વિચાર કર્યા વગર !

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭


 

એક વખત સૂફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નીકળ્યા. દરિયાકિનારે એમણે એક પુરુષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સૂતેલો જોયો. બાજુમાં એક દારૂની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખૂબ દુ:ખી થયા. વિચારવા લાગ્યા કે માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારૂ પીને સ્ત્રીના ખોળામાં માથું મૂકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથીબચાવો’ ‘બચાવોની બૂમો સંભળાઈ. સંત હસને જોયું કે એક માણસ દરિયામાં ડૂબી રહ્યો છે, પણ પોતાને તો તરતાં આવડતું નહોતું એટલે જોવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ નહોતા. સ્ત્રીના ખોળામાં માથું મૂકીને સૂતેલો પેલો પુરુષ ઊભો થયો અને ડૂબતા માણસને બચાવવા સમુદ્રમાં કૂદી પડ્યો. થોડીવારમાં તો પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઈ આવ્યો. સંત હસન વિચારમાં પડી ગયા કે માણસને સારો ગણવો કે ખરાબ ? પેલા પુરુષ પાસે ગયા અને પૂછ્યું, ‘ભાઈ, તું કોણ છે અને અહીંયાં શું કરે છે ?’ પેલા પુરુષે જવાબ આપ્યો કે હું એક ખારવો છું અને માછીમારીનો ધંધો કરું છું. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયાં પહોંચ્યો છું. મારીમામને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજું કોઈ ખાસ વાસણ હોવાથી દારૂની બોટલમાં ઘેરથી પાણી ભરીને લાવી હતી. ઘણા દિવસની મુસાફરીનો ખૂબ થાક હતો અને સવારનું સુંદર વાતાવરણ હતું એટલે પાણી પીને મારીમાના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહીંયાં સૂઈ ગયો. સંત હસનની આંખમાં આંસુ આવી ગયાં કે હું પણ કેવો માણસ છું ? જે કંઈ જોયું બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો ? જ્યારે હકીકત કંઈક જુદી હતી ! કોઈપણ ઘટના માત્ર આપણને દેખાય એવી હોય, એની એક બીજી બાજુ પણ હોય. આપણે બીજી બાજુનો વિચાર કર્યા વગર આપણો પ્રતિભાવ આપીએ છીએ અને પછી સંત હસનની જેમ પસ્તાવો થાય છે.

ટ્રાફિક લાઇટની જેમ પહેલાં થોભીએ - પછી વિચારીએ - અને પછી પ્રતિભાવ આપીએ.