પહેલા ચેતેશ્વર પૂજારાની અને પછી મેહદી હસનની ભૂલના કારણે મુરલી વિજય આઉટ થતા થતા બચી ગયો…

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૭


 

બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ રમવા પહેલી વાર ભારતમા આવી છે. તમને યાદ હસે કે એક વાર વીરેન્દ્ર સહેવાગે કહયુ હતુ કે બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ ક્રિકેટને લાયક નથી તે ૨૦ વિકેટ નહિ લઈ શકે. આજે એ મેણાને ભાંગવા ટીમ બાંગ્લાદેશ હૈદરાબાદમા ભારત સામે ટેસ્ટ રમી રહી છે અને ભારતની એક વીકેટ પણ પાડી દીધી છે. પણ બીજી વિકેટ્મા બાંગ્લાદેશે મોટી ભૂલ કરી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં રમાઇ રહેલ ટેસ્ટ મેચમાં મુરલી વિજય સાથી ખેલાડી ચેતેશ્વર પૂજારાની ભૂલથી આઉટ થતા-થતા બચી ગયો હતો. જો કે પૂજારાથી મોટી ભૂલ બાંગ્લાદેશના ફિલ્ડરે કરી નાખી હતી. આ દરમિયાન મુરલી વિજય 36 રને રમી રહ્યો હતો.

 ભારતની ઇનિંગમી 19મી ઓવરમાં મેહદી હસનના ત્રીજા બોલ પર બાંગ્લાદેશે આસાન રન આઉટની તક ગુમાવી હતી. મુરલી વિજયે સ્કવેર લેગ પર શોટ ફટકાર્યો હતો, જેને ફિલ્ડર રબ્બીએ પકડી લીધો હતો. વિજય થોડો આગળ વધતા જ રન લેવા દોડી પડ્યો હતો જ્યારે સામે છેડે ઉભેલા ચેતેશ્વર પૂજારાએ તેની સામે જોયુ ન હતુ અને રન દોડી ગયો હતો. એક સમયે બન્ને બેટ્સમેન એક જ છેડે ભેગા થઇ ગયા હતા. રબ્બીએ આ બોલ  મેહદી હસન તરફ ફેક્યો હતો જો કે તે આ બોલ ન પકડી શકતા બાંગ્લાદેશે હાથમાં આવેલી વિકેટ ગુમાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બોલ પકડવા મહેદી હસન સ્ટમની આગળ આવી ગયો હતો. જો તે પાછળ ઉભો હોત તો ડાયરેક્ટ બોલ સ્ટમમા વાગેત અને મુરલીને પોવીલિયન ભેગા થવુ પડેત… આ દરમિયાન મુરલી વિજય 36 રને રમી રહ્યો હતો.

જુવો વિડિયો....