશ્ર્વનાં અધિકાંશ રાષ્ટ્રોએ વૈશ્ર્વિક તાપમાનમાં વૃદ્ધિ પર નિયંત્રણનાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે સ્વયંને પ્રતિબદ્ધ કર્યા છે. આ લક્ષ્યોની પ્રાપ્તિ માટે બધાં જ રાષ્ટ્રોએ એકાત્મ વિશ્ર્વના અંગના ‚પમાં સાધનોનો મર્યાદિત ઉપયોગ કરી સામૂહિક વિકાસનો પ્રયાસ કરે તેમજ બધા નાગરિકો આ અંગાંગી ભાવથી પરિવાર, સમાજ, તેમજ પ્રકૃતિની વચ્ચે સામંજસ્યપૂર્ણ વ્યવહાર કરે તો વિશ્ર્વમાં સંઘર્ષ તેમજ ટકરાવનું સ્થાયી સૌહાર્દ સ્થાપિત થઈ શકે છે.
આ વર્ષ પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મશતાબ્દી તેમજ એમના દ્વારા શાશ્ર્વત ભારતીય ચિંતનના યુગાનુકૂળ પ્રતિપાદન - એકાત્મ માનવદર્શનનું ૫૧મું વર્ષ છે. આ વર્ષને આ વિચાર ને ક્રિયાન્વિત કરવા સમુચિત અવસર માની અખિલ ભારતીય કાર્યકારી મંડળ સ્વયંસેવકો સહિત સમસ્ત નાગરિકો કેન્દ્ર તેમજ વિભિન્ન રાજ્ય સરકારો તથા વિશ્ર્વના પ્રબુદ્ધ વિચારકોનું આહ્વાહન કરે છે કે સમગ્ર પ્રકૃતિ સહિત વૈશ્ર્વિક સંરચનાના બધા જ ઘટકોની વચ્ચે સામંજસ્ય હેતુ બધા જ પ્રકારના સંભવ પ્રયાસ કરે. આ હેતુ ઉપયુક્ત પ્રતિ‚પ (મોડેલ)ના વિકાસની સાથે આ વિચારને ક્રિયાન્વિત કરવા માટે સમુચિત પ્રયોગ પણ કરવા પડશે. એનાથી સંપૂર્ણ વિશ્ર્વમાં પ્રાણી માત્રના સુખમય જીવન તેમજ લોકમંગલના લક્ષ્યની પ્રાપ્તિ થશે.