ઉત્તરાયણ - મકરસક્રાંતિ

    ૧૫-જાન્યુઆરી-૨૦૧૮

 

 
 
પ્રાણીમાત્રને જીવનની ઊર્ધ્વગતિ શુક્લ ગતિમાં જોડતું પર્વ

ઉત્તરાયણ એટલે શું ?

મનુએ પૂછ્યું : હે સુદર્શન ! ઉત્તરાયણ કોને કહેવામાં આવે છે ?

સુદર્શન કહે છે : જે સૂર્ય છે તે ઉત્તમ છે. તમસ એટલે અંધકારથી જે સર્વ કરતાં ઉત્ અર્થાત્ ઊંચે રહેલો છે તે ઉત્તમ છે. એવો અર્થ અહીં લેવાનો છે. સૂર્ય ઉત્તમ છે અર્થાત્ અંધકારથી સર્વ કરતાં ઊંચે છે. અયન એટલે ગતિ અથવા જવું. અંધકારવાળી સ્થિતિમાંથી ઊંચે તરફ જવું. પ્રકાશવાળી સ્થિતિ તરફ જવું એટલે ઉત્તરાયણ. આપણે જન્મ લઈને કામ કરવાનું છે કે અંધકારવાળી સ્થિતિમાંથી પ્રકાશવાળી સ્થિતિમાં જવું.

આપણા જીવનમાં રહેલી ઓછી સમજશક્તિ અંધકાર છે, જડતા અંધકાર છે, અજ્ઞાન અંધકાર છે, કામ-ક્રોધ-લોભ-મોહ અંધકાર છે, પ્રમાદ અંધકાર છે, નિદર્યતા અને નિષ્ઠુરતા અંધકાર છે. અન્યાય, અનીતિ, હિંસા અંધકાર છે. બધાંમાંથી આપણે જેમ જેમ છૂટતા જઈએ છીએ તેમ તેમ આપણા જીવનનું ઉત્તરાયણ થતું જાય છે.

કવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે પોતાના બંગલાનું નામઉત્તરાયણરાખ્યું હતું. તેનો મર્મ એમ કહી શકાય કે જિંદગીનું ધ્યેય અંધકારમાંથી નીકળી પ્રકાશ તરફ જવાનું છે. પેલો સૂર્યોપસ્થાનનો વેદમંત્ર આપણને કહે છે :

ઉત્ વયમ્ તમસ: પરિ સ્વ: પશ્યન્ત ઉત્તરમ્

દેવં દેવત્રા સૂર્યમગન્મ જ્યોતિરુત્તમમ્

મનુએ પૂછ્યું : ઉત્તરાયણનો સૂર્ય સાથે શો સંબંધ છે ? સુદર્શન કહે છે : અજ્ઞાન, અંધકાર તથા જડતાથી સંપૂર્ણ મુક્ત હોય એવો તો એક પરમાત્મા છે. તે સમસ્ત પ્રકૃતિનો-સમસ્ત વિશ્ર્વનો પ્રેરક છે. તેથી સૂર્ય શબ્દ તેના વિશાળ અર્થમાં પરમાત્માનો વાચક છે. ‘પ્રેરક કરનારએવા અર્થવાળા (ષુ પ્રેરણે) ક્રિયાપદ ઉપરથીસૂર્યશબ્દ બન્યો છે. પરમાત્મા સૂર્યત તરીકે (અર્થાત્ પ્રેરનાર તરીકે) ત્રણ સ્વ‚પે કાળ કામ કરી રહ્યો છે. ત્રણે સ્વરૂપોનાં નામ છે : આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, અગ્નિ સૂર્યનું આધિભૌતિક સ્વરૂ છે. આધિભૌતિક એટલે ભૂતોમાં રહેલું સ્થૂલ પદાર્થોમાં રહેલું સ્વરૂ છે. જો તત્ત્વ પદાર્થોમાં ના હોય તો બધા પદાર્થો બરફ કરતાંયે વધારે ઠંડા પડી જાય, કોઈ પદાર્થ ઉગે નહીં, વધે નહીં અને પાંગરે પણ નહીં. બધા પદાર્થો જડવત્ પડી રહે. જે ‚પાંતરણમાં પલટાવે છે તે સૂર્યનું આધિભૌતિક સ્વરૂ છે.

