દેશનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર બની ગયું છે….

    ૦૭-એપ્રિલ-૨૦૧૭

ટેક્નોલોજીની દુનિયામાં ભારત વધુ એક હનુમાન કૂદકો લગાવવા ફલાંગો ભરી રહ્યું છે. આ વર્ષે જૂનમાં ભારતનું નવું સુપર કોમ્પ્યુટર બની તૈયાર થઈ જશે. આ સુપર કમ્પ્યુટરની ક્ષમતા ૧૦ પેટા ફ્લોપ હશે એટલે કે આ ક્ષમતા સાથે સુપર કમ્પ્યુટર વિશ્ર્વના સૌથી ઝડપી લેપટોપથી લગભગ ૧૦ લાખ ગણી વધારે ઝડપથી ગણતરી કરી શકશે. મનાઈ રહ્યું છે કે ભારતના આ સુપર કોમ્પ્યુટરને વિશ્ર્વના ૧૦ સૌથી વધુ ઝડપી કમ્પ્યુટરમાં સ્થાન મળશે. તેનો બનાવવાનો ખર્ચ પણ અધધ ૪૫૦ કરોડે પહોંચશે.
શું કામ આવશે આ કમ્પ્યુટર ?
ચોમાસાની ચોક્કસ આગાહી કરવા માટે વૈજ્ઞાનિકોને તીવ્ર ઝડપે ગણના કરી શકે તેવાં મશીનની જ‚ર હોય છે. આ કમ્પ્યુટર બન્યા બાદ ભારતીય વૈજ્ઞાનિકોની એ જ‚રિયાત સંતોષાઈ જશે. અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ સુપર કમ્પ્યુટર ખૂબ જ જ‚રી હોય છે. વિશેષ કરીને બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યો પરથી પરદા ઉઠાવવા માટે વૈજ્ઞાનિકોને આવા મશીનની જ‚ર પડે છે. આ સિવાય ડીએનએ રીસર્ચ અને પ્રોટીન રિસર્ચમાં પણ સુપર કોમ્પ્યુટર મદદ‚પ થાય છે. વૈજ્ઞાનિકો ઋતુ પરિવર્તન અને ભૂકંપો પાછળની પ્રક્રિયાને સમજવા માટે પણ આ પ્રકારનાં સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે, તો પરમાણુ શોધમાં પણ આ કમ્પ્યુટર્સ ખૂબ જ કામમાં આવે છે.
હાલ આ સુપર કમ્પ્યુટરની દેખરેખની પુણેના ભારતીય ઉષ્ણ કટીબંધ મૌસમ સંસ્થાન અને નોયડા નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોર કાસ્ટિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક સુપર કોમ્પ્યુટરની ગુણવત્તા માત્ર તેની ગણનાને હિસાબે નક્કી થઈ શકતી નથી. એક સુપર કમ્પ્યુટરમાં વીજળીનો વપરાશ પણ મુખ્ય ફેક્ટર હોય છે. સાથે સાથે તેનું પ્રોસેસર કેવી રીતે જોડવામાં આવ્યું છે તેનું પણ મહત્ત્વ હોય છે.
ચીન પાસે વિશ્ર્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર
ભારત ૯૦ના દાયકાથી સુપર કમ્પ્યુટર બનાવી રહ્યું છે. પરમ સીરિઝનું સુપર કમ્પ્યુટર એક સમયે વિશ્ર્વના દસ સૌથી ઝડપી સુપર કમ્પ્યુટરમાંનું એક હતું, પરંતુ હાલમાં યુરોપિયન યુનિયન, ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોએ આ ક્ષેત્રમાં અનેક વિક્રમો તોડ્યા છે. હાલ વિશ્ર્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર ચીન પાસે છે. ચીનનું ‘સનવે તેહલાઈટ’ નામનું સુપર કમ્પ્યુટર પ્રતિ સેક્ધડ ૯૩૦ લાખ અરબ ગણતરી કરી શકવામાં સક્ષમ છે. તેને ચીનના નેશનલ સુપર કમ્પ્યુટરિંગ સેન્ટરમાં રાખવામાં આવેલ આ સંપૂર્ણપણે ચીની બનાવટના પ્રોસેસરોથી બનેલું છે.
ભારતમાં સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર કે-એક્સ MP 116- ૧૯૮૭માં અમેરિકાથી આયાત કરવામાં આવ્યું હતું, જેને નવી દિલ્હીના મૌસમ વિભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતમાં સુપર કોમ્પ્યુટરનો યુગ એ સમયે શ‚રુ થયો, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ ભારતને બીજું સુપર કમ્પ્યુટર કે-એક્સ રુકક આપવાની ના પાડી દીધી. ભારતમાં પૂણેમાં ૧૯૮૮માં સી-ડેક (C-DAC)ની સ્થાપના કરવામાં આવી જે ભારતમાં સુપર કોમ્પ્યુટરની ટેક્નોલોજી પર કામ કરવાનું કાર્ય કરે છે. નેશનલ એરોનોટિક્સ લિ. (NAL) બેંગ્લોરમાં ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર ‘ફ્લોસોલ્વર’ વિકસિત કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ સ્વદેશી બહુઉદ્દેશીય સુપર કોમ્પ્યુટર ‘પરમ’ સી-ડેક પૂણેમાં ૧૯૯૦માં બનાવવામાં આવ્યું. ભારતનું અત્યાધુનિક કોમ્પ્યુટર ‘પરમ ૧૦૦૦૦’ છે, જેને પણ સી-ડેકે વિકસિત કર્યું છે. તેની ગતિ ૧૦૦ ગીગા ફ્લોફસ છે, એટલે તે સેક્ધડમાં ૧ અરબ ગણના કરી શકવા સક્ષમ છે. ૨૦૦૩માં ભારત વિશ્ર્વના એ પાંચ દેશોમાં સામેલ થઈ ગયું, જેની પાસે એક ટેરી ફ્લોફ ગણનાની ક્ષમતાવાળું કોમ્પ્યુટર છે. પરમ બ્રહ્મ નામનું કોમ્પ્યુટર દેશનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર મનાય છે.