દેવભૂમિ કેરળમાં ડાબેરીઓની દાનવલીલા, ૫૦ વર્ષમા ૨૬૭ કાર્યકર્તાઓની હત્યા કોણે કારાવી?

    ૧૩-નવેમ્બર-૨૦૧૭

 
ભારતના સુદૂર દક્ષિણે આવેલા કેરળ રાજ્યમાં છેલ્લે યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં; માર્ક્સવાદી સામ્યવાદી- C.P.I.M - પક્ષના નેતૃત્વમાં ફરી એક વખત L.D.F  લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટની સરકાર રચાઈ છે. એ સાથે જ તમામ રાજકીય પ્રતિસ્પર્ધીઓ વિરુદ્ધની માર્ક્સવાદી પાર્ટીની અસહિષ્ણુતા અને શયતાનિયતે ફરી એકવાર તેનું હિંસ્ર, ભયાવહ, આતંકી સ્વ‚પ પ્રગટ કર્યંુ છે. માર્ક્સવાદી પાર્ટીના શાસકોએ અને તેના ઉપરથી નીચે સુધીના કાર્યકરોએ; તમામ વિરોધી રાજકીય સંગઠનો સામે અઘોષિત યુદ્ધ છેડ્યું છે. તેમાં કોંગ્રેસ, મુસ્લિમ લીગ, કેરળની સ્થાનિક પાર્ટીઓ, ભાજપા સામેનો જંગ તો, માર્ક્સવાદીઓએ છેડ્યો જ છે, પરંતુ કેરળનાં ખ્રિસ્તી-સંગઠનો, હિન્દુ કેળવણી સંસ્થાઓ પણ તેમના નિશાન પર છે. તેમાંએ માર્ક્સવાદી પાર્ટીને માટે ભાજપા, હિંદુત્વને વરેલાં સંગઠનો, વિશેષ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્ય નિશાન ઉપર છે. તેનું કારણ કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વિસ્તરતું જતું સંગઠન અને સંઘ પરિવારનો પ્રભાવ-વિસ્તાર મુખ્ય છે.
કેરળમાં છેલ્લા કેટલાક દાયકાઓથી નિરંતર રીતે સંઘ-સ્વયંસેવકોની મોટી સંખ્યામાં નિર્મમ હત્યાઓની શ્રૃંખલાનો સિલસિલો જોતાં કહી શકાય કે, માર્ક્સવાદી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમની અસહિષ્ણુતા, હિંસાખોરી અને કત્લેઆમની રાજનીતિને અમલમાં મૂકતી વેળાએ, તમામ રાજનૈતિક મર્યાદાઓ, જનતાંત્રિક પરંપરાઓ, બંધારણીય આમન્યા તેમજ સભ્યસમાજના તમામ નીતિ-નિયમોને નેવે મૂકી દીધા છે !
 
‘સાધના’ના સુજ્ઞ વાચકોને પ્રશ્ર્ન થશે કે આવા અભદ્ર, નિતાંત વખોડવા લાયક કુકૃત્યો, માર્ક્સવાદીઓ શા માટે કરે છે ? તેનો પ્રત્યુત્તર માર્ક્સવાદી પાર્ટીની વિચારધારામાં રહેલો છે.
 
 
સામ્યવાદી વિચારધારાના પાયાના સિદ્ધાંતો
 
માર્ક્સવાદી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કાર્લ માર્ક્સ દ્વારા પ્રસ્થાપિત સામ્યવાદી વિચારધારામાં માને છે. તે મુજબ આજથી ૯૯ વર્ષ પહેલાં રશિયામાં જ્યારે સામ્યવાદી ક્રાંતિ થઈ, ત્યારે તેની પાછળના મુખ્ય ચાલક સિદ્ધાંતો આ પ્રમાણે હતા. (૧) ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન. મતલબ કે મનુષ્યજીવનના કેન્દ્રમાં ‘રોટી’ છે, અન્ય સહુ બાબતો ‘મિથ્યા’ છે. (૨) દ્વંદ્ધાત્મક ભૌતિકવાદ - એટલે કે ભૌતિક કારણોથી આ સમગ્ર સૃષ્ટિ પરસ્પર સંઘર્ષયુક્ત છે. તેમાં મૈત્રી, કરુણા, દયા, માયા, સંવાદ-સંવાદિતાને કોઈ સ્થાન નથી. (૩) અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત - એ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૌતિક ઉત્પાદન અને તેની વહેંચણીનાં સંસાધનોની ખાનગી માલિકી એ જ સર્વ પ્રકારના શોષણનું મૂળ છે. તેને ખત્મ કરવા રહ્યાં. (૪) વર્ગ-સંઘર્ષ - સામ્યવાદી વિચારધારાના આગેવાનો-કાર્યકર્તાઓ અમીર-ગરીબ વર્ગો વચ્ચેનો વર્ગ-સંઘર્ષ તેજ કરીને, બુર્ઝવા લોકશાહી શાસન-વ્યવસ્થાને સમાપ્ત કરીને, તેને સ્થાને શ્રમજીવી વર્ગની સરમુખત્યારી સ્થાપિત કરશે. આવી સરમુખત્યારશાહીને તેઓ સામ્યવાદી ક્રાંતિનું ‚ડું‚પાળું નામ આપે છે. (૫) માર્ક્સવાદી વિચારસરણીમાં ધર્મને ‘અફીણ’ તરીકે ધિક્કારવામાં આવે છે. અધ્યાત્મ, ધર્મ, નૈતિક મૂલ્યો વગેરે સામે માર્ક્સવાદીઓને ભારે નફરત છે. (૬) એ જ રીતે માર્ક્સવાદીઓ રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાના પણ પ્રખર વિરોધીઓ છે. (૭) માર્ક્સવાદી માન્યતા પ્રમાણે પ્રારંભમાં સામ્યવાદી ક્રાંતિથી સમાજવાદી શાસન-વ્યવસ્થા આવશે, જેમાં શ્રમજીવીઓની સરમુખત્યારી દ્વારા, સમાજ વર્ગવિહીન અને શોષણવિહીન બની રહેશે. આ પ્રક્રિયાને અંતે રાજ્ય-શાસન-વ્યવસ્થાની જ‚ર રહેશે નહીં. પરિણામે રાજ્ય કરમાઈને ખરી પડશે.
 
