કૌશલ્યવર્ધન અને રોજગાર ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, જોબફેર

    ૧૧-નવેમ્બર-૨૦૧૭


 

રાજ્યના યુવાનો અન્ય યુવાનો માટે રોજગારી સર્જે છે

ઉદ્યોગ સાહસિકતા ગુજરાતના લોકોમાં અને ખાસ કરીને યુવાનમાં કુદરતી રીતે જોવા મળે છે. હાલમાં રાજ્યના યુવાનો બિઝનેસને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. યુવાનોને સ્વરોજગારી તથા ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરવા રાજ્ય સરકારે ખાસ નીતિ જાહેર કરી છે. યુવાનોના નવા વિચારોને મૂર્તિમંત કરવા સ્ટાર્ટઅપ મિશન ‚ કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને યુવાનોને ઔદ્યોગિક વસાહતોમાં શેડ ફાળવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના યુવાનો માત્ર રોજગારી નથી મેળવતા, પરંતુ અન્ય યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરી, રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપવા અન્યને પ્રોત્સાહિત પણ કરે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કૌશલ્યવર્ધન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યુવાનોના કૌશલ્યવર્ધનથી તેઓ સ્વનિર્ભર, સ્વતંત્ર બનીને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકશે.

ઔદ્યોગિક એકમો અને નોકરીવાંચ્છુઓ એક પ્લેટફોર્મ પર

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓને કારણે રાજ્ય ભારત અને વિશ્ર્વભરના રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેનાથી ઔદ્યોગિક એકમો અને નોકરીવાંચ્છુઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે. ઉદ્યોગગૃહોને કૌશલ્યપ્રાપ્ત કર્મચારીઓ પૂરા પાડવાની સાથે સાથે ગુજરાત સરકારે લશ્કરી ભરતી મેળા દ્વારા સંરક્ષણ ક્ષેત્રે પણ રોજગારીની ઉપલબ્ધ તકો ઝડપવા યુવાનોને પ્રેર્યા છે. દેશની સુરક્ષા માટે યુવાનોને પ્રેરવા રાજ્ય સરકાર જિલ્લા અને ગ્રામ્ય સ્તરે લશ્કરી ભરતી મેળાનું અવારનવાર આયોજન કરે છે. રોજગારવાંચ્છુઓ રોજગાર દાતા બને તે માટે સ્વરોજગાર શિબિર, યુવાનોને લોન મેળવવામાં સહાયતા-માર્ગદર્શન, વિદેશોમાં શિક્ષણ અને રોજગાર શોધવા ઓવરસિઝ એમ્પલોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફર્મેશન સેન્ટરની સ્થાપના વગેરે અનેકવિધ પગલાં રાજ્ય સરકારે લીધાં છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યની રોજગાર કચેરીઓ વર્ષ ૨૦૦૨થી રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રીતે લેબર બ્યૂરો દ્વારા પ્રસિદ્ધ થયેલ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં બેરોજગારીનો દર સમગ્ર ભારતમાં સૌથી નીચો છે. ઉદ્યોગોની ‚રિયાત મુજબ કૌશલ્યલક્ષી માનવબળ ઉપલબ્ધિ માટે ઔદ્યોગિક ભરતી મેળાનો નવતર અભિગમ સૌપ્રથમ ગુજરાત રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. વર્ષ - ૨૦૧૬માં અત્યાર સુધીના સૌથી વધુ ૧૩૦૭ ઔદ્યોગિક મેળા યોજવામાં આવ્યા હતા, જેમાં ,૩૪,૮૪૦ ઉમેદવારો પસંદગી પામ્યા છે.

જોબફેર


 

નવતર અભિગમ તરીકે ફેબ્રુઆરી-૨૦૧૭માં ગુજરાતના તમામ જિલ્લાઓને ૧૨ કલસ્ટરમાં વહેંચી મેગા જોબ-ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફક્ત એક અઠવાડિયામાં ૧૨ ભરતી મેળા દ્વારા ,૦૯,૫૨૦ યુવાનોની નોકરીદાતા દ્વારા પસંદગી કરવામાં આવી છે. એવા એક અન્ય નવતર અભિગમમાં સમગ્ર રાજ્યમાં મહિલા રોજગાર ભરતી મેળા યોજીને ૨૫૦૦ મહિલાઓને પસંદ કરવાના અભિયાન અંતર્ગત ૨૦,૦૦૦થી વધારે મહિલાઓની પસંદગી થઈ છે. અમદાવાદ ખાતેના મહિલા રોજગાર મેળા સાથે ૨૫૦૦૦ મહિલાઓનો રોજગારીનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે.

