શિયાળામાં તબિયત કેવી રીતે સાચવશો ?

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
 
શિયાળાની ઠંડીને કારણે આપણને અનેક બીમારીઓ થતી હોય છે. અનેક બીમારીઓ આપણી આજુબાજુ ફરતી હોય છે. આવા સમયે તમે પોતાની જાતને કેવી સુરક્ષિત રાખશો તે વિશેની જાણકારી મેળવીએ.
 
શરદી-તાવ : શરદી-તાવને સામાન્ય કોલ્ડ પણ કહેવામાં આવે છે જે તાપમાનમાં થતા પરિવર્તનને કારણે થાય છે. જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તેમને આ બીમારી જલદી લાગુ પડે છે. સંક્રમણવાળી આ બીમારીથી બચવા માટે સાફ-સફાઈનો ખ્યાલ રાખવો જ‚રી છે. હાથ સાબુથી ધોવા જોઈએ જેના કારણે સંક્રમણથી બચી શકાય. આ વાયરલ ઇન્ફેક્શન છે તેથી તેમાં એન્ટિબાયોટિકની જરૂર હોતી નથી. તે પાંચથી છ દિવસમાં જાતે મટી જાય છે. તેમાં એન્ટી એલર્જી દવા આપવામાં આવે છે. જેનાથી દર્દીને આરામ મળે છે. શેક, મીઠાના કોગળા કરવાથી લાભ થાય છે. તેમાં ગરમ પદાર્થોનું વધારે સેવન કરવું જોઈએ. તરત જ ગરમીમાંથી ઠંડા વાતાવરણમાં અને ઠંડામાંથી ગરમ વાતાવરણમાં જવું ના જોઈએ. તેનાથી વાઇરસના સંક્રમણમાં આવી જવાય છે.
 
ટોન્સિલાઇટિસ : બાળકોમાં થતી આ સમસ્યા ટોન્સિલના સંક્રમણથી થાય છે. ગળામાં વધારે દુખાવો થાય છે. જમ્યા પછી પચવામાં તકલીફ પડે છે. વધારે તાવ પણ આવી શકે છે. તે બેક્ટેરિયા અને વાઈરસ સંક્રમણથી થઈ શકે છે. તેનાથી બચવા માટે ઠંડા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. ગરમ ભોજન અને ગરમ પાણીનો ઉપયોગ કરો. અસ્થમા આ એક એલર્જીક બીમારી છે. જે લોકોને આ બીમારી થાય છે તેમને ઠંડીમાં બીમારી વધી જાય છે. ઠંડીમાં ઝાકળ વધી જાય છે. એલર્જીનાં તત્ત્વો ઝાકળના કારણે આસપાસ રહે છે. હવામાં ઊડતા રહે છે. આ તત્ત્વોથી અસ્થમાના રોગીઓને વધારે તકલીફ થાય છે. તેથી આ ઠંડીની ઋતુમાં આવા અસ્થમાના દર્દીઓએ ધૂળ અને માટીથી દૂર રહેવું જોઈએ. દવા ચાલુ હોય તો તેને નિયમિત રીતે ખાવી જોઈએ, તમારે કોઈપણ દવા ગળવાની ભૂલવી ના જોઈએ કારણ કે તેનાથી તમને એલર્જેટ એટેક આવી શકે છે. બેલ્સ પાલ્સી તેને ફેસિયલ પેરાલિસિસ કહેવામાં આવે છે. તે ઠંડીમાં સામાન્ય બની જાય છે. તેમાં મોં એક બાજુ થઈ જાય છે. આંખો ખરાબ થઈ જાય છે. કાનની પાસે સેવેન્થ ક્રેનિયલનસ હોય છે તે ઠંડીને કારણે સંકોચાય છે. તેના કારણે આ બીમારી થાય છે. દર્દી સ્પષ્ટ ઉચ્ચાર બોલી શકતો નથી. આંખમાંથી સતત પાણી નીકળે છે. લાંબા સમય સુધી ઠંડીમાં રહેવાનું થાય ત્યારે આ કાનની નસને નુકસાન થાય છે. કાનને સુરિક્ષત રાખવા માટે હંમેશા મફલરનો ઉપયોગ કરો. કાનને ઢાંકીને રાખવાથી તેમાં ઠંડી હવા જતી નથી. કારમાં મુસાફરી કરતી વખતે કાચ બંધ રાખવા જોઈએ.