નવ યોગેશ્ર્વર - નવનાથ તથા શ્રી ગોરક્ષનાથનું પ્રાગટ્ય

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭


 
ભગવાન વાસુદેવના અંશાવતાર શ્રી ઋષભદેવને સો પુત્રો હતા. એમાં સર્વશ્રેષ્ઠ એવા ભરતજી હતા. એમના નામ ઉપરથી ભૂમિને ભરતખંડ એવું નામ આપ્યું છે. તેમાં એક્યાશી પુત્રો બ્રાહ્મણ સ્વરૂપે કર્મમાર્ગની પ્રવૃત્તિ કરવા લાગ્યા તથા નવ પુત્રો કેવળ દિગંબર વૃત્તિથી રહીને, સ્વાત્મસિદ્ધિની સાધનામાં શ્રમ કરતાં-કરતાં આત્મવિદ્યામાં પારંગત થઈને, પરમાર્થતત્ત્વનું નિરૂપણ કરનારા એવા મહાન યોગીપુરુષો થઈ ગયા.

કલીયુગનો આરંભ થતાં અને તેનાં કેટલાંક વર્ષો જતાં, અવનિ ઉપર અધર્મ, અનાચાર, અન્યાય ને અત્યાચાર વધવા લાગ્યા. પુણ્ય જઈ પાતાળે પેઠું, ને પાપ વધી ગયું. ધર્મની અવનતિ અને અધર્મનો અભ્યુદય થયો તે વખતે, શ્રી પરબ્રહ્મ-પરમાત્મા-લક્ષ્મીકાંતે, સત્ય ધર્મની સ્થાપના અને અધર્મનો ઉચ્છેદ કરવાનું મન પર લઈ, નવનારાયણ અર્થાત્ નવ યોગેશ્ર્વરોને દૂતો દ્વારા પોતાની પાસે બોલાવ્યા.

નવ યોગેશ્ર્વરો પ્રભુના આદેશથી પ્રભુની પાસે આવી પહોંચ્યા. પ્રભુ સર્વેનું બહુમાન કરી ષોડશોપચારે પૂજન કરે છે. નવ યોગેશ્ર્વરે પ્રભુને પૂછ્યું : પ્રભુ ! અમોને અત્રે બોલાવવાનું શું પ્રયોજન છે ? પ્રભુએ પ્રત્યુત્તર આપતાં કહ્યું : ‘હે યોગેશ્ર્વરો ! ‘અધુના-કળીયુગમાં ધર્મનો પરાભવ તથા અધર્મનું પ્રાબલ્ય બહુ વધી ગયું છે. એથી આપણે પૃથ્વી ઉપર અવતાર લેવાની અતીવ આવશ્યકતા છે. જેમ માનસરોવરનો નિવાસી રાજહંસ પણ કોઈક વખતે અમુક કારણોના યોગે સમુદ્રજલમાં વિહાર કરવા જાય છે તેમ આપણે પણ સંસાર‚પી સમુદ્રની સપાટી ઉપર અવતરવાની અને ત્યાંના (મૃત્યુલોકના) અનેક પ્રકારના અધર્મ, અન્યાય અને પાખંડમતના ભોગ થઈ પડેલા મનુબાલોના રોગ નિર્મૂળ કરવા અને તેમને સત્ય જ્ઞાનામૃતનું પાન કરાવી, ધ્યાન- ધારણા તેમજ ભક્તિયોગના અસલ માર્ગે વાળવાની ખાસ રૂછે. આવું શ્રીહરિનું સંભાષણ શ્રવણ કરી, નવનારાયણે પ્રાર્થનાપૂર્વક પ્રભુને કહ્યું કેઆપ અમોને અવતાર લેવાનું કહો છો, પરંતુ અમારે ક્યાં, કેવી રીતે અને કયા નામે અવતાર લઈ પૃથ્વી પર અવતરવું, જણાવી, આજ્ઞા કરો.’