યુવાનોને સ્વરોજગાર અપાવવા અને યુવાનોનાં સપનાંઓને સાકાર કરવા લીધેલાં સર્વાંગી પગલાં, મહત્ત્વના નિર્ણયો અને સિદ્ધિઓની એક ઝલક

  • રાજ્યવ્યાપી મેગા જોબ-ફે શ્રૃંખલા દ્વારા રાજ્યના ૫૧ હજાર યુવાનોને રોજગારી આપી મેગા જોબ-ફેરમાં યુવાનોને હાથોહાથ નિમણૂક પત્ર આપવામાં આવ્યા.
  • રાજ્યના પોલીસ વિભાગે વિવિધ ભરતી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી એક સાથે ૧૮ હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો આપી ઇતિહાસ રચ્યો.
  • રાજ્ય સરકાર સંકલિત મેડિકલ કૉલેજોમાં મેનેજમેન્ટ ક્વોટાની ૧૦૫ બેઠકો સ્ટેટ ક્વોટા તરીકે ગુજકેટના વિદ્યાર્થીઓથી ભરવાનો નિર્ણય.
  • સ્ટાર્ટ-અપ પોલિસી અંતર્ગત રાજ્યના યુવાનોના નવતર વિચારોને સાકાર કરવા ગુજરાત સ્ટાર્ટ-અપ મિશનની રચના અને પરિણામલક્ષી અમલીકરણ.
  • રાજ્યના યુવાનોને વ્યવસાય માટે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ અપાતી ધિરાણની રકમમાં વધારો.
  • ગુજરાતના યુવાધનને વૈશ્ર્વિક જ્ઞાન સાથે જોડીને સશક્ત કરવા ગુજરાત સરકારે ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કૉલેજો અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે ,૫૦,૦૦૦ જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત ‚રૂ. ૧૦૦૦ની ટોકન કિંમત ટેબલેટ સહાય.
  • વિદેશ અભ્યાસ માટેની લોનના મોરેટોરિયમ સમય માટે વ્યાજ સહાય આપવાનો નિર્ણય, જેથી ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે.
  • સ્વામી વિવેકાનંદ પૂર્વભરતી તાલીમ યોજના અન્વયે લશ્કરી, અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોમાં ભરતી માટે ૧૫૦૦ જેટલા યુવાનોને ૪૫ દિવસની નિવાસી તાલીમ.

શ્રમયોગીઓના કલ્યાણ માટેનો નવો રાહ બતાવ્યો

ગુજરાત ઔદ્યોગિક રીતે દેશનું અગ્રણી અને વિકાસશીલ રાજ્ય છે. રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્રવર્તતી શાંતિ તેમજ માલિક-શ્રમયોગીઓ વચ્ચે સુમેળભર્યા સંબંધોને કારણે તેમજ રાજ્ય સરકારની નમૂનારૂપ હકારાત્મક ઔદ્યોગિક અને શ્રમનીતિના કારણે દેશ અને વિદેશમાં રોકાણકારો માટે ગુજરાત એક પસંદગીનું રાજ્ય બન્યું છે. અસંગઠિત શ્રમયોગીઓની જીવનધોરણમાં બદલાવ લાવવા માટે જુદી જુદી આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યવિષયક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. દેશને શ્રમયોગીઓના કલ્યાણ માટેનો નવો રાહ બતાવ્યો છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના : ૧૦ રૂપિયામાં સાત્ત્વિક ભોજન


 

શ્રમિક કલ્યાણને વરેલી ગુજરાત સરકાર દ્વારા વિવિધ શ્રમિક કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને માત્ર ‚રૂ. ૧૦માં ભરપેટ ભોજન આપતી યોજનાનો તાજેતરમાં પ્રારંભ કરાવ્યો છે. તેમાંથી શિરમોર એવીશ્રમિક અન્નપૂર્ણા યોજનાઅંતર્ગતગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને તેમના કુટુંબીજનોને કડિયાનાકાના સ્થળ ઉપર દૈનિક ‚. ૧૦માં પૌષ્ટિક, સાત્ત્વિક, તાજું, રાંધેલું ભોજન આપવામાં આવે છે. ભોજનમાં રોટલી/થેપલા, મીક્ષા શાક/કઠોળ, ભાત, અથાણું/ચટણી, તળેલા મરચાં અને સુખડી જેવું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.

યોજનાના કારણે શ્રમિક મહિલાઓને પરોઢિયે ઊઠીને રસોઈ બનાવવાની મુશ્કેલી દૂર થઈ, શ્રમિક વિદ્યાર્થીઓને પણ શાળા જતાં પહેલાં ગરમ ભોજન મળતું થયું તેમજ શ્રમિકોને માસિક બચતમાં વધારો થતાં શ્રમિક કુટુંબનું આર્થિક ઉત્થાન પણ થવા લાગ્યું છે. ઉપરોક્ત કારણોસર યોજનાને બાંધકામ શ્રમિકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.