પંડિત મહામના મદનમોહન માલવીયજીનો માતૃપ્રેમ

    ૨૮-મે-૨૦૧૬


‘માતા ભારતી જ્યારે સુવર્ણકંકણ ધારણ કરશે ત્યારે જ હું કડાં પહેરીશ...’ : માતા મુન્નાદેવી

પંડિત મદનમોહન માલવીય એક ઉચ્ચ કક્ષાના માનવી. દેશસેવક, સમાજસુધારક અને હિસાબનીશ હતા. દેશની આઝાદી માટેની લડતનો મોટો ફાળો ઉઘરાવવામાં તેઓ એક્કા મનાતા. ગાંધીજી, સુભાષ બોઝ, મૈથલી શરણ ગુપ્ત, જગજીવનરામ વગેરે ઘણા બધાએ એમને ગુરુસ્થાન અર્પણ કર્યંુ હતું. માતાનું નામ મુના હતું. બધા તેને મુનાદેવી કહેતા પણ મારા જન્મ બાદ માતા મુન્નાદેવી કહેવાવા લાગી. જેનો અર્થ થતો મુન્નાઓની દેવી કે મુન્નાની ભેટ આપનારી દેવી. જેમને ત્યાં બાળક ન હોય એ સ્ત્રીઓ માતા પાસે મુન્ના માટેના આશીર્વાદ માંગવા આવતી.
મારા જન્મ વખતે જોશ જોવડાવ્યા ત્યારે પંડિતજીએ સારા ગ્રહોની આગાહી કરી. એથી મારી માસી એટલી ઉશ્કેરાઈ ગઈ કે માને કહે : ‘લે મુન્ના ! આ કાળો ધાગો બાંધી દે બચવાને. કોઈની નજર ના લાગે.’ માદળિયા સાથેના કાળા ધાગાનું મને ત્યારે કૌતુક થયું. પછી યજ્ઞોપવીત સંસ્કાર થયા ત્યારે વળી બીજા ધાગા આવી ગયા. પહેલો ધાગો કેડના કંદોરા ‚પે હતો, બીજો ગળામાં પહેરાવાયો.
હું માને કહેતો : ‘આ શું છે ? શા માટે છે ?’
મા કહેતી : ‘નજર ન લાગે તે માટે.’
હું કહેતો : ‘હું તો વ્યાયામ કરું છું. મને કેવી રીતે નજર લાગે ? કાઢી નાખ. એની જ‚રૂર નથી.’
મા પણ વિચારમાં પડી જતી, પણ માસીના ડરથી તે ધાગાઓ કાઢતી નહીં.
શ‚આતમાં હું ફળિયાની હરદેવ પંડિતની પાઠશાળામાં સંસ્કૃત ભણતો. મને ભણવું ગમતું. શ્ર્લોકો મોઢે કરી નાખતો. માને સંભળાવતો. મા કહે : ‘પિતાજીને સંભળાવ કે જેથી ભૂલ હોય તો ખબર પડે.’ હું પિતાજીને સંભળાવતો. પિતાજી કથાવાચક હતા. તેઓ ભૂલ હોય તો સુધારતા અને વિસ્તારથી સમજૂતી આપતા.
હું માને કહેતો : ‘મા ! તું કેમ ભણતી નથી તું ભણે તો મારે પિતાજી પાસે નહિ જવું પડે. ભણવામાં બહુ મઝા છે મા !’
‘હું તારી પાસે ભણીશ બસ !’
‘પણ મા, તું તો આખો દિવસ કામ કરે છે.’
‘કામ કરતી કરતી ભણીશ મુન્ના !’
હું જે કંઈ શીખ્યો હોઉં તે માતા આગળ રટણ કરતો. મા તે શીખતી કે નહીં તેની ખબર નથી પણ માને આનંદ જરૂ‚ર આવતો.
સંસ્કૃતની સાથે મને અંગ્રેજીનો ભારે શોખ હતો. થોડે દૂર ગોર્ડન સાહેબની અંગ્રેજી શાળા હતી. મેં ત્યાં જવાની જીદ કરી. ઘરમાં ફી માટેના પૈસા જ ન હતા.
માતાએ પોતાનું સોનાનું કડું પરિચિત સોનીને ત્યાં મૂકી દીધું. ફી ભરી દીધી પણ ફી તો વખતોવખત ભરવી પડે. જ્યારે પિતાજી કથાવાર્તા કે કર્મકાંડમાંથી કંઈ કમાઈ લાવતા ત્યારે માતા કડું પાછું લઈ આવતી અને ફરી પાછી ફરી ભરવાની થાય ત્યારે કડું સોનીને ત્યાં મૂકી પાછા ફી માટે પૈસા લઈ આવતી.
આવું કંઈ કેટલીય વાર બનતું. એક વખત મદનમોહન પૂછે : ‘મા ! આવું ક્યાં સુધી ચાલશે ?’
‘તું મોટો થશે ત્યાં સુધી’ મા કહેતી : ‘પછી તું જઈને કડાં અપાવી દેશે ને ?’
એ રીતે હું સ્નાતક થયો હોઈશ ત્યારે તો દેશદાઝ વળગી. રાષ્ટ્રસેવા સિવાય બીજું કંઈ સૂઝે જ નહી. હિસાબ મારો પ્રિય વિષય હતો. સેવાકાર્યના હિસાબો હું જ રાખતો
મેં માને કહ્યું : ‘મા ! આપણે સામાન્ય લોકો છીએ. સોનાના કડાનો મોહ શા માટે ?’
‘કેમ, તારા ભણતરમાં એ કામ આવ્યાં કે નહિ ?’
‘પણ મા ! દેશની બીજી સ્ત્રીઓ પાસે ક્યાં કડાં હોય છે ?’
મને યાદ છે મેં માને કડાં લઈ આપ્યાં હતાં પણ માએ કદી તે પહેર્યાં ન હતાં અને એક વખત મોટા ફાળાની જ‚ર પડી ત્યારે માએ એ જ કડાં રાષ્ટ્રને ચરણે ધરી દીધાં. તે કહેતી : ‘માતા ભારતી જ્યારે સુવર્ણ- કંકણથી શોભશે અને ભારતની તમામ માતાઓ જ્યારે કડાં ધારણ કરશે ત્યારે જ હું...’
માનું જ્ઞાન અદ્ભુત હતું. તે વિચારી શકતી. અંગ્રેજી શાળાએ જતી વખતે ગોરા સાહેબના કહેવાથી મેં મારા ધાગાઓ દૂર કર્યા ત્યારે મા પરંપરાગત સંસ્કારને લઈને સંકોચાઈ હતી પણ ભય ન હતો. તે મારા ખ્યાલ સાથે સહમત થતી કે : ‘સારા કામ કરનારને વળી નજર શેની લાગે ? અને નજર જ લાગે ત્યારે ધાગો શું બચાવવાનો છે ?’
સમજ હોવા છતાં મુન્નાદેવી, તેના આશીર્વાદથી કોઈકને ત્યાં બાળક થતું ત્યારે તે કહેતી : ‘મુન્ના ! આપણને ભલે ન સમજાય પણ કોઈક તો શક્તિ છે જ.’
હું કહેતો : ‘મા ! એ શક્તિ તારી શુભ ભાવનાની છે !’
મા કહી દેતી : ‘એમ જ હશે !’