માર્ક્સવાદી સામ્યવાદીઓની ઉપરોક્ત વિચારસરણીનો ટૂંકો પરિચય મેળવ્યા થકી, આપણે સમજી શકીશું કે, કેરળમાં માર્ક્સવાદીઓ શા માટે ભાજપા-વિશેષ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પોતાનો પ્રથમ શત્રુ ગણે છે?
આ યક્ષ-પ્રશ્ર્નના પ્રત્યુત્તર તરફ આગળ વધીએ તે પહેલાં, આપણે વિશ્ર્વમાં અને ભારતમાં માર્ક્સવાદી-સામ્યવાદી ચળવળનો ટૂંક પરિચય મેળવીશું. વળી ભારતમાં પ્રારંભમાં તેલંગાણા ક્ષેત્રમાં અને ત્યાર પછી માર્ક્સવાદી-સામ્યવાદીઓએ પશ્ર્ચિમ બંગાળ, ત્રિપુરા, કેરળ જેવા સીમાવર્તી પ્રદેશોમાં શા માટે? અને કઈ રીતે? તેની જાળ બિછાવી અને ફેલાવી? તે બરાબર સમજી શકાશે.
 
 
 
સામ્યવાદી ક્રાંતિનો પ્રારંભ અને સામ્યવાદી ચળવળનું વિસ્તરણ
 
આજથી ૯૯ વર્ષ પહેલાં ૧૯૧૭માં રશિયામાં ઑક્ટોબર ક્રાંતિ-બોલ્શેવિક સામ્યવાદી ક્રાંતિ થઈ. તેનો નેતા હતો લેનિન-વી.ઈ.ઈ. લેનિન - વ્લાદિમીર ઈલ્યીચ ઈલ્યાનોવ લેનિન.
લેનિન પછી જાલિમ સરમુખત્યાર સ્તાલીન રશિયાનો શાસક બન્યો. રશિયા- ઞ.જ.જ.છ. - યુનિઅન ઑફ સોવિયેત સોશ્યલિસ્ટ રિપબ્લિક્સ તરીકે ઓળખાયું. સ્તાલીને તેના વિરોધીઓને "ક્રાંતિવિરોધીનું લેબલ આપીને, લાખોની સંખ્યામાં નરસંહાર કર્યો. ત્યાર પછી ક્રુશ્ર્વોવ અને બુલ્ગાનીન વગેરે આવ્યા. ઞ.જ.જ.છ. - વિશ્ર્વની પરમાણુશક્તિ - મહાસત્તા બની રહ્યું, પરંતુ વખત જતાં સામ્યવાદી ક્રાંતિ અને તેના સિદ્ધાંતો વ્યવહારુ ધરતી ઉપર નિષ્ફળ નીવડ્યા. પરિણામે ૧૯૯૦માં ઞ.જ.જ.છ. નું વિઘટન થયું. પૂર્વ યુરોપ વગેરેના તેમજ અન્ય કેટલાક દેશો તેમાંથી અલગ પડ્યા. ગોર્બાચોવના નેતૃત્વમાં ગ્લાસનોસ્ત - પેરેસ્ત્રોઈકા - સુધારણા અને નવરચનાનો પ્રારંભ થયો. માર્ક્સવાદી-સામ્યવાદી વિચારસરણીને રશિયામાંથી અલવિદા આપવામાં આવી.
 
રશિયાની સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવી. ચીનમાં માઓત્સે તુંગના નેતૃત્વમાં ‘ગ્રેઈટ-માર્ચ’ દ્વારા ૧૯૪૮માં સામ્યવાદી ક્રાંતિ થઈ. માઓના નેતૃત્વમાં પણ વિરોધીઓની વ્યાપક કત્લેઆમ થઈ. ૧૯૬૪માં સામ્યવાદી ચીને પરમાણુ સત્તા તરીકે વિશ્ર્વમંચ ઉપર પ્રભાવ વિસ્તાર્યો. વિશ્ર્વમાં પ્રવર્તતી બજાર-અર્થવ્યવસ્થાના વ્યવહારુ પડકારો સંદર્ભમાં, ચીન પણ અદ્લ વેપારી બની રહ્યું. આજનું ચીન રાજકીય રીતે ભલે એકપક્ષશાહી-સામ્યવાદી હોય, પરંતુ વ્યવહારમાં બજાર-અર્થતંત્રના સિદ્ધાંતોને અમલમાં મૂકી, ચીન તેના અંગત હિતો જાળવણીમાં પૂર્ણત: રાષ્ટ્રવાદી અને મૂડીવાદી બનતું જોવા મળે છે.
ભારતમાં સામ્યવાદી ચળવળનો પ્રારંભ તત્કાલીન સોવિયેત રશિયા અને ચીનની સામ્યવાદી ક્રાંતિથી પ્રભાવિત થઈ, ભારતમાં પણ માર્ક્સવાદ-સામ્યવાદની વિચારસરણી આગળ વધારવા માટે માર્ક્સવાદી-સામ્યવાદી સંગઠનો ઊભાં થયા. કામદાર-મજદૂર ચળવળ સંગઠનો ‚પે ભારતમાં તેમનાં પોકેટ્સ ઊભા થવા લાગ્યાં. પ્રારંભમાં તો તેલંગાણા પ્રદેશમાં માર્ક્સવાદી સામ્યવાદીઓએ સશસ્ત્ર ક્રાંતિનો પ્રયાસ પણ કરેલો, જેને સરદાર પટેલે નાકામ બનાવેલ. એમાંથી પદાર્થપાઠ લઈ, માર્ક્સવાદીઓએ સરહદી રાજ્યો-વિસ્તારોમાં તેનાં થાણાં જમાવ્યાં. જેથી વિદેશી મદદ મળી રહે. એ મુજબ કેરળ, પશ્ર્ચિમ બંગાળ, ત્રિપુરા વગેરેમાં માર્ક્સવાદી-સામ્યવાદી તરીકે અને બિહારથી લઈ ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર વગેરે વનવાસી વિસ્તારોમાં ‘માઓવાદ’ને નામે નક્સલવાદી સશસ્ત્ર વિદ્રોહનો સિલસિલો શ‚ કરવામાં આવ્યો. ચીન દ્વારા તેને પ્રત્યક્ષ-પરોક્ષ-હથિયારો-નાણાંકીય સહાય પહોંચાડવામાં આવી રહી છે.
કેરળમાં સામ્યવાદી લાલ પડછાયો
 
