કવર સ્ટોરી : શપથ સપનાં સાકાર કરવા માટે

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭

 

 
 
ગુજરાતમાં નવનિયુક્ત મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ

કેબિનેટ મંત્રીશ્રીઓ તથા ૧૦ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના પણ શપથ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સહિત ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ કેન્દ્રીય મંત્રીશ્રી તથા સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ

૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છઠ્ઠી વખત જનાદેશપૂર્વક શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનો શપથવિધિ સમારંભ યોજાયો, સાથે ભારતીય સંઘની ૨૯ રાજ્ય સરકારોમાંથી ૧૯માં ભાજપા શાસન સૂત્ર સંભાળવામાં સફળ રહી છે. શ્રી વિજયભાઈ રૂપાણીના પ્રધાનમંડળના શપથગ્રહણ-સમારંભમાં, ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ પણ વિશેષ હાજરી આપી છે, તો પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને ભાજપા અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિને કારણે સમારંભની શોભાવૃદ્ધિ થઈ છે.

તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૭નાં રોજ રાજ્યપાલશ્રી .પી. કોહલીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી વિજયભાઈ ‚પાણીને સતત બીજીવાર મુખ્યમંત્રીશ્રી તરીકેના અને નાયબ મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી નીતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.

પ્રસંગે મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના ૧૦ પદનામિત મંત્રીશ્રીઓએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા.

કેબિનેટ મંત્રી તરીકે શ્રી આર. સી. ફળદુ, શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી દિલિપકુમાર ઠાકોર અને શ્રી ઇશ્ર્વરભાઈ પરમારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે સર્વ શ્રી પ્રદીપસિંહ જાડેજા, પરબતભાઈ પટેલ, પરસોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, ઇશ્ર્વરસિંહ પટેલ, વાસણભાઈ આહિર, રમણભાઈ પાટકર, કિશોરભાઈ કાનાણી અને શ્રીમતી વિભાવરીબેન દવે શપથ ગ્રહણ કર્યા હતા.

શપથવિધિના સાક્ષી બનવા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણી, વરિષ્ઠ અગ્રણી - પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અગ્રણીઓ શ્રી વી. સતિષજી, શ્રી ભૂપેન્દ્ર યાદવજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવપ્રસાદ મૌર્ય, શ્રી દિનેશ શર્મા અને સંગઠનના પદાદિકારીઓ પણ પ્રસંગે ઉપસ્થિત હતા.

કેન્દ્રિય મંત્રી પરિષદનાં મંત્રીશ્રીઓ સર્વ શ્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, અનંતકુમાર, નરેન્દ્રસિંહ તોમર, રામવિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન, રામદાસ આઠવલે, પરસોત્તમ ‚પાલા, મનસુખભાઈ માંડવિયા, જશવંતસિંહ ભાભોર, સુશ્રી અનુપ્રિયા પટેલ, પી. પી. ચૌધરી, ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ રાષ્ટ્રના વિવિધ ધર્મ-સંપ્રદાયોના પરમ આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શુભેચ્છકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પૈકી ઉત્તરાખંડના સર્વ શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, આસામનાં સર્વાનંદ સોનોવાલ, ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના ડૉ. રમણસિંહ, ગોવાના મનોહર પારિકર, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના શ્રીમતી વસુંધરા રાજે, હરિયાણા મનોહરલાલ ખટ્ટર, ઝારખંડના રઘુબરદાસ તેમજ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમાર શપથવિધિ સમારોહમાં વિશેષ‚પે ઉપસ્થિત રહ્યા હતા.

સાધનાસાપ્તાહિક પરિવાર પ્રસંગે નવી સરકારને શુભકામનાઓ પાઠવવા સાથે, ગુજરાતની સાડા કરોડ જનતાની અભિલાષા સાકાર કરવા માટે તમામ મંત્રીશ્રીઓને સર્વાધિક સફળતાની કામના કરે છે ! 


 
 
ગુજરાતના રાષ્ટ્રપ્રેમી અને રાજ્યપ્રેમી નવનિયુક્ત મુખ્યમંત્રી

શ્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર શ્રી વિજયભાઈ રૂપાણી એક નોખું-અનોખું વ્યક્તિત્વ ધરાવનારી સૌમ્ય પ્રતિભા છે.

બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવકના સંગઠનના રંગે રંગાયેલ વિજયભાઈની જીવનશૈલી એક અણીશુદ્ધ, કર્મઠ કાર્યકરને શોભે તે રીતે આગળ ધપતી રહી. વિદ્યાર્થીવયથી રાષ્ટ્રસેવા, દેશપ્રેમના સંસ્કારનું એમનામાં સિંચન થતું રહ્યું. જન્મ્યા બર્માના રંગૂનમાં પણ જીવનઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું. સંઘ-કાર્ય માટેની જવાબદારી હોય કે નવનિર્માણ આંદોલન સમયે છાત્ર સંઘર્ષ સમિતિ માટે હોય, રૂપાણીજીએ ક્યાંય પાછી પાની કરી નથી. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.. (POLITICAL SCIENCE) અને એમ.એમ.પી. લો કૉલેજમાંથી એલએલ.બી.નો અભ્યાસ કર્યો. શ્રી વિજયભાઈએ અભ્યાસકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સમર્પિત રહીને વિદ્યાર્થી હિત માટે સતત ખેવના કરી.

કટોકટી વખતે ૧૯૭૬માંમીસાના કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર શ્રી વિજયભાઈ રૂપાણી હતા. તેમણેમીસાહેઠળ એક વર્ષ સુધી કારાવાસ ભોગવ્યો.

માત્ર ૨૪ વર્ષની વયે એમણે ભાજપમાં સક્રિય પદાર્પણ કર્યું. રાજકોટ શહેરમાં મહામંત્રી તરીકે અને ૧૯૮૭માં કોર્પોરેટરના ‚પમાં ગતિશીલ બન્યા. વિદ્યાર્થીકાળ પછી સક્રિય રાજનીતિમાં પદાર્પણ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના એકમની વિવિધ જવાબદારી સંભાળી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૮૭ની ચૂંટણી દરમિયાન ચૂંટાયા બાદ સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ તરીકે પાર્ટીએ તેમને જવાબદારી સોંપી.

ત્યારબાદ રાજકોટના મેયર તરીકે ૧૯૯૬થી ૧૯૯૭ સુધી પદ પર રહી અનેક વિકાસનાં કામો કર્યાં.

રાજકોટમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ કરેલી એકધારી આગેકૂચને ધ્યાનમાં રાખીને ભાજપાની નેતાગીરીએ શ્રી વિજયભાઈ ‚પાણીને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી તરીકે પણ જવાબદારી સોંપી અને જામનગર-કચ્છ-જૂનાગઢ-પોરબંદર વગેરે જિલ્લામાં પ્રભારી તરીકે તેમણે કાર્યભાર સંભાળીને અનેક પ્રસંગે ભાજપાને ફતેહ અપાવી. વર્ષ ૨૦૦૬માં તેઓ પ્રવાસન નિગમના અધ્યક્ષ બન્યાં ત્યારબાદ ૨૦૦૬-૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહી સાંસદ તરીકે જવાબદારી વહન કરી.

૨૦૧૩માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી અને ૧૫૯ જેટલી નગરપાલિકાઓને વિકાસની દિશા આપી.

વર્ષ ૨૦૧૫માં રાજકોટ-૬૯ની બેઠકના ધારાસભ્ય બન્યા. જેમાં જંગી બહુમતી એમની પ્રજાને પારખવાની ક્ષમતાના પારખારૂપ બની. કેબિનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા ખાતા અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો હાથમાં લીધો ત્યારબાદ તેમની વર્ષ ૨૦૧૬માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ.

ઉત્તમ વહીવટ અને કુશળતાના કારણે ૦૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીએ શપથ લીધા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૧૭માં શ્રી વિજયભાઈ રૂપાણી પોતે રાજકોટ (પશ્ર્ચિમ)માંથી ભાજપાના ઉમેદવાર તરીકે ૫૪,૦૦૦ની સરસાઈ સાથે વિજયી નીવડ્યા અને એક લોકપ્રિય નેતા તરીકે તેમની છબી બરકરાર રહી.

વિધાનસભામાં બહુમતી મેળવવામાં શ્રી વિજયભાઈનું નેતૃત્વ અને દિશાસૂચક તરીકેનું યોગદાન મહત્ત્વનું રહ્યું અને તેથી ૨૨મી ડિસેમ્બર-૨૦૧૭ના રોજ મળેલી ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને પક્ષના નેતા તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સર્વાનુમતે પસંદ કરાયા હતા.

શ્રી વિજયભાઈને સાધના પરિવારની શુભેચ્છા અને અભિનંદન.


 

ગુજરાતના અણીશુદ્ધ અને વહીવટીકુશળ નાયબ મુખ્યમંત્રી

શ્રી નીતિનભાઈ પટેલ

ગુજરાતના વિકાસમાં અનોખું પ્રદાન કરનારા અણીશુદ્ધ રાષ્ટ્રવાદી શ્રી નીતિનભાઈ રતિલાલ પટેલ સતત બીજી વખત ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. શ્રી નીતિનભાઈનો જન્મ ૨૫ જૂન, ૧૯૫૬ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. તેમનું મૂળ વતન કડી છે. બાળપણથી નેતૃત્વ અને સમાજસેવાના ગુણો ધરાવતા નીતિનભાઈએ એસ.વાય. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તેઓ ભારતીય જનતા પક્ષ સાથે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે.