 

આત્મસંયમ

કિશોર નેપોલિયન જે દિવસોમાં શાળામાં અભ્યાસ કરતો હતો, તે દિવસોમાં તેને એક ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું. તે મકાનમાં એક નટખટ યુવતી રહેતી હતી, જે અવારનવાર તેની છેડતી કરતી હતી. નેપોલિયન તેની તરફ જરા સરખો પણ આકર્ષિત ન થયો. તેના તરફ બેધ્યાન રાખ્યું અને પોતાના અભ્યાસમાં મશગૂલ રહ્યો.
મોટા થયા બાદ સફળતાની અનેક મંજિલો પાર કરીને તે પોતાના દેશનો પ્રધાન સેનાપતિ બન્યો.. પદ ગ્રહણ કર્યા બાદ તેણે વિચાર્યંુ કે એક પ્રવાસ કરીને બાળપણના મિત્રો તથા સંબંધીઓને મળી લઉં. આ સંદર્ભે તે ત્યાં પહોંચ્યો જ્યાં તે ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરતો હતો. ત્યાં તેને પેલી નટખટ છોકરીની યાદ આવી. છોકરી તો તેને ભૂલી ગઈ હતી. નેપોલિયને તે મહિલાને પૂછ્યું : "આ જ મકાનમાં ખૂબ વર્ષો પહેલાં એક છોકરો અભ્યાસ કરવા માટે રહેતો હતો. તેનું નામ, સરનામું, ઠેકાણું શું તમને યાદ છે ? મહિલાએ માથું હલાવ્યું. ત્યાર બાદ તેણે પોતાની સ્મૃતિ પર ભાર આપ્યો અને કહ્યું : "હા, એક છોકરાની ધૂંધળી સ્મૃતિ છે જે હંમેશાં પુસ્તકોમાં આંખો નાંખીને બેસી રહેતો અને કોઈનાથી સારા મોઢે વાત પણ નહોતો કરતો. ખૂબ જ નિરસ સ્વભાવનો હતો તે. નેપોલિયને પોતાનો પરિચય આપતા કહ્યું કે, "તે નીરસ સ્વભાવનો છોકરો હું જ છું. જો તે સમયે પણ ચંચળતાના ચક્કરમાં પડી ગયો હોત તો આજે હું આપણા દેશનો પ્રધાન સેનાપતિ ન હોત. કેટલું સુંદર ઉદાહરણ છે આ આત્મસંયમનું !.


(૧) ભારતનું સૌથી ઠંડું સ્થળ કયું છે ?
(૨) વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ?
(૩) વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે ?
(૪) ભારતનો સૌથી વિશાળ ગ્લેશિયર કયો છે ?
(૫) સૌથી વધારે જિલ્લા ધરાવતું રાજ્ય કયું છે ?
(૬) સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?
(૭) હમણા જનસંઘના કયા નેતાનું અવસાન થયું ?
(૮) રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?
(૯) કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?
(૧૦) દેવો અને દાનવો વચ્ચે કયું મંથન થયું હતું ?