કચ્છના નાના રણમાં ઉતર્યું વિશ્વનું ફાસ્ટેસ્ટ બર્ડ, હજારો પક્ષીઓનો જામ્યો 'રણઉત્સવ'

    ૧૩-નવેમ્બર-૨૦૧૭

 
 
કચ્છનું નાનું રણ વિશ્વભરમાં ઘુડખર અભયારણ્ય થકી પ્રખ્યાત છે, કહેવા માટે કચ્છનું પણ સુરેન્દ્રનગર,પાટણ,રાજકોટ અને બનાસકાંઠા સહિતના પાંચ જિલ્લાઓની જમીની ભાગીદારી સાથે 4953.70 ચો. કિ.મીમાં વિસ્તરેલું ભારતનું  આ નામાંકિત અભયારણ્ય છે.
 

 

જેના નામ પરથી આ વિસ્તાર જાણીતો છે તે જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું દેશમાં આ એકમાત્ર રહેણાંક છે.શિયાળો આવતા જ અહીં પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓ ધામા નાખે છે.નાનારણમાં શિકારી પક્ષીઓને નાનકડા પક્ષીઓનો શિકાર કરતા નિહાળવા એક લ્હાવો છે,અસંખ્ય કુંજ રણમાં કલરવ કરી જાણે ઉપવન બનાવી મૂકે છે.નવેમ્બરથી માર્ચ સુધી અહીં પક્ષીઓનું સામ્રાજ્ય સર્જાય છે.


 
નાના કાન વાળો રવાઇડો ઘુવડ
 

 
 
ભારતીય વરુ સાથે વિશ્વનું ફાસ્ટેસ્ટ બર્ડ પેરેગ્રીન ફાલ્કન એટલે કાળો શાહીન  
 
 
પેરેગ્રીન ફાલ્કન 390 કિમી પ્રતિ કલાક ની ઝડપે ઉડી શકે છે, જે વિશ્વનું મહત્તમ ઝડપે ઉડતું પક્ષી છે.  
 
 
 નાના કાન વાળો રવાઇડો ઘુવડ,મેકવીન બસ્ટર્ડ અને ભારતીય વરુ સાથે વિશ્વનું ફાસ્ટેસ્ટ બર્ડ પેરેગ્રીન ફાલ્કન એટલે કાળો શાહીન અહીં આવતા દેશભરના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.પેરેગ્રીન ફાલ્કન 390 કિમી પ્રતિ કલાક ની ઝડપે ઉડી શકે છે, જે વિશ્વનું મહત્તમ ઝડપે ઉડતું પક્ષી છે. આ પક્ષીની એરોડાયનેમિક ક્ષમતા આજે પણ એરોપ્લેનમાં સતત સંશોધન માટે મહત્વનું નીવડ્યું છે.આ સાથે બાજ,ગરુડ,પટીપટાઇ જેવા ખતરનાક શિકારી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ અહીં રણમાં પક્ષીઓમાં અનેરો ભય પેદા કરે છે.તો લોમડી અને શિયાળ જેવા સસ્તનધારી પ્રાણીઓ અહીંની સુંદરતામાં વધારો કરે છે. ચાલુ વર્ષે બજાણાના પ્રખ્યાત વિસ્તારમાં નર્મદા કેનાલ થકી પાણી ભરાયેલ હોતા ફોટોગ્રાફરો એ તરફ જઈ શક્યા ન હતા.જો કે ખારાઘોડા તરફના રણની વન્યસંપદા પણ સમૃદ્ધ છે.
 
- ફોટો સ્ટોરી,રોનક ગજ્જર કચ્છ-ભૂજ