તેઓ આઠમી ગુજરાત વિધાનસભાની ખાત્રી સમિતિના સભ્ય, જાહેર સાહસો માટેની સમિતિ અને અંદાજ સમિતિના સભ્ય, તેમજ ભાજપ વિધાનસભા પક્ષના ખજાનચી પણ રહી ચૂક્યા છે. નવમી ગુજરાત વિધાનસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે યશસ્વી સેવાઓ આપી ચૂક્યા છે.

ગુજરાતમાં ભાજપ સરકારમાં તેઓ કૃષિ અને મધ્યમ સિંચાઈ યોજના વિભાગમાં કેબિનેટ મંત્રી, માર્ગ તેમજ મકાન વિભાગમાં કેબિનેટ મંત્રી, નાણાવિભાગ, મહેસૂલ વિભાગ, જળસંપત્તિ, પાણી પુરવઠો, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, વાહન-વ્યવહાર વિભાગ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ તા. ઑગસ્ટ, ૨૦૧૬થી ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રીના પદે હતા. હાલની નવી ગુજરાત સરકારમાં તેઓ ફરીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

શ્રી નીતિનભાઈ પટેલની ઊજળી રાજકીય કારકિર્દી અને પ્રજામાં તેઓશ્રીની વિશ્ર્વસનીયતા અને સ્વીકાર્યતા કહેવાય કે, કડી વિધાનસભા હોય કે પછી મહેસાણા - પ્રજાએ તેમને હર્ષભેર વધાવ્યા છે. તેઓશ્રીને ૧૯૯૦થી માંડી ૨૦૧૭ સુધી ધારાસભ્ય તરીકે સતત ચૂંટ્યા છે. માત્ર રાજકીય ક્ષેત્રે નહીં, વિવિધ સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે પણ શ્રી નીતિનભાઈ પટેલ પોતાની આવડત અને અનુભવના જોરે ડંકો વગાડ્યો છે. કડી તાલુકા નવનિર્માણ સમિતિના કે પછી સી.એન. આર્ટ્સ એન્ડ બી.ડી. કોમર્સ કૉલેજ કડીના મહામંત્રી તરીકે પણ તેઓએ યશસ્વી સેવા પ્રદાન કરી છે. કડી નગરપાલિકાના ૧૫ વર્ષના સભ્ય પદ દરમિયાન નગરપાલિકાની કારોબારી સમિતિ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકેની તેઓની કામગીરી આજે પણ કડી નગરપાલિકા માટે પ્રેરણારૂપ છે. કડી નગરપાલિકાના પ્રમુખ હોય કે પછી ખેત ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર તમામ ક્ષેત્રે તેમની સેવા અને યોગદાનને આજે પણ યાદ કરાય છે. મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષ તરીકેની તેમની મજબૂત કામગીરીના પરિણામે હાલ મહેસાણા ભાજપનો અભેદ્ય રાજકીય ગઢ બની ગયો છે. કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ હોય કે કડીની ભાગ્યોદય જનરલ હૉસ્પિટલના કારોબારી સભ્ય તરીકે તેમનું માર્ગદર્શન, તે હમેશાં ક્રાંતિકારી રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લમેન્ટ્રી બોર્ડના સભ્ય, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સહિતની અનેક જવાબદારીઓ તેઓશ્રીએ જુસ્સાભેર સફળતાપૂર્વક નિભાવી છે.

૨૦૦૨માં ગુજરાત સરકારમાં નાણામંત્રી તરીકે તેમનાં આર્થિક હિતકારી પગલાંઓએ તેઓની સંવેદનશીલ વ્યક્તિ તરીકેની છાપ ઉપસાવી છે. નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં આવેલાં અનેક પ્રાકૃતિક-અપ્રાકૃતિક આપદા અને પડકારો સામે નીતિનભાઈ પટેલ અડીખમ રીતે ઊભા રહ્યા કાબિલે તારિફ છે.

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં શ્રી નીતિનભાઈ પટેલે મહેસાણા બેઠક પર બહુમતીથી વિજય હાંસલ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી નીતિનભાઈએ ગુજરાતને ગતિશીલ અને વિકસિત રાખવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આગળ પણ તેમના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને આંબે તેવી સાધના પરિવારની શુભેચ્છાઓ અને અભિનંદન.