સૂર્યનું બીજું તથા મધ્યમ સ્વરૂ તે આકાશમાં પ્રત્યક્ષ સ્વરૂપે વિદ્યમાન છે. બ્રહ્માંડમાં તેની આસપાસનાં ગ્રહો ઉપગ્રહોમાં અંધકારને દૂર કરી પ્રકાશ પથરાવે છે. ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. બધી ઇન્દ્રિયો પ્રકાશના પ્રભાવથી અન્યોન્ય જોડાયેલી છે. સંસારના પદાર્થો પ્રકાશથી વિદ્યમાન છે - દેખાય છે. સૂર્યનું અધિદૈવિક ચક્ષુનું પ્રેરકબળ છે.

સૂર્યનું ત્રીજું આધ્યાત્મિક સ્વરૂજે ઉત્તમ સ્વરૂ છે તે પ્રાણીમાત્રમાં અંતર્યામી સ્વરૂપે છે. જે મન, બુદ્ધિને પ્રકાશિત કરે છે. બુદ્ધિમાં જે પ્રકાશ આવે છે. જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ચેતનાની વૃદ્ધિ થાય છે તેનું પ્રેરકબળ સૂર્યનું આધ્યાત્મિક સ્વરૂ છે. સૂર્યના આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણે સ્વરૂપો જુદા જુદા ત્રણ પદાર્થો નહીં, પણ એક વસ્તુનાં ત્રણ સ્વરૂપો છે. જેમ બરફ, પાણી અને વરાળમાં એક વસ્તુ છે. તેમ સૂર્યનું સ્વરૂ પ્રાણીમાત્રમાં છે. સુદર્શન કહે છે : હે મનુ ! મેં તમને ઉત્તરાયણ સાથે સૂર્યનો સંબંધ - મહિમા દર્શાવ્યો છે. પ્રાણીમાત્ર ત્રણે લોકમાં સૂર્યની ત્રણે શક્તિઓ - પ્રેરક ઊર્જાને જાણશે અને જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં પ્રવૃત્ત કરશે તે ઉત્તરાયણને ઊજવશે તથા ઉત્તરાયણ પર્વનો આનંદ-ઉલ્લાસ મનાવી મોક્ષને પામશે.

ઉત્તરાયણ પર્વની ઉજવણી

જ્યારે સૂર્યનારાયણ ભગવાન દક્ષિણ તરફનું સંક્રમણ પૂરું કરી જે દિવસે ઉત્તર તરફની ગતિ સંક્રમણ રૂ કરે છે તે દિવસ ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિનું પર્વ છે. દિવસથી સૂર્યનાં કિરણોની માત્રા તથા સમયગાળો વધવા માંડે છે. દિવસની પળો વધવા લાગે છે અને રાત્રિની પળો ઘટવા લાગે છે. દિવસનો રાત્રિ ઉપર, તડકાનો ટાઢ ઉપર તથા પ્રવૃત્તિનો નિદ્રા પર વિજય થવાની રૂઆત થાય છે. સૂર્યનારાયણ દક્ષિણ દિશાના બંધનમાંથી મુક્ત થાય છે. તેથી પર્વમાં જીવમાત્ર શુક્લ ગતિ-ઊર્ધ્વગતિ કરે છે. મોટે ભાગે મકરસંક્રાંતિનું પર્વ ૧૪મી જાન્યુઆરીએ ઊજવાય છે.