પશ્ર્ચિમ બંગાળ, ત્રિપુરામાં લાંબો સમય માર્ક્સવાદીઓએ સત્તા ભોગવી. હાલ પ. બંગાળમાં મમતા બેનર્જીએ તેમને ઉખેડી નાખ્યા છે, પરંતુ કેરળમાં છેલ્લી ચૂંટણીમાં માર્ક્સવાદીઓ પુન: સત્તાસ્થાને આવ્યા છે. કેરળ એક એવું રાજ્ય છે, જ્યાં સ્વતંત્ર ભારતમાં સર્વપ્રથમ સંસદીય લોકશાહી ચૂંટણી-વ્યવસ્થાના માધ્યમથી માર્ક્સવાદી-સામ્યવાદીઓ સત્તાસ્થાને આવેલા. ઈ.એમ.એસ. નામ્બુદ્રીપાદના નેતૃત્વમાં કેરળમાં, સ્વાધીન ભારતના પ્રારંભનાં વર્ષોમાં સામ્યવાદી શાસન આવ્યું. જો કે ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ તેની વિરુદ્ધ લોકઆંદોલન ઉગ્ર બનાવી, નામ્બુદ્રીપાદના શાસનને બરખાસ્ત કરાવ્યું.
 
કેરળમાં હાલ માર્ક્સવાદી પાર્ટીની આગેવાનીમાં યુનાઈટેડ લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટ પુન: સત્તામાં આવેલ છે અને તે સાથે જ કેરળમાં રાજકીય હિંસાનું લોહીનીંગળતું બેરહમ પ્રકરણ પુન: આરંભાયું છે. આ વખતે પણ માર્ક્સવાદી-સામ્યવાદીઓના નિશાના ઉપર સર્વપ્રથમ સ્થાને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે તેનાં કારણો પણ સમજી શકાય તેવાં છે.
કેરળની વિશિષ્ટ ધાર્મિક જનસંખ્યા કેરળ રાજ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો પ્રારંભ અને વિસ્તાર પણ દાયકાઓ જૂનો છે. પરંતુ એની વિગતે વાત કરીએ તે પહેલાં કેરળ રાજ્યના વિશિષ્ટ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય માળખાનો પણ ઉલ્લેખ કરવો રહ્યો. કેરળ એક એવું રાજ્ય છે, જ્યાં એકતરફ ભારતમાં હિન્દુઓ ૭૯.૮% સાથે બહુમતીમાં હોવા છતાંય કેરળમાં હિન્દુઓની જનસંખ્યા માત્ર ૫૪.૮૩ છે. જ્યારે મુસ્લિમો અખિલ ભારતીય ધોરણે ૧૪.૨% જ્યારે કેરળમાં ૨૬.૫૬% જેવી મોટી જનસંખ્યા ધરાવે છે. એ જ રીતે ખ્રિસ્તીઓ અખિલ ભારતીય ધોરણે માત્ર ૨.૩% છે તેને મુકાલબે કેરળમાં ખ્રિસ્તીઓ ૧૮.૩% જેટલી માતબર જનસંખ્યા ધરાવે છે.
 
કાશ્મીર પછી આવી પરિસ્થિતિ કેરળમાં સર્જાઈ છે. એક હજાર વર્ષના વિદેશી-વિધર્મી આક્રમણોને કારણે કેરળમાં પણ મુસ્લિમ જનસંખ્યામાં નોંધપાત્ર વધારો અને પ્રભાવ જોવા મળે છે. એ જ રીતે વાસ્કો-દ-ગામા‚પે પશ્ર્ચિમી યુરોપીય સાહસિકો અને ઘૂસણખોરો સર્વપ્રથમ કેરળમાં જ આવેલા. આ રીતે ગોરી પ્રજાના આક્રમણ અને આતંક સાથે, વેપાર નવી ટેક્નોલોજીની સાથે ખ્રિસ્તી મિશનરીઓએ પણ ભારતમાં પગપેસારો કર્યો. પરિણામે ઈશાન ભારતની જેમ જ કેરળમાં પણ, ખ્રિસ્તમત-ઈસાઈઓનો પ્રભાવ નોંધપાત્ર છે. એ રીતે મુસ્લિમ-ઈસાઈની સંયુક્ત જનસંખ્યાને મુકાબલે કેરળમાં હિન્દુઓ પ્રમાણમાં અખિલ ભારતીય દરથી ઘણાં જ ઓછા છે.
 
