સેવા પરમો ધર્મ

    ૧૫-જાન્યુઆરી-૨૦૧૮


 

પંદર વર્ષીય તરુણ સુહૃદયચંદ્ર નામનો તરુણ પોતાના પાડોશમાં રહેવા આવેલા સંબંધીને ત્યાં મળવા જાય છે. જ્યાં તેની નજર સ્વામી વિવેકાનંદ ગ્રંથાવલી પર પડે છે. અમુક ગ્રંથ હાથમાં લઈ થોડાં પાનાં વાંચતાં તેને લાગે છે - ‘ તો વ્યક્તિ છે, જેની હું વ્યાકુળતાથી શોધ કરી રહ્યો છું.’ પુસ્તકો વાંચવા માંગી, ઘેર લાવે છે.

દિવસો-સપ્તાહો-મહિનાઓ પુસ્તકના વાચનમાં રમમાણ થઈ જાય છે. કહે છે. મને સર્વાધિક પ્રેરણાસ્વામી વિવેકાનંદના પત્રોતથાભારતમાં આપેલાં ભાષણો પુસ્તકોથી મળી.

મારા શિક્ષકોએ પહેલેથી મારામાં સંવેદનશીલતા તથા નૈતિક ભાવનાને જાગૃત કરી દીધી હતી, પરંતુ તેઓ મને એવો કોઈ આદર્શ દઈ શક્યા જેને હું મારું સમગ્ર જીવન સમર્પિત કરી શકું. તો મને વિવેકાનંદજીના વિચારોના વાચનથી સમજાયું. મને સ્પષ્ટ થયું કે જીવનનો ઉચ્ચતમ આદર્શ છે. આત્માનો મોક્ષાર્થં જગતહિતાયમ્ - જગતના કલ્યાણ થકી, આત્મકલ્યાણ સેવા પરમો ધર્મ.

તરુણ બીજું કોઈ નહીં, પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેમણે આત્મકથામાં વાત લખી છે.

- નરેન્દ્ર ત્રિવેદી (પાલિતાણા)