ત્યારબાદ દ્વારકાધીશે કહ્યું કે, તમો અવનિ ઉપર અવતાર લઈ નાથસંપ્રદાયનું સ્થાપન કરો. હે યોગેશ્ર્વરો ! આપ પૃથ્વી પર નવનાથ તરીકે પ્રસિદ્ધ થશો. નવનાથને પ્રોત્સાહન આપતાં પ્રભુએ કહ્યું : ‘તમે એમ માનતા હશો કે અમારે એકલાને અવતાર લેવાનો છે, પરંતુ તેમ નથી. તમારી સાથે બીજી મંડળી પણ મૃત્યુલોકમાં અવતરવાની છે. પ્રત્યક્ષ કવિ વાલ્મીક, ને તુલસીદાસ થશે, જે રામભક્તિનો પ્રચાર કરી અનેક અધમોને ઉદ્ધારશે. શુકમુનિ તે કબીર થશે, જે સર્વેને અભેદાનંદના અમૃતસાગરમાં સ્નાન કરાવશે. મારા ઘણા માનીતા ઉદ્ધવજી તે નામદેવ થશે. તેઓ કીર્તન-ભક્તિ ફેલાવશે. મારા વડીલ બંધુ બલરામ તે પુંડરિક થશે. તેઓ શ્રી પંઢરીનાથને પ્રસન્ન કરી, તેમની ઈંટ ઉપર સ્થાપના કરશે તથા શ્રી વિઠ્ઠલનાથની પ્રેમમય ભક્તિનો પરબ પ્રભાવ મહારાષ્ટ્રમાં પ્રવર્તાવશે. હું પોતે પણ દક્ષિણમાં જ્ઞાનદેવના નામથી અવતરીશ. કૈલાસપતિ શંકર પણ મારા બંધુ નિવૃત્તિનાથ થશે. બ્રહ્મદેવ પણ મારા લઘુબંધુ સોપાનદેવ નામે થશે. આદિમાયા તે મારી પ્રાણપ્રિય ભગિની મુક્તાબાઈના નામે અવતરશે. મહાવીર હનુમંત તે સમર્થ રામદાસ સ્વરૂપે અવતરી સનાતન ધર્મની દિવ્ય જ્યોત પ્રગટાવશે, અને શિવાજીને પોતાનો શિષ્ય બનાવી, તેમના હસ્તે અધર્મનો ઉચ્છેદ કરાવી, હિન્દુત્વ અને હિન્દુધર્મની રક્ષા કરાવશે.’ આમ, નવયોગેશ્ર્વરો પ્રભુની આજ્ઞાથી પૃથ્વીલોકમાં નવનાથ તરીકે પ્રગટ થયા.

શ્રી ગોરક્ષનાથનું પ્રાગટ્ય - ગુરુ શ્રી ગોરક્ષનાથ જયંતી

પૃથ્વીલોક ઉપર નવનાથોએ પ્રગટ થઈ અધર્મનો નાશ કરવા તથા ધર્મની સ્થાપના માટે ભ્રમણ રૂ કર્યું નાથ સંપ્રદાયમાં મચ્છેદ્રનાથની ભ્રમણયાત્રા તથા તેમના ચમત્કારિત પ્રભાવોથી પૃથ્વીવાસીઓ ખૂબ પ્રભાવિત થયા. તેમના પરમ શિષ્ય શ્રી ગોરક્ષનાથના પ્રાગટ્યની ધર્મકથા જગપ્રસિદ્ધ છે.

મચ્છેન્દ્રનાથ ભ્રમણ કરતાં-કરતાં બંગાલા પ્રદેશના ચંદ્રગિરી નામે ગામમાં પધાર્યા. બાર વર્ષ અગાઉ પણ તે ગામમાં પધાર્યા હતા. ત્યારે તેમણે ભિક્ષા માટે ગામનું ભ્રમણ રૂ કર્યું હતું. તેમણે સરસ્વતી નામની ગૃહિણીને મનોકામના પૂર્ણ કરવા પુત્રદાન માટે ભસ્મ આપી હતી. હવે આજે મચ્છેન્દ્રનાથે ગામમાં સરસ્વતીના ગૃહે ભિક્ષા માગતાં કહ્યું :

બાર વર્ષ કે ઉપર તેરે,

ઘર પર મૈં આયા થા,

સૂર્યરેતસે ભસ્મ મીલાકે,

મૈને તુજ કો દિયા થા.’

ઐસા સુનકર બચન નાથકા,

સરસ્વતી ભયભીત બની,

જોગીકું કયા જવાબ દઉં મેં,

બાત બહોત બિપરીત બની.

ભયકી મારી સરસ્વતી તબ,

ઘર કે અંદર છૂપ ગઈ,

કાયા સારી કંપન લાગી,

કછૂ કહેતી ચૂપ ભઈ.

