સલામત ગુજરાત : નાગરિક સલામતી અને સુરક્ષાની સુદૃઢ વ્યવસ્થા

    ૨૬-નવેમ્બર-૨૦૧૭


 

મેરા મુલ્ક મેરા દેશ... મેરા વતનશાંતિ કા, ઉન્નતિ કા પ્રેમ કા ચમન...

પંક્તિ આજે ગુજરાતનો નાગરિક ખૂબ સરળતાથી અને ગીતના શબ્દોની અનુભૂતિ સાથે ગાઈ શકે છે. ગુજરાત રાજ્યમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની શાસનધુરા સંભાળી ત્યારથી રાજ્યમાં શાંતિ અને સલામતી માટેના સૂર્યનો ઉદય થયો હોય તેવો અહેસાસ ગુજરાતીઓ કરી શક્યા છે. આજે ૧૦થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતાં યુવક-યુવતીઓના માનસમાં રહેલ કરફ્યુ નામનો શબ્દ પરિચિત રહ્યો નથી. ગુજરાતમાં શાંતિ અને સલામતી થકી આજે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ગ્રોથ ખૂબ સારો છે, જેનું શ્રેય રાજ્યની સરકારને અને ગુજરાત પોલીસને આપીએ, તેમાંય જરાય અતિશયોક્તિ નથી.

યુવાધનની સુરક્ષા માટે કડક કાયદા

ગુજરાત સરકારે ગુજરાતનું યુવાધન વિશ્ર્વની સાથે કદમ મિલાવી શકે તે માટે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. તેમજ યુવાધન પોતાની યુવાની ચરસ, દારૂ અને હુક્કાબાર જેવી નશીલી ચીજવસ્તુનું સેવન કરવામાં ગુમાવે તેવા ઉમદા આશયથી કડક કાયદાઓ બનાવ્યા છે. આજે ગુજરાતમાં દારૂબંધીની કડક હાથે અમલવારી કરવામાં આવી રહી છે. કાયદામાં દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન, ખરીદ, વેચાણ, આયાત, બોટલિંગ, કબજો અને હેરાફેરી, કોઈ જગ્યાએ દા‚નાં પીઠાં ખોલે, પોલીસકર્મીઓ ઉપર હુમલો કરે, જાહેરમાં દા‚ પીને અસભ્ય વર્તન કરે, મહિલાની છેડતી કરે તેવા વ્યક્તિઓની સામે કડક પગલાં ભરવાની જોગવાઈ કરતા કાયદાઓ અમલી બનાવ્યા છે, જેમાં આરોપ સાબિત થાય તો મહત્તમ ૧૦ વર્ષ સુધીની કેદ તથા ‚રૂ. લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. તેમજ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન ધારોમાં ૨૦૦૩માં સુધારા કરીને હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. કાયદાનો ભંગ કરનારને ત્રણ વર્ષની કેદની સજા જે એક વર્ષ કરતાં ઓછી નહીં અને ‚રૂ. ૫૦ હજાર સુધીનો દંડ પણ કરવામાં આવે છે. તે ઉપરાંત પ્રજાજનો પોતાની આસપાસના વિસ્તારમાં દા‚, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદ ખૂબ નિર્ભયતાથી કરી શકે તે માટે ફ્રી હેલ્પલાઇન નંબર ૧૪૪૦૫ રૂ કરવામાં આવ્યો છે.

મહિલાઓની વ્હારે

રાજ્યની મહિલાઓ કોઈ છેડતી, ઘરેલુ હિંસા કે કોઈ અસામાજિક તત્ત્વોની હેરાનગતિનો ભોગ બને તે માટે પણ પોલીસ તંત્ર દ્વારા અનેક તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યાં છે. મહિલાઓ સંબંધી ગુનાઓના ઝડપી ઉકેલ અને અત્યાચાર નિવારણમાં સ્વૈચ્છિક મહિલા કાર્યકરોના અનુભવનો લાભ મેળવી શકાય તે હેતુસર રાજ્ય, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય, શહેર સ્તરે મહિલા સુરક્ષા સમિતિઓની રચના કરવામાં આવી છે. મહિલાઓ કોઈ પણ સ્થળે પોતાની જાતને અસુરક્ષિત સમજતી હોય તો તુરંત હેલ્પ મેળવી શકે તે માટે મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧ રૂ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા જે સ્થળે હોય ત્યાં પોલીસ મોબાઈલ વાન પહોંચી જાય છે. મહિલાઓમાં આત્મવિશ્ર્વાસ વધારવા અને સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અને મહિલાઓ પર અચાનક આવતી આવી પરિસ્થિતિ સમયે પોતાની જાતનું રક્ષણ કરવા માટે સ્વરક્ષણ તાલીમ પણ આપવામાં આવે છે.

સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્યના પૂર્વસૈનિકો / દિવંગત સૈનિકોનાં ધર્મપત્નીઓ તેમજ પૂર્વસૈનિકોના આશ્રિતોને વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન આર્થિક સહાય ચૂકવવામાં આવી છે, જેમાં ૧૪૨ કેસોમાં આર્થિક માસિક સહાય

રૂ. ૭૪,૧૭,૬૪૯ - ૧૭૨ દીકરીઓના લગ્ન માટે રૂ. ૩૩,૮૫,૦૦૦ અને અંતિમ ક્રિયા માટે ૧૪૪ પરિવારને રૂ. ૧૧ લાખ જેટલી સહાય ચૂકવવામાં આવી છે. તે ઉપરાંત બાળકોના શિક્ષણ માટે ૯૭૭ જેટલા વિદ્યાર્થીઓને

રૂ. ૩૨,૫૨,૪૫૦ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે તેમજ વ્યક્તિઓને રૂ. બે લાખની મકાન સહાય ચૂકવવામાં આવી છે.

પોલીસકર્મીઓના પરિવારની ચિંતા

દિવસ-રાત અને વાર-તહેવાર જોયા વગર પોતાની ફરજને પ્રાધાન્ય આપતાં પોલીસકર્મીઓના પરિવારજનોને ગુણવત્તાવાળું જીવન મળી રહે તે માટે સરકાર દ્વારા સુવિધાજનક આવાસ ઊભાં કરવામાં આવી રહ્યાં છે. હિંમતનગર ખાતે કુલ ૧૨૦ પોલીસ આવાસ તથા એસ.આર.પી. ગ્રુપ- મુડેટી ખાતે કુલ ૪૯૬ પોલીસ આવાસોનું બાંધકામ રૂ. ૫૩.૩૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. સુરતના ગોલીબાર ખાતે રૂ. ૨૧.૫૦ કરોડના ખર્ચે ૧૬૦ આવાસોનું તેમજ અમદાવાદના કેશવનગર વિસ્તારમાં જેલ કર્મચારીઓ માટે ૨૨૦૦ આવાસોનું નિર્માણ રૂ. ૨૪.૧૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

અનેક પોલીસ કચેરીઓને કોર્પોરેટ લુક આપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ ખાતે જેલ વિભાગની વહીવટી વડી કચેરીનું બાંધકામ રૂ. કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષકશ્રી (વેસ્ટર્ન રેલવે)ની કચેરીના નવીન બિલ્ડિંગનું નિર્માણ રૂ. .૪૪ કરોડના ખર્ચે અમદાવાદના રાણીપ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પોલીસ અકાદમી, કરાઈ ખાતે વિદ્યાભવન તેમજ અન્ય બિનરહેણાકનાં મકાનોનું બાંધકામ રૂ. ૧૧.૨૯ કરોડના ખર્ચે પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પોલીસના કામમાં સહાયક બનતા હોમગાર્ડના માનદ હોમગાર્ડ્ઝ સભ્યોના માનદ ફરજ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. લાલદરવાજા, અમદાવાદ ખાતે અત્યાધુનિક હોમગાર્ડ ભવનનું બાંધકામ રૂ. ૧૧.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જ્યાં હાલમાં હોમગાર્ડની કચેરી કાર્યરત બની છે.

કેદીઓ પ્રત્યે સહાનુભૂતિ

ગુનામાં સજા ભોગવતા કેટલાક કેદીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોતા નથી, પણ સમય અને સંજોગો અનુસાર ક્યારેક તેમનાથી ગુનો થઈ જતો હોય છે. તેઓ તેના ફળસ્વરૂપે સજા ભોગવતા હોય છે. પ્રજાસત્તાક પર્વ એટલે તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ રાજ્યની જેલોમાં પાત્રતા ધરાવતા ૪૨૭ કેદીઓને રાજ્યમાફીનો લાભ આપીને જેલમુક્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગળપાદર, ગાંધીધામ તથા રાજપીપળા જેલના નવીન મકાનનું બાંધકામ રૂ. ૪૨ કરોડના ખર્ચે પૂર્ણ કરીને જેલ વિભાગને અર્પણ કરવામાં આવ્યું છે.

આંતરિક સુરક્ષામાં અગ્રેસર

દેશની બાહ્ય સુરક્ષા જેટલી મહત્ત્વની છે, એમ આંતરિક અને રાજ્યકક્ષાની સુરક્ષા પણ મહત્ત્વની છે. આંતરિક અને રાજ્યકક્ષાની સુરક્ષાની જવાબદારી પોલીસ જવાનો પર છે. તેમની સતર્કતાના કારણે અનેક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોની મુરાદ પૂરી થતી નથી. આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા પોલીસ ખાતાના પાયાના ગણાતા કર્મયોગી એવા લોકરક્ષકની પારદર્શક ભરતી પ્રક્રિયા કરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા. જુલાઈ, ૨૦૧૬ના રોજ લોકરક્ષકની ભરતી માટેની જાહેરાત આપી હતી. તા. ૧૮મી એપ્રિલ, ૨૦૧૭ એટલે કે માત્ર માસ અને ૧૭ દિવસના ટૂંકા સમયમાં ૧૭,૫૩૨ લોકરક્ષકોની ભરતી પારદર્શક રીતે પૂર્ણ કરી છે. તે ઉપરાંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ દ્વારા પણ માત્ર માસ ૨૨ દિવસના ટૂંકા ગાળામાં ચુનંદા ૬૮૫ પી.એસ.આઈ..ની ભરતી કરવામાં આવી છે.