ઉત્તરાયણ-મકરસંક્રાંતિનું પર્વ પૌરાણિક તથા ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. પુરાણો તથા ગ્રંથોને આધારે ભગવાન ભોળાનાથ શિવજી, દેવો તથા ઋષિમુનિઓ રાજા ભગીરથ તથા ગંગાજીના સંદર્ભે દિવસ મહત્ત્વનો છે. કહેવાય છે કે ભરતખંડમાં મનવંતર કાળમાં રાજા ભગીરથે જ્યાં ગંગાજીનું મૂળ-પ્રાગટ્ય સ્થાન ગંગોત્રી-ગોમુખ છે, ત્યાંથી ગંગાજીનો આજના દિવસે પ્રવાહ રૂ કરાવ્યો હોવાનું મનાય છે. ગંગા નદીના સંદર્ભમાં રાજા ભગીરથનું સ્થાન જે તે કાલખંડમાં એક કુશળ એન્જિનિયર હોવાનું મનાય છે. મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથની પાછળ-પાછળ કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઈને સાગરમાં મળ્યા હોવાનો મહિમા છે. બીજું ધાર્મિક મહત્ત્વ છે કે દેવો તેમની નિદ્રામાંથી જાગી પૃથ્વી પર અવતરે છે. દેવો તથા ઋષિમુનિઓ મકર સંક્રાંતિના દિવસે ગંગાસ્નાન માટે ગંગોત્રીથી ગંગાસાગર સુધીના ગંગાઘાટો તથા ગંગાસાગરનાં સ્થાનો પર દર્શન આપે છે, તેથી દેશ-વિદેશમાંથી લોકો ગંગા-સ્નાન માટે આવે છે. હરિદ્વાર, હૃષીકેશ, બનારસ-કાશી જેવા અનેક ગંગાકિનારાનાં સ્થાનો પર લાખોની સંખ્યામાં ભક્તો ગંગાસ્નાન માટે આવે છે. પવિત્ર મા ગંગાના પ્રવાહની તીવ્રતા તથા જળના જથ્થાથી મોટી હોનારત થાય તેમ હતી તેથી રાજા ભગીરથ તથા ઋષિમુનિઓએ દેવાધીદેવ હિમાલયવાસી ભગવાન ભોળાનાથ શિવજીને સંકટના નિવારણ માટે વિનંતી કરી તેથી શિવજીએ હિમાલયની તેમની જટાઓમાં સમાવ્યા હતા. જેથી મા-ગંગા ગંગોત્રીથી નીકળી હિમાલયમાંથી પસાર થઈ, દેવપ્રયાગ તથા પોતાના રૂદ્ર સ્વરૂપને ધારણ કરી હરિદ્વારથી શાંત થાય છે. ત્યારબાદ મેદાની પ્રદેશમાં સર્વનું તેના જળથી પાલનપોષણ કરે છે. આમ સલિલા-ગંગા પણ મકરસંક્રાંતિના પર્વમાં મુખ્ય છે.

ઉત્તરાયણ અંગે મહાભારતનો એક પ્રસંગ

ઉત્તરાયણના મહિમાનો એક પ્રસંગ મહાભારતમાં વર્ણવાયો છે. મહાભારતના ધર્મયુદ્ધમાં કૌરવોની આગેવાની લેનાર ભીષ્મપિતામહની ભૂમિકાનું વર્ણન છે. યુદ્ધમાં છેલ્લી પળોમાં કૌરવો પરાજયને આરે હોય છે ત્યારે ભીષ્મપિતામહ પણ બાણશય્યા પર એક વીર યોદ્ધા તરીકે સૂતેલા જણાય છે. બાણવીર અર્જુન તેમને ગંગાજીનું પ્રાગટ્ય કરાવી ગંગાજળનું પાન કરાવે છે. ભીષ્મ પિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન હતું. તેઓ ઇચ્છે ત્યારે પ્રાણ ત્યજી શકતા હતા. તેમણે મૃત્યુના દિવસે મકરસંક્રાંતિ-ઉત્તરાયણના દિવસને પસંદ કર્યો હતો. તેથી મકરસંક્રાંતિનું પર્વ મોક્ષપ્રાપ્તિ માટેનું મહત્ત્વ ધરાવે છે.

ઉત્તરાયણના પર્વમાં જે પતંગ ચગાવી આનંદ લૂંટીએ છીએ તે પતંગ અંગે પણ સમજવા જેવું છે. ‘પતંગશબ્દનો અર્થ પણ સંસ્કૃતમાંસૂર્યથાય છે. પરમાત્મારૂપી સૂર્ય મહાપતંગ છે, ઉચ્ચતમ પતંગ અથવા ઉત્તમ પતંગ છે. વ્યક્તિનું જીવન અથવા વ્યક્તિનો અહંભાવ મહાપતંગના અંશ સ્વરૂપે છે. આપણું પ્રેરકબળ તથા ઉદ્ભવસ્થાન સૂર્ય છે. તેથી આપણે તેના અંશ છીએ. આપણા જીવનરૂપી પતંગને, આપણા વ્યક્તિરૂપી - અહંભાવરૂપી પતંગને નીચે પડતો અટકાવી - બચાવી સૂર્ય તરફ ઉચ્ચ ગતિવાળો બનાવવો ઉત્તરાયણ છે.

આપણા જીવનની બે ગતિઓમાં શુક્લગતિ તરફનું