આ પ્રકારની વિશિષ્ટ જનસંખ્યા-ડેમોગ્રાફીને લીધે જ કેરળની રાજકીય-સામાજિક-ધાર્મિક ગતિવિધિઓમાં રાષ્ટ્રવાદી પરિબળો અને હિન્દુત્વનાં મૂલ્યો સામે ભારે પડકાર‚પ પરિસ્થિતિ કેરળમાં ઊભી થયેલી છે. પરિણામે કેરળની શાસનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, ધર્મ-સંસ્થાનો, કેળવણી સંસ્થાઓ, સાંસ્કૃતિક સંગઠનો ઉપર ખ્રિસ્તી અને મુસ્લિમ પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, કેરળના પરંપરાગત ‚ઢિચુસ્ત ગણાતા હિન્દુ સમાજમાં પણ માર્ક્સવાદી-સામ્યવાદી વિચારસરણીએ ભારે અંકૂશ જમાવ્યો છે, પરિણામે રા.સ્વ.સંઘ જેવા હિન્દુત્વનિષ્ઠ પરિબળો-રાષ્ટ્રવાદી શક્તિઓ માટે કેરળની રાજકીય પૃષ્ઠભૂમિ પડકારભરી યુદ્ધભૂમિ સમાન બની રહેલ છે.
 
કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો આરંભ અને પ્રભાવ વિસ્તરણ તેની પ્રતિક્રિયા‚પે સંઘ ઉપરના માર્ક્સવાદી હુમલાઓ તેજ બન્યા
 

 
 
કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો પ્રારંભ ૧૯૪૦ના દશકમાં થયો. શ્રી દત્તોપંતજી ઠેંગડી, શ્રી રંગાહરિજી, શ્રી પી. પરમેશ્ર્વરન્ જેવા સંઘના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સંઘ-કાર્ય, કેરળમાં મૂળિયા જમાવવા લાગ્યું. કેરળમાં એ દાયકામાં અવિભાજિત સામ્યવાદી પક્ષ - (ઈ.ઙ.ઈં.) - ભારતીય સામ્યવાદી પક્ષે પણ તેનો પ્રભાવ વિસ્તાર્યો હતો. કેરળના સામ્યવાદીઓ દ્વારા સંઘ સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ ઉપર નાના-મોટા હુમલાઓનો સિલસિલો તો તે સમયથી જ જોવા મળે છે. પરંતુ ૧૯૪૮માં સામ્યવાદીઓએ પૂર્વ સાજિશ મુજબ સંઘના જાહેર કાર્યક્રમમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો. તત્કાલીન સરસંઘચાલક પૂ. શ્રી ગુરુજી સંઘના જાહેર કાર્યક્રમમાં ઉદ્બોધન કરી રહ્યા હતા. એ વખતે સામ્યવાદીઓનો મનસુબો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સ્વયંસેવકો અને નિમંત્રીત નાગરિકોને ઉદ્બોધન કરી રહેલા, પૂ. શ્રી ગુરુજી ઉપર જ હુમલો કરવાનો હતો. સંઘના ચબરાક સ્વયંસેવકોને સામ્યવાદી ષડયંત્રની ગંધ આવી ગઈ હતી. સામ્યવાદીઓ શ્રી ગુરુજી ઉપર હુમલો કરે તે પહેલાં જ, તેમને પ્રવેશદ્વાર પાસે જ અટકાવી દઈને, એક મોટી હિંસક ઘટનાને ઊગતી જ નષ્ટ કરવામાં આવી. શ્રી ગુરુજીને પણ ચાલુ ઉદ્બોધને દૂર પ્રવેશ દ્વાર નજીક થઈ રહેલી ગરબડનો અંદાજ આવી ગયેલો, પરંતુ શ્રી ગુરુજીએ તેવી ઉત્તેજક પરિસ્થિતિમાં પણ વિચલિત થયા સિવાય જાણે કશું યે બન્યું ન હોય તેમ તેમનું ઉદ્બોધન જારી રાખ્યું. આ કાર્યક્રમ વેળાએ વરિષ્ઠ સંઘ-સ્વયંસેવક શ્રી પી. પરમેશ્ર્વરન્ મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા.
 
આવો જ બીજો પ્રસંગ ૧૯૫૨માં પણ બન્યો. કેરળના અલપ્પુઝા સ્થાન ઉપર શ્રી ગુરુજી એક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા, એ દરમિયાન કેરળના ડાબેરીઓ- સામ્યવાદીઓએ હુમલો કર્યો. અગાઉની જેમ આ વખતે પણ સંઘ-સ્વયંસેવકોએ ભારે બહાદુરી અને દક્ષતાથી ડાબેરીઓના હુમલાનો જડબાતોડ પ્રત્યુત્તર વાળ્યો, પરંતુ શ્રી ગુરુજીએ તેમની આંખોની સામે જ થઈ રહેલ ડાબેરીઓના હુમલા વિશે, તેમના ઉદ્બોધનમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં ! ભગવદ્ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો વર્ણવાયાં છે, શ્રી ગુરુજીએ તેમના પ્રત્યક્ષ વ્યવહારથી ‘સ્થિતપ્રજ્ઞ’ કોને કહેવાય ? એ સિદ્ધ કરી બતાવ્યું ! ત્યાર પછીનાં વર્ષોમાં પણ સામ્યવાદીઓના હુમલાઓ અને આતંકનો દોર ચાલતો જ રહ્યો. ૧૯૬૨ના સામ્યવાદી ચીનના આક્રમણ પછી, ૧૯૬૪માં ભારતીય સામ્યવાદી પક્ષ - ઈ.ઙ.ઈં.માં બે ભાગલા પડ્યા. ઈ.ઙ.ઈં. અને ઈ.ઙ.ઈં.ખ. - ભારતીય સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી - સામ્યવાદી પક્ષ. એક રશિયા તરફી બીજું ચીન તરફી; પરંતુ ભારત તરફી એકેય નહીં ! તેમાંયે માર્ક્સવાદી-સામ્યવાદી ઘટક વિશેષ કટ્ટર અને આક્રમક બની રહ્યું છે.
 