એક અનોખી સુરક્ષા સેતુ સોસાયટી

ખાખી વર્દીમાં સજ્જ પોલીસ જવાન આખરે કોઈનો દીકરો, ભાઈ, પતિ કે પિતા છે, તેમ છતાં ખાખી વર્દી જોઈને કેટલાક લોકો પોલીસથી અંતર રાખતા હોય છે, જેથી કેટલાય ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિની બાતમી પોલીસને મળતી નથી. લોકોમાં રહેલી માનસિક્તાને દૂર કરવા અને પોલીસ તંત્ર અને પ્રજાને એકબીજાની નજીક લાવવાના ઉમદા આશયથી રાજ્યના ગૃહવિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સોસાયટીના માધ્યમથી લોકો અને પોલીસ વચ્ચે સમન્વય સાધવામાં આવે છે તેમજ લોકોને ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી અટકાવવા માટેની અને કાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે, જેની ફલશ્રુતિરૂપે આજે પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ થાય છે.

ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી વિશ્ર્વની એક માત્ર ફોરેન્સિક યુનિવર્સિટી છે. એશિયાની સૌપ્રથમ અત્યંત આધુનિક ફોરેન્સિક બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર ટેસ્ટીંગ લેબોરેટરીની રૂઆત કરવામાં આવી છે, જેમાં બુલેટપ્રૂફ જેકેટ, હેલ્મેટ, પેનલ તેમજ વાહનો અને તેનાં ટાયરોનું પરીક્ષણ કરવામાં આવે છે. એશિયામાં સૌપ્રથમ એવી થ્રેટ શીલ્ડ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાયબર થ્રેટ એનાલિસિસ અને અજ્ઞાત વલ્નરેબિલિટી તેમજ વણઓળખાયેલા સોફ્ટવેર અને હાર્ડવેરની ખામીઓનું પરીક્ષણ કરી શકાય છે. સંશોધન ક્ષેત્રમાં પણ યુનિવર્સિટીએ ટૂંકા ગાળામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. યુનિવર્સિટી ખાતે સાયબર લેબ ડેવલપ કરવામાં આવી છે.

ઉત્તમ નાગરિક સુરક્ષા સુવિધા

ગૃહવિભાગ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું સુપેરે સંચાલન કરે છે. સલામતીનાં તમામ પગલાં લેવામાં આવે છે. સાથે સાથે નાગરિક સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. શહેરો, સંવેદનશીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગીચ વસ્તી ધરાવતાં શહેરી કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરા સિસ્ટમથી સુરક્ષિત કરવા અને સરળ, સલામત ટ્રાફિક વ્યવસ્થાના અમલીકરણ, નિયમન માટે સી.સી.ટી.વી. સર્વેલન્સ કેમેરાને આદેશ અને સંચાલન પદ્ધતિથી જોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તબક્કાવાર જુદાં જુદાં શહેરો અને શહેરી કેન્દ્રોમાં કાર્યયોજના આગળ ધપી રહી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.

કંટ્રોલરૂઆધુનિકીકરણ એક તકનિક સંચાલિત પ્લેટફોર્મ છે. વ્યવસ્થામાં ચોક્કસ મિશન માટે મહત્ત્વના કોલનો આપમેળે જવાબ આપતા પબ્લિક સર્વિસ આન્સરિંગ મશીનનો પોઈન્ટ્સ, સંપૂર્ણ અધિગ્રહિત સંસાધનોનું કોમ્પ્યૂટર આસિસ્ટેડ ડિસ્પેસ (.વી.એલ.), એમ.આઈ.એસ. અને આર.એમ.એસ.નો સમાવેશ થાય છે. વ્યવસ્થા નાગરિક સેવા અને ઇમર્જન્સી સર્વિસ માટે આવતા કોલ્સ સામે આપવામાં આવતી ક્વોલિટી સર્વિસની ખાતરી પણ આપે છે.

રાજ્યમાં લાંચરુશવત વિરોધી બ્યૂરો દ્વારા લાંચના અગત્યના ગુનાઓ અંગે કાર્યવાહી કરવામાં આવે છે. ફરિયાદી તથા બાતમીદારો બ્યુરોનો સીધો સંપર્ક કરી શકે તે માટે ટોલ ફ્રી નંબર ૧૦૬૪ રૂ કરવામાં આવ્યો છે તેમજ ફરિયાદીની કોઈપણ પ્રકારની કનડગત થાય તે માટે બ્યુરો સતત જાગૃત રહે છે. ફરિયાદી અને સાહેદોને રૂરી રક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેમજ ફરિયાદીઓનું જાહેરમાં સન્માન પણ કરવામાં આવે છે.