હોંશિયાર લોકો સોશિયલ મીડિયા પર આ ૮ બાબતો શેર કરતા નથી

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૧૭


 

ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાનો જમાનો છે. સેલ્ફીની ભરમાર છે. દરેકના ફેસબૂક, ટ્વિટર પોતાના સેલ્ફી ફોટાથી ભરેલા છે. આવા સમયે પ્રશ્ર્ન થાય કે શું આ ખતરા‚રૂપ છે.. આપણે સોશિયલ મીડિયા પર અનેક બાબતો શેર કરીએ છીએ, કરવી જોઈએ ! પણ આ બાબતો સમજી વિચારીને શેર કરવી અથવા ન કરવી જોઈએ વાંચો...

(૧) મોબાઈલ નંબર

છ-સાત વર્ષ પહેલા ફેસબૂક અને જી-મેઈલે સિક્યુરીટીના સંદર્ભે યુઝર્સ પાસેથી મોબાઈલ નંબર માગ્યો તો તે એક જોતા યોગ્ય જ હતો, પણ આજે ઇન્ટરનેટ પર ખરાબ લોકોની સંખ્યા વધી ગઈ છે. આ લોકો તમારો નંબર લઈ તમને ગમે ત્યારે હેરાન કરી શકે છે અને નંબરના આધારે તમારી વિશે મહત્ત્વપૂર્ણ માહિતી પણ મેળવી શકે છે. માટે મોબાઈલ નંબર વિશે શેર ન કરો.

(૨) તમારો અંગત ફોટો શેર ન કરો...

તમારા અંગત, ખરાબ ફોટા મજા ખાતર સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હો તો ચેતી જજો. કેમ કે આ ફોટા પાછળથી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારો ફેસબૂક ટ્વિટર પર તમે અપલોડ કરેલા ફોટાથી બીજા લોકો તમારા હાવ-ભાવની એક ચિત્ર પોતાના મગજમાં બેસાડી દે છે. ઘણી વાર મોટી મોટી કંપનીઓ નોકરી આપતા પહેલા એમ્પલોયનું ફેસબૂક, ટ્વિટર એકાઉન્ટ ચેક કરતા હોય છે. બની શકે તમને નુકસાન થાય.

(૩) જન્મ તારીખ હટાવી લો

મિત્રોને જન્મ તારીખ બતાવવી સારી વાત છે, પણ હેકર્સ માટે તમારી જન્મ તારીખ એક ઉપયોગી વસ્તુ તરીકે ઉપયોગી બની શકે છે. તમે જોયું હશે ઘણા એકાઉન્ટ જન્મ તારીખથી ઓપરેટ થઈ જતા હોય છે. શક્ય હોય તો જન્મ તારીખ ખોટી નાખો. મોટાભાગના લોકો પોતાનો મોબાઈલ નંબર કે જન્મ તારીખનો પાસવર્ડ રાખતા હોય છે. જે યોગ્ય નથી.

(૪) સંબંધીના ફોટા

તમારા એકાઉન્ટમાં તમારા સંબંધીઓનું શું કામ ? અને સંબંધીના ફોટા અપલોડ કરો તો પણ એક વાર વિચારી લેવું જોઈએ કે આ ફોટો અપલોડ કરવામાં વાંધો છે કે નહીં ? કેટલાક લોકો પોતાના બનવાવાળા જીવનસાથી બનાવતા પહેલા તેનું એકાઉન્ટ ચેક કરતા હોય છે અને તમારી ઇમેજ નક્કી કરતા હોય છે. હવે કોઈ મિત્ર સાથે તમારી તસવીર જોવા મળે જે તેને ખરાબ પણ લાગી શકે છે. સોશિયલ મીડિયાને તમારી લાઇફને જાહેર કરવા માટે નહીં પણ એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે ઉપયોગ કરવો જોઈએ.

(૫) તમે રજા પર છો,, ટૂર પર છો તે જાહેર ન કરો...

તમે પ્રવાસમાં છો,, રજા પર છો એવું સોશિયલ મીડિયા પર જાહેર કરવાનું જ‚રૂર નથી. આનાથી ચોરોને સીધો સંદેશો જાય છે કે અહીં ચોરી કરી શકાય છે. માટે રજા પૂર્ણ થાય, ઘરે આવી જાવ પછી જ તમારે આવી તસવીરો ફેસબૂક પર શેર કરવી જોઈએ.

(૬) કન્ટેન શેર કરતા પહેલા તેને જોઈ-વાંચી લો

તમે જે કઈ તમારા એકાઉન્ટમાં શેર કરો છો તે જોયા-સમજ્યા વિના શેર ન કરો. વીડિયો છે તો આખો વીડિયો છે તો આખો વીડિયો જુઓ, સમજો, કંઈક ખરાબ બાબત તો તેમાં નથી. કોઈ કાયદાનો ભંગ તો થતો નથી ને ! ઘણી વાર વીડિયો કે કન્ટેનમાં ખરાબ બાબતો વચ્ચે છૂપાયેલી હોય છે. માટે જો તે તમે શેર કરશો તો તે તમારા મિત્રો સુધી પહોંચી જશે. જો તમારા માટે યોગ્ય નહીં કહેવાય.

(૭) લોકેશન શેર ન કરો

ફેસબૂક પર આજકાલ પોતાનું લોકેશન શેર કરવાની ફેશન ચાલી છે, પણ આ ફેશન ખતરનાક સાબિત થઈ શકે છે. તમારું ખોટું ઇચ્છતો વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે અહીં છો, ત્યાં છો એવું જાહેર કરવાની શી જરૂ‚ર છે ? માટે લોકેશન શેર કરતા પહેલા થોડું વિચારી લો.

(૮) અભદ્ર ભાષા

બની શકે ગુસ્સામાં આવીને તમે અભદ્ર ભાષાનો ઉપયોગ ફેસબૂક પર કે ટ્વિટર પર કર્યો હોય. આવામાં કોઈ જૂની પોસ્ટ વાચીને તે તમારા પર આરોપ લગાવી શકે છે. માટે તમારા એકાઉન્ટને ધ્યાનથી જૂઓ કોઈ અભદ્ર ભાષા, શબ્દ હોય તો તરત ડિલિટ કરી નાખો..