 

સ્વામી ચિન્મયાનંદજી ઉપર માર્ક્સવાદીઓનો હુમલો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્વામીજીને રક્ષા-કવચ પૂરું પાડ્યું...
 
કેરળના માર્ક્સવાદીઓ દ્વારા રાષ્ટ્રવાદી શક્તિઓ અને હિન્દુત્વનાં પરિબળો સામેની હિંસાખોરી અને અસહિષ્ણુતાનો આવો જ પ્રસંગ ૧૯૬૯માં જોવામાં આવ્યો. કેરળના ત્રિશૂરનગરની શ્રી કેરળ વર્મા કૉલેજના સંચાલકોએ, સુવિખ્યાત ચિંતક-ધર્મગુરુ સ્વામીશ્રી ચિન્મયાનંદજીને, કૉલેજ કેમ્પસ ઉપર વિદ્યાર્થીઓને ઉદ્બોધન માટે નિમંત્રિત કર્યા હતા. માર્ક્સવાદીઓના પેટમાં આ પ્રકારના કાર્યક્રમના આયોજનથી ચૂંક ઊપડી. માર્ક્સવાદી યુવકોએ કૉલેજ કેમ્પસ ઉપર હુમલો કરી દીધો, પરંતુ ત્યા ઉપસ્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઝાંબાજ કાર્યકર્તાઓએ, તેઓનો દૃઢતાથી સામનો કરી, માર્ક્સવાદીઓને ભગાડી મૂક્યા ! હુમલાખોરો કેરળ સ્ટુડન્ટ ફેડરેશનના યુવકો હતા. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ સ્વામી ચિન્મયાનંદજીની આસપાસ દીવાલની જેમ ઊભા થઈને, સ્વામીજીને રક્ષાકવચ પૂરું પાડ્યું. આ પ્રસંગથી સ્વામીજીનો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્રત્યેનો લગાવ અને આત્મીયતા વધુ દૃઢ બન્યાં.
કેરળમાં વિદ્યાર્થી પરિષદ-માર્ક્સવાદી યુવકો વચ્ચેનો સંઘર્ષ તેજ બન્યો
 
સ્વામી ચિન્મયાનંદજી ઉપરના માર્ક્સવાદી વિદ્યાર્થી સંગઠન દ્વારા થયેલા હુમલાના પ્રયાસની વિરુદ્ધમાં, અ. ભા. વિદ્યાર્થી પરિષદે વળતે દિવસે વિશાળ સંખ્યામાં વિરોધ-રેલીનું આયોજન કર્યંુ. વિદ્યાર્થી પરિષદનું વિરોધ સરઘસ નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતું હતું, તે દરમ્યાન કેરળ સ્ટુડન્ટ ફેડરેશન-માર્ક્સવાદી સંગઠનના યુવકોએ વિદ્યાર્થી પરિષદના સરઘસ ઉપર સીધો હુમલો કર્યો. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ તેનો મજબૂત મુકાબલો કર્યો. આ સંઘર્ષ દરમ્યાન વિદ્યાર્થી પરિષદના અનેક કાર્યકરો ઘવાયા એ સાથે જ કેટલાય માર્ક્સવાદી યુવકો પણ ઘાયલ થયા અને તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કેરળના જાહેરજીવનમાં માર્ક્સવાદીઓનો મજબૂત મુકાબલો કરવાના આ પ્રસંગથી ભારે ચકચાર મચી ગઈ !
 

 
સંઘ સ્વયંસેવકોની હત્યાનો માર્ક્સીસ્ટ સિલસિલો
 
૧૯૬૯માં સંઘ-સ્વયંસેવક રામકૃષ્ણન્ની વિના ઉશ્કેરણીએ, માર્ક્સવાદી પોલીટબ્યુરોના અગ્રણી વિનરવી વિજયન્ અને કોડિયરી બાલકૃષ્ણન્ અને સાથીઓ દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી. રામકૃષ્ણન્ એક અત્યંત ગરીબ પરિવારના સ્વયંસેવક હતા. આ નિર્ઘૃણ્ણ હત્યા માર્ક્સવાદીઓના ગઢ ગણાતા તલ્લાસેરીમાં કરવામાં આવી.
ત્યાર પછીના એક મહિના દરમ્યાન કોટ્ટામમ જિલ્લાના પોનકુન્નમ્ ગામમાં સંઘ કાર્યકર્તા શ્રીધરન્ નાયરની કોઈ પણ કારણ વિના માર્ક્સવાદીઓએ નિર્મમ હત્યા કરી. એ જ વર્ષે પલક્કડ નિવાસી રામકૃષ્ણની પણ હત્યા કરવામાં આવી.
ત્યાર બાદ ૧૧ જાન્યુઆરી ૧૯૭૦ના દિવસે કેરળના એર્નાકુલમ્ જિલ્લાના પસુરનગરમાં માર્ક્સવાદીઓએ સંઘના વરિષ્ઠ કાર્યકર્તા અને પૂર્વપ્રચારક શ્રી વેલિયાથનાદુ ચંદ્રનની ક્રૂર હત્યા કરી. એ જ રીતે ૧૯૭૩માં ત્રિશૂર જિલ્લાના નલેન્કારાનગરના મંડલ કાર્યવાહ શ્રી શંકર નારાયણન્ની માર્ક્સવાદીઓએ નિર્દય હત્યા કરી. કોચ્ચિના સંઘના મંડલ કાર્યવાહ શ્રી સુધીંદ્રન્ની પણ એ જ રીતે કમકમાટી ઊપજે તે રીતે હત્યા કરવામાં આવી.
 