ગૃહિણી સરસ્વતી નાથનાં વચનો સાંભળી ભયભીત થઈ ઘરમાં ભરાઈ ગઈ. શ્રી મચ્છેન્દ્રનાથ સરસ્વતીને તેના પુત્રનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવે છે. બાર વર્ષ અગાઉ મછેન્દ્રનાથે સરસ્વતીને ભસ્મ આપી હતી જે પુત્રપ્રાપ્તિ માટેના આશીર્વાદ હતા, પણ તેણે અન્ય સ્ત્રીઓની અવળી મતિથી ભસ્મને ઘરની પાછળના ઉકરડામાં નાખી દીધી હતી તેથી ઘરમાં પુત્ર થવાથી સરસ્વતી ગુરુ મચ્છેન્દ્રનાથને પુત્રનાં દર્શન કેવી રીતે કરાવે ? ઘરે આવેલા મચ્છેન્દ્રનાથના તપસ્વી ‚પને સરસ્વતી પારખી ગઈ અને પશ્ર્ચાત્તાપ રૂપે પગે પડી અને કહ્યું કે :

આપકી પરમ પ્રસાદી પર,

મૈને ના વિશ્ર્વાસ કીયા,

મૈને મેરી મૂરખતાસે,

અપના હિતકા નાશ કિયા.

ક્ષમા કરો ગુરુદેવ દયાલુ,

મુજસે ભારી ભૂલ ભઈ,

મૈં અપરાધી હીનભાગી હૂં,

જીતી બાજી હાર ગઈ.’

સાંભળી મચ્છેન્દ્રનાથ, સરસ્વતીને જ્યાં ભસ્મ નાખી હતી ત્યાં પહોંચવા આજ્ઞા કરે છે. સાધુ અને સરસ્વતીને પ્રમાણે ગામની બહાર ઉકરડાઓ તરફ જતાં જોઈ ગામના લોકો આશ્ર્ચર્ય તથા કુતૂહલવશ તેમની પાછળ-પાછળ ગયા. સમગ્ર ચંદ્રગિરી ગામના લોકો એકઠા થયા. સરસ્વતીએ કહ્યું : હે નાથ ! સ્થળે બાર વર્ષ અગાઉ આપની પ્રસાદી ભસ્મ મેં નાખી હતી. હવે બાર વર્ષનો સમય વીતી ગયો હોવાથી ત્યાં ભસ્મનું નામનિશાન ક્યાંથી હશે ? સાંભળી મહાત્મા બીજું તો કાંઈ બોલ્યા નહીં પરંતુ મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા કે, ‘બાઈ ! તું અને એકત્ર થયેલ લોકસમાજ હજી યોગીપુરુષોના પ્રભાવથી તદ્દન અજ્ઞાત છે. મારી આપેલી વિભૂતિનો પ્રભાવ તો ઈશ્ર્વરી સંકેત મુજબ ક્યારનોયે પ્રકટી ચૂક્યો છે અને એક બાલયોગીનો અવતાર પણ થઈ ચૂક્યો છે, તેની તને અને લોકસમાજને ખબર પડશે.’ એમ કહી મચ્છેન્દ્રનાથે હાથમાં ભસ્મ લઈ ઉકરડા તરફ ફેંકી કે તુરત ઉકરડાના અગ્રભારા પાસે એક ગુફા જેવું સુંદર દ્વાર થઈ ગયું અને તેમાંથી સૂર્યના જેવું તેજ ઊભરાવા લાગ્યું. તેજથી ઊભેલા સર્વે અંજાઈ ગયા અને સાધુ સાક્ષાત્ યોગેશ્ર્વરનું સ્વ‚ હોય તેવું પ્રમાણ મળ્યું.

દ્વારમાંથી બાળક કેવી રીતે બહાર આવે છે તે જોવા બધા આતુર બની ગયા.

અલખ શબ્દ ઉચ્ચાર કરી કે,

ગુરુને જબ આદેશ કીયો,

તબ ગોબર અંદરસે ઉત્તર,

દેવ બાલને તુરત દીયો.

મહાત્મા મચ્છેન્દ્રનાથેબચ્ચા અલખએવો ઉચ્ચાર કરીને જ્યાં આદેશ કર્યો કે તુરત ગુફાના ઊંડાણમાંથી જેવો અવાજ આવે તેવો મધુર નાદ સંભળાવા લાગ્યો. બધા ચકિત થઈ ગયા અને એકચિત્ત સાંભળવા લાગ્યા.

ગોરખ :

મેરે પ્યારે ગુરુજી મેં આતા હૂં -

આતા હૂં મૈં આતા હૂં - મેરે

બારા વર્ષ સે ગોબર અંદર ()

આપ કે ગુન ગાતા હૂં - મેરે પ્યારે.

તુરત શ્રી ગોરક્ષનાથનું પ્રાગટ્ય થાય છે.

સરસ્વતી પશ્ર્ચાત્તાપ કરે છે. મચ્છેન્દ્રનાથ પાસે માફી માગે છે. ત્યારે મચ્છેન્દ્રનાથે કહ્યું :

અબ તૂ ક્યા રોતી હૈ મૈયા,

કુછ હાથ અબ નહીં આવે,

ભલી વસ્તુ કા ભોગ જગત મેં,

ભાગ્ય બિના કોઈ નહીં પાવે.

ગુરુ મચ્છેન્દ્રનાથની પાછળ-પાછળ શ્રી ગોરક્ષનાથ તેમની સેવામાં જોડાય છે. ગુરુ-શિષ્યનો અપાર પ્રેમ.

આજે પણચેત મચ્છેન્દ્ર ગોરખ આયાની ઉક્તિથી નાથસંપ્રદાયની ગરિમાને યાદ અપાવે છે. શ્રી મછેન્દ્રનાથ તથા શ્રી ગોરક્ષનાથના પ્રાગટ્યને યોગસિદ્ધિના પરિપ્રેક્ષ્યમાં સમજવું અથવા માનવું શંકાસ્પદ તથા અશક્ય જણાતું હોય.

પણ શ્રી ગોરક્ષનાથ (ગોરખનાથ)ના પ્રાગટ્યની ધર્મકથા વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં આપણને ઘણું બધું શીખવે છે. ગાયના ગોબર (છાણ)માં કેટલી અપાર શક્તિ છે તેનાં દર્શન થાય છે. ગોબરની ગુફા બાર-બાર વર્ષ સુધી બાળ ગોરખનાથનું રક્ષણ કરે છે. ગાય-ગોમાતાના દૂધ-દહીંથી આપણું પોષણ થાય છે તે સ્વાભાવિક છે, પણ ધર્મકથામાં ગાયના છાણમાં કેટલી તાકાત તથા પોષણક્ષમતા છે તે દર્શાવ્યું છે. આજે જૈવિક ખેતીમાં પણ ગોબરની શક્તિનો અનુભવ થાય છે. શ્રી ગોરક્ષનાથના નામકરણમાં પણ ઉપદેશ છે. ગાયમાતા-ગોમાતા તેના ગોબરથી બાળનાથનું રક્ષણ કરે છે. તેથી તે ગો-રક્ષકનાથ કહેવાયા. જે ગો-માતાનું રક્ષણ કરી. ગોરક્ષનાથ પણ સાબિત થયા.

ગુરુ મછેન્દ્રનાથ અને શિષ્ય ગોરક્ષનાથ (ગોરખનાથ) ભરતખંડમાં ભ્રમણ કરતા-કરતા ભરતના રાજ્ય ભારતમાં જેને આજે આપણા ભૌગોલિક વિસ્તારનું રાજ્ય ઉત્તરપ્રદેશ માનીએ છીએ ત્યાં તેમના સાધુ-સંતો સાથે આવે છે. મોટી ગૌશાળાનું નિર્માણ કરે છે. સાધુ-સંતો તથા તીર્થયાત્રીઓ-શિવભક્તો તથા યાત્રિકો-વટેમાર્ગુઓ માટે ભવ્ય ધર્મસ્થાનનું નિર્માણ કરે છે. ધર્મસ્થાન બીજું કોઈ સ્થળ નથી, પણ ગુરુ ગોરક્ષનાથની ગાદી જે ગોરખપુરથી પ્રસિદ્ધ છે. અહીં ગુરુ મછેન્દ્રનાથ, શિષ્ય ગોરક્ષનાથનાં મંદિરો છે. યાત્રાળુઓને જમવા-રહેવાની સગવડ છે. અહીં શિવમંદિર છે. સ્થળની ગૌ-શાળા સ્વચ્છ-રમણીય છે. ઉત્તર ભારતના યાત્રા-પ્રવાસમાં ગુરુ ગોરખનાથનું ધર્મસ્થાન જોવા જેવું ખરુ ! નાથ સંપ્રદાયમાં જે નાથ ગાદી પર આવ્યા છે તેમાંના એક હાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ છે. ભારતમાં નવનાથનું તથા ગુરુ ગોરખનાથનું પ્રાગટ્ય જાણે એકવીસમી સદીમાં પણ અધર્મના નાશ માટે તથા ધર્મના રક્ષણ માટે સનાતન ધર્મ અને હિન્દુ જીવનપદ્ધતિની સરવાણી વહેવડાવે છે.