ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત : આધુનિક વિજ્ઞાન-ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાતનો સમગ્રતયા વહીવટ વિશેષ લોકાભિમુખ

    ૧૮-નવેમ્બર-૨૦૧૭



 
ડિજિટલ યુગ તરફ આગળ વધી રહેલા ભારતવર્ષના ભગીરથ કાર્યમાં ગુજરાતના સમગ્રતયા વહીવટને આધુનિક ટેક્નોલોજીનો સ્પર્શ આપી, પ્રજાજનો સમક્ષ માત્ર એક ક્લિકના સથવારે ગુજરાતના પારદર્શી વહીવટને પ્રસ્તુત કરવાનો આયામ ગુજરાત સરકારે આરંભ્યો છે.

હજાર ગામડાઓ હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાયા

પ્રથમ તબક્કે રાજ્યનાં ૬૦૦૦ ગામડાંઓને હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડી, ગ્રામ્ય અને તાલુકાકક્ષાના પ્રજાજનોને ઝડપી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં પણ પ્રયાસો આવરી લેવામાં આવ્યા છે. કામગીરીના ભાગરૂપે રાજ્યની ૨૯૯૯ ગ્રામ પંચાયતોને ઉત્કૃષ્ટ કક્ષાની કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી ચૂકી છે.

૬૩ નાગરિક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ

સરકારના સુશાસનની જાણકારી આમપ્રજાજનો સુધી અને ખાસ કરીને યુવા વર્ગ સુધી સરળતાથી પહોંચાડી શકાય, પ્રજાજનોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓની જાણકારી મેળવી શકાય તે માટે -ગવર્નન્સ, પ્રો-ગવર્નન્સ તરફ આગળ વધીને, રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયનું અલાયદું ટ્વિટર અને ફેસબૂક પેઈજ શરૂ કરીને તેની સીધી નિગરાની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા રાખવામાં આવી રહી છે. ઉપરાંત પ્રજાજનો માટે જરૂરી જુદી જુદી ૬૩ જેટલી નાગરિક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે એક કોમન સર્વિસ પોર્ટલના માધ્યમથી સેવાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે.

-ટ્રાન્ઝેક્શન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ

પારદર્શી વહીવટના ભાગ‚પે રાજ્યના જુદા જુદા વિભાગો, કચેરીઓના ટ્રાન્ઝેક્શન -ટ્રાન્ઝેક્શન હેઠળ આવરી લઈ -તાલ પોર્ટર ઉપર રૂ. ૨૫૩ કરોડના -ટ્રાન્ઝેક્શન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહેવા પામ્યું છે. જ્યારે ભૂકંપ અને સુનામી જેવી કારમી કુદરતી હોનારતોની આગોતરી જાણકારી પ્રાપ્ત કરી શકાય, અને પ્રજાજનોના જાનમાલને નુકસાનીથી બચાવી શકાય તે માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચમાં ૫૪ બ્રોડબેન્ડ સિસ્મોગ્રાફ અને ૬૫ સ્ટ્રોન્ગમોશનના નેટવર્ક મારફતે, ગણતરીની મિનિટોમાં કુદરતી હોનારતોની આગોતરી જાણકારી પ્રાપ્ત કરી, સંબંધિત વિભાગ, કચેરી, અધિકારીઓ અને મીડિયાને પ્રોવાઈડ કરાવવા માટે આખું વ્યવસ્થા તંત્ર કાર્યરત કરાયું છે. સિસ્ટમના ઉપયોગથી રાજ્યમાં ૨૪ કાયમી, અને ૪૦ બિનકાયમી જીપીએસ મથકો દ્વારા જમીનની નાનામાં નાની હલચલ સહિત ગુજરાતના દરિયાકાંઠામાં સુનામીની સંભાવનાઓનો તાગ મેળવવામાં આવે છે, જેનાથી આવી કુદરતી હોનારતો ત્રાટકવાના સમયની જાણકારી સહિત કયાં ક્ષેત્રો તેનાથી વધુ પ્રભાવિત થશે તેની સચોટ આગાહી કરી શકાય છે.

ઇન્ટરનેટ એક્સેસની સુવિધા તમામ યુઝર્સને ઉપલબ્ધ

રાજ્ય સરકારના વિભાગો માટે જીવાદોરી સમાન બની રહેલી જીસ્વાનની સેવાઓને વધુ બળવત્તર બનાવવા માટે તેની બેન્ડવિડ્થ રાજ્યકક્ષાએ ૩૪ એમબીપીએસથી વધારી જીબીપીએસ, જિલ્લા કક્ષાએ ૨૫૦ એમબીપીએસ અને તાલુકાકક્ષાએ ૧૦ એમબીપીએસથી વધારી ૧૦૦ એમબીપીએસ સુધી અપગ્રેડ કરી, ઇન્ટરનેટ એકસેસની સુવિધા તમામ યુઝર્સને ઉપલબ્ધ થાય તેવી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટરના ઇક્વિપમેન્ટનું પણ આધુનિકીકરણ કરીને ૬૦ જીબીપીએસ સુધીના બેન્ડવિડ્થ સાથે વધુ સક્ષમ બનાવાયું છે.

રાજ્ય સરકારના તમામ સરકારી અધિકારી/કર્મચારીઓના -મેઈલ બોક્સની સ્ટોરેજ લિમિટ વધારવા માટેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની તમામ ગ્રામપંચાયતો ખાતે ફૂલ ટુ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે અને પીઓસી (પ્રૂફ ઑફ કોન્સેપ્ટ)ની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. રાજ્યની નગરપાલિકાઓ ખાતે વાઈફાઈ સુવિધા પૂરી પાડવા અંગે આરએફપી જીઆઈએલની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી છે. તો ગાંધીનગર ખાતેની વિવિધ સરકારી કચેરીઓ ખાતે પૂરી પાડવામાં આવેલા સચિવાલય ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન નેટવર્ક (એસઆઈસીએન)ની સુવિધાને આઈપી બેઝડ અપગ્રેડેશન માટે પણ ઉક્ત વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી છે.

ગામડાઓમાં ઓટરીકેબલ ફાઈબર

ભારત સરકારના ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના દરેક ગામડાઓમાં ઓપ્ટિકેબલ ફાયબર કેબલ મારફતે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં બાયોટેક્નોલોજી પોલિસી (૨૦૧૬-૨૦૨૧) મેઈક ઇન ઇન્ડિયા અંતર્ગત મળેલી કુલ ૧૫ અરજીઓ માટે ‚રૂ. ૧૫૦૦ કરોડનાં નવાં રોકાણો માટેની દરખાસ્ત મળી છે. રાજ્યમાં બાયોટેક્નોલોજી ઉત્પાદનો શ્રેષ્ઠ, ગુણવત્તાયુક્ત અને વાજબી ભાવે ઉપલબ્ધ થાય તે ઉદ્દેશથી જાહેર કરાયેલી પોલિસીને કારણે રાજ્યમાં સંશોધન અને વિકાસને નવો વેગ મળશે.

ગુજકોસ્ટ દ્વારા રાજ્યનાં પાંચ જિલ્લાઓ પાટણ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ભૂજ-કચ્છ ખાતે પ્રાદેશિક મ્યુઝિયમની સ્થાપના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો સાયન્સ સિટીના બીજા તબક્કાના વિકાસ માટેનું પણ અલાયદું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. બાયોઇન્ફર્મેટિક્સ લેબની સ્થાપના માટે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, કૉલેજો તેમજ સંસ્થાઓમાંથી આવેદનપત્રો મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓ સાથે કનેક્ટીવીટી

વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ, એન્જિનિયરીંગ કૉલેજોમાં ડિઝાઈન સ્કૂલ સ્થાપવાનું આયોજન કરાયું છે. માટે કૉલેજો પાસેથી અરજીઓ મેળવવામાં આવી છે. જે પૈકી રાજ્યની આઠ કૉલેજોની માટે પસંદગી પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત એન્જિનિયરિંગ કૉલેજોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સુપર કોમ્પ્યૂટર પૂરા પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન નોબલ પારિતોષિક એક્ઝિબિશનનું સાયન્સ સિટી ખાતે આયોજન કરાયું હતું. પ્રદર્શન તા. ૧૪મી માર્ચ, ૨૦૧૭ સુધી રાખવામાં આવ્યું હતું. જેમાં .૦૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓએ ભાગ લીધો હતો. પ્રદર્શનની રાજ્ય અને દેશની ૧૫૦૦ શાળાઓ અને વિજ્ઞાન તથા એન્જિનિયરિંગ કૉલેજોએ પણ મુલાકાત લીધી હતી. આમ, મેઈક ઇન ઇન્ડિયા, સ્માર્ટ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સુવર્ણ ભવિષ્યના નિર્માણમાં ગુજરાત સરકારનો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ પણ કદમતાલ મેળવી મક્કમ રીતે કૂચકદમ કરી રહ્યો છે. કવાયત આગામી દિવસોમાં ગુજરાતને શિરમોર બનાવવા તરફ લઈ જશે.