૧૯૭૫-૭૭ની કટોકટી અને માર્ક્સવાદીઓ
 
શેષ ભારતની જેમ કેરળ રાજ્યમાં પણ, શ્રીમતી ઇંદીરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના વિરોધમાં જનસંઘર્ષ મોરચે રા. સ્વ. સંઘ, ભારતીય જનસંઘ, અ. ભા. વિદ્યાર્થી પરિષદ વગેરે સંઘપરિવારના વિવિધ સંગઠનોએ સફળ નેતૃત્વ કરી, કટોકટી વિરુદ્ધનો યશસ્વી સંઘર્ષ જારી રાખ્યો. કટોકટી દરમ્યાન નાગરિક સ્વાતંત્ર્ય અને અખબારી પ્રિસેન્સરશીપ વિરુદ્ધના એ ઐતિહાસિક જનસંઘર્ષમાં સંઘપરિવારની સક્રિયતાથી માર્ક્સવાદીઓના પેટમાં તેલ રેડાયું. ૧૯૭૭માં કટોકટી પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઇંદિરા ગાંધીના કોંગ્રેસ પક્ષને ભારે લપડાક પડી. શેષ ભારતની જેમ કેરળના માર્ક્સવાદીઓ પણ ઇંદિરા ગાંધીની કટોકટીના સમર્થકો હતા. પરિણામે ૧૯૭૫-૭૭ના એ યશસ્વી સંઘર્ષ વર્ષોથી કેરળમાં પણ સંઘ પરિવારની પ્રતિષ્ઠા અને પ્રભાવવૃદ્ધિ જોવામાં આવી. કટોકટી વિરુદ્ધના એ જનસંઘર્ષ દરમ્યાન માર્ક્સવાદી પાર્ટીના અનેક કાર્યકર્તાઓને સંઘ પરિવાર તરફ આકર્ષણ નિર્માણ થયું. એને કારણે તેઓ ભારતીય જનસંઘ તરફ વળ્યા અને સક્રિય પણ બન્યા. પરિણામે માર્ક્સવાદીઓને રા. સ્વ. સંઘ અને સંઘ પરિવારનાં વિવિધ સંગઠનો, તેમના ભાવિપ્રતિસ્પર્ધીઓ તરીકે આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. આને લીધે જ ૧૯૭૭ પછી માર્ક્સવાદીઓના હિંસક હુમલાઓમાં સંઘ-સ્વયંસેવકો અને સંઘ પરિવારના અન્યાન્ય કાર્યકર્તાઓની નિર્મમ હત્યાઓની સંખ્યા વધતી જ ચાલી.
 
કેરળમાં ૧૯૭૫-૭૭નાં વર્ષો સંઘ અને સંઘપરિવારના પ્રભાવ-વિસ્તારની જળથાળ (પ્રવાહ પરિવર્તન) ઘટના બની રહી.
તેને કારણે કેરળના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રોમાં હિન્દુત્વનાં-રાષ્ટ્રીયતાનાં પરિબળોનો પ્રવાહ વેગવંતો બન્યો. પરિણામે તેમાં ઉત્તરોત્તર વધારા સાથે કેરળની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
 
હતપ્રભ થયેલા માર્ક્સવાદીઓએ હુમલાઓનો સહારો લીધો
 
કેરળમાં કટોકટી વિરુદ્ધ યશસ્વી જનસંઘર્ષને કારણે સંઘપરિવારની વધેલી લોકપ્રિયતા સંદર્ભમાં માર્ક્સવાદી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સંઘ-સંઘપરિવારમાં જોડાવા લાગ્યા છે. પરિણામે હત્પ્રભ થઈ ગયેલા માર્ક્સવાદીઓએ તેમના મૂળ કાર્યકર્તાઓ - જેઓ તેમને છોડીને સંઘપરિવારમાં જોડાવા લાગ્યા છે, તેઓના ઉપર જ ઘાતક હુમલાઓ કરીને, વેર વાળવાની રુગ્ણ મનોભૂમિકા માર્ક્સવાદીઓ પ્રગટ કરી રહ્યા છે. કેરળ રાજ્યમાં લગભગ તમામ વિસ્તારોમાં આ રીતે માર્ક્સવાદીઓની પ્રતિસ્પર્ધીઓ વિરુદ્ધની હિંસાખોરી જોવા મળે છે. તેમાંય કેરળના ઉત્તર ભાગના ક્ધનૂર જિલ્લામાં માર્ક્સવાદીઓના લાલ-આતંકે માઝા મૂકી છે. ૧૯૭૮ની સાલમાં ક્ધનૂર જિલ્લાના તલાસેરી ગામમાં સંઘ-શાખાના મુખ્ય શિક્ષક-કિશોરવયના વિદ્યાર્થી શ્રી ચંદ્રનની નિર્મમ હત્યાથી, માર્ક્સવાદી ખુનામરકીનો દોર વેગવાન બન્યો છે. ચંદ્રનના પિતાજી માર્ક્સવાદી પાર્ટીના સ્થાનિક એકમના સભ્ય છે. ચંદ્રન્ની હત્યા કરીને, માર્ક્સવાદીઓ એ સઘળા પરિવારોને ચેતવણી આપી છે કે, તમારા સંતોનોને સંઘ-શાખામાં મોકલતા પહેલાં ચેતી જાઓ ! માર્ક્સવાદીઓ દ્વારા હત્યાઓની પરંપરા છતાંય, સંઘ-સ્વયંસેવકોનો જુસ્સો અકબંધ રહ્યો છે તેથી માર્ક્સવાદીઓએ ૧૯૭૮ પછી તલવાર - ખંજરને બદલે સંઘ-સ્વયંસેવકો ઉપર બોંબ નાખવાના કાતિલાનાં પ્રયોગો શ‚ કર્યા ! તેને પરિણામે અનેક સંઘ-સ્વયંસેવકોના કરપીણ મોત થયા છે. તેમાં ૧૯૮૧માં સંઘના ખંડ-કાર્યવાહ શ્રી કરિયબલ સતીશન્, ક્ધનૂર જિલ્લાના ભાજપના મંત્રી શ્રી મન્નયનૂર ચંદ્રન્ ભારતીય જનતા યુવા મોરચાના કેરળ રાજ્યના ઉપાધ્યાક્ષ શ્રી જયકૃષ્ણન્ માસ્ટરની, ૧૯૮૬માં વર્ગખંડમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતી વેળાએ ક્રૂર હત્યા નાખવામાં આવી ! એ જ રીતે ક્ધનૂર જિલ્લાના સંઘના શારીરિક પ્રમુખ શ્રી મનોજની ૨૦૧૪માં હત્યા કરવામાં આવી. ૧૯૮૪માં ક્ધનરૂમાં સંઘ-સહજિલ્લા કાર્યવાહ શ્રી સદાનંદ માસ્ટરના બન્ને પગના ઘૂંટણો નીચેના ભાગને તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવાનો જઘન્ય અપરાધ માર્ક્સવાદીઓએ આચર્યો છે.
 
ક્રૂર હત્યાનો સિલસિલો યથાવત
 
૧૯૮૦માં ક્ધનૂરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી કાર્યકર શ્રી ગંગાધરન્ની નિર્મમ હત્યા, સરકારી કચેરીમાં જ સરેઆમ કરવામાં આવી. શ્રી ગંગાધરન્ જે દિવસે તેમની સરકારી નોકરીમાં જોડાયા, એ દિવસે જ્યારે તેઓ તેમની સરકારી કચેરીમાં આવ્યા ત્યારે અગાઉથી જ ત્યાં હાજર માર્ક્સવાદી બાતમીદારે તેની ખબર પહોંચાડી. જોતજોતામાં માર્ક્સવાદીઓ ત્યાં હથિયારો સાથે ધસી આવ્યા. સહુના દેખતાં શ્રી ગંગાધરન્ની તેમની ઑફિસની ખુરશીમાં જ બર્બર હત્યા કરવામાં આવી. ગંગાધરન્ના પોસ્ટમોર્ટમને અટકાવવા માટે માર્ક્સવાદીઓએ જિલ્લા કલેક્ટરને પણ ધમકી આપેલી. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૮૦ને દિવસે સંઘના કાર્યકર્તા ૨૭ વર્ષના શ્રી ગોપાલકૃષ્ણન્ પર બસ મુસાફરી દરમ્યાન ચાલુ બસમાં જ હુમલો કરવામાં આવ્યો. શ્રી ગોપાલકૃષ્ણન્ને ચાલુ બસમાંથી જ બહાર ધકેલી દઈ, ઉપરાઉપરી ખંજરો ભોંકીને તેમની કરપીણ હત્યા કરવામાં આવી. ૧૯૮૪માં અર્નાકુલમ્ જિલ્લાના જ્યદોજી ગામમાં સંઘના પૂર્વપ્રચારક શ્રી અયપ્પન ઉપર બોમ્બ વિસ્ફોટ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા ! એ જ વર્ષમાં એર્નાકુલમ્ જિલ્લાના ત્રિપ્પુનિતુરા ગામમાં શ્રી ઉન્નતકૃષ્ણન્ને નિર્દયી રીતે મારી નાખવામાં આવ્યા. ૧૯૮૭માં તિરુઅનંતપુરમ્ જિલ્લાના મુરિક્કુલપુઝા ગામમાં માર્ક્સવાદીઓએ કરેલા હિંસક હુમલામાં એક જ સાથે ૩ સ્વયંસેવકો માર્યા ગયા. હુમલાવરો માર્ક્સવાદીઓ હતા. એ જ રીતે ૧૯૯૬માં અલપ્પુઝા જિલ્લાના પન્નાર ગામના દેવાશ્રય બોર્ડ કૉલેજના, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ત્રણ સક્રિય કાર્યકર્તાઓ અનુ, સજિત અને કિમ ક‚ણને ત્યાંની પંપા નદીમાં બેરહમીપૂર્વક ડુબાડી દઈને તેઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ૧૯૯૬માં કોટ્ટાયમ જિલ્લાના ચંગનાસેરી ગામમાં અ.ભા. વિદ્યાર્થી પરિષદના સક્રિય સદસ્ય શ્રી બીંબીની પણ ક્રૂર હત્યા કરવામાં આવી.
 
ઉપસંહાર
 
કેરળના દાયકાઓ જુના માર્ક્સવાદી-સામ્યવાદીઓના લાલ-આતંક અને હિંસાખોરી અંગે હમણાં જ અમદાવાદની મુલાકાતે પધારેલા રા.સ્વ.સંઘના અખિલ ભારતીય સહપ્રચારપ્રમુખ શ્રી નંદકુમારજીએ કેરળની ભયાનક પરિસ્થિતિની સિલસિલાબંધ વિગતો ખુલ્લી કરી છે. તેનું ઉપરોક્ત સંક્ષિપ્ત વિવરણ પણ કોઈપણ સંવેદનશીલ રાષ્ટ્રપ્રેમી નાગરિકને અને સાચી દિશામાં વિચારનાર સજ્જનશક્તિને હચમચાવી મૂકે તેમ છે. પરંતુ સમસ્યાની સમસ્યા એ છે કે, આ પ્રકારના નિર્ઘૃણ્ણ અત્યાચારોને ઉજાગર કરવામાં અને તેને કડક શબ્દોમાં વખોડી કાઢવાને બદલે; આપણા કથિત લિબરલ, બૌદ્ધિક, સેક્યુલર, કર્મશીલો અને એક "ખાસ પ્રકારના મીડિયા કર્મીઓ મીંઢું મૌન શા માટે પાળે છે ? દાયકાઓથી જેહાદી ઝનૂનપૂર્વક આ સઘળાં સુપર સેક્યુલરિસ્ટો; રા. સ્વ. સંઘ, ભાજપા અને સંઘ પરિવાર અંગે તો વિષવમન જ કરી રહ્યાં છે; તેમાંયે મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભારે પછડાટ અનુભવ્યા પછી, તો આ સેક્યુલર - સનેપાતે માઝા મૂકી છે.
નવી રાજકીય પરિસ્થિતિ અને માહોલમાં, ભારત વર્ષની રાષ્ટ્રવાદી શક્તિઓના ઉદય અને પ્રભાવ વિસ્તરણને સાંખી નહીં શકનાર; એ સહુ તત્ત્વોએ એક તરફ તો કથિત ‘અસહિષ્ણુતા’ વિરુદ્ધ ઍવોર્ડ વાપસીની નૌટંકી કરી છે; જે બિહાર ચૂંટણી પછી અચાનક જ બંધ થયેલી જોવા મળે છે. સંસદગૃહો અને સંસદ બહાર સડકો ઉપર પણ, એક યા બીજા પ્રસંગને બહાનું બનાવી, અવ્યવસ્થા, ધાંધલ, અરાજક્તા સર્જવાના હરકોઈ હથકંડા તેઓ આચરી રહ્યાં છે. છેલ્લે છેલ્લે મહામહિમ રાષ્ટ્રપતિજી-શ્રીમાન પ્રણવબાબુને પણ એ અંગે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારવાની ફરજ થઈ પડી છે. યુપીએના સુદીર્ઘ કુશાસનના ભ્રષ્ટાચારથી ખદબદતા દાયકામાં મીઢું મૌન સેવનારા આ સહુ દંભી સેક્યુલરિસ્ટોની જમાતને, ઊનાકાંડ જેવી નિંદનીય ઘટનાને ચગાવવામાં રસ છે. તેની સાથે ઇસ્લામીસ્ટ જેહાદીઓના કથિત માનવ અધિકારોની જેટલી ચિંતા છે. આ સંદર્ભમાં શું કેરળના સંઘપરિવારના કાર્યકર્તાઓ, જેઓ માર્કસીસ્ટ-લાલ-આતંકીઓ દ્વારા કરપીણ રીતે રહેંસાઈ રહ્યાં છે. તેઓના માનવ અધિકારોનું શું ? તીન-તલાકથી ત્રસ્ત મુસ્લિમ બાનુઓના માનવ અધિકારોનું શું ? આ સુપર સેક્યુલરિસ્ટો જે રીતે - જે હદે જે.એન.યુ.ની અફઝલ-ગેંગના રાષ્ટ્રવિરોધી કારનામાના બેશરમ સમર્થનમાં છે, તે જોતાં એમ કહી શકાય કે, કેરળના તેમના જ લાલભાઈઓ-માર્ક્સવાદીઓ-સામ્યવાદીઓના આતંક-જોરજુલમ સામે તેઓ અવાજ ઉઠાવશે તેવી અપેક્ષા; રોંગ નંબર ઉપર ડાયલ કરવા સમાન છે ! કેરળની આ કરુણાંતિકા વિરુદ્ધ વ્યાપક જનઆક્રોશ પ્રગટ કરવા અને કેરળમાં પણ રાષ્ટ્રીય એકતા-અખંડતા અને જનતાંત્રિક મૂલ્ય-રક્ષા માટેના અભિયાનમાં રાષ્ટ્રવાદી પરિબળો, દેશની સજ્જનશક્તિ સંગઠિત, સક્રિય અને પરિણામલક્ષી બને એની જ‚ર છે. વોટબેન્ક પોલિટિક્સ આધારિત આવા હલકા રાજકારણને નેસ્તાનાબુદ કરવામાં પળવાર પણ વિલંબ થઈ શકે તેમ નથી. સહુએ સવેળા જાગી ઉઠવાની અનિવાર્યતા છે. કેરળમાં માર્ક્સવાદીઓ દ્વારા કરપીણ હત્યા કરાયેલા એ સંઘ પરિવારના આશાસ્પદ યુવકોની શહીદી પછી, તેમના પરિવારજનોમાંથી ઉઠેલો એ સૂર - એક બેટાને ગુમાવ્યો છે, બીજા સો ઊભા થશે ! આ વજ્ર-સંકલ્પ પ્રગટ કરનાર જુસ્સો એ જ ઉજળી આવતીકાલના સંકેત‚પ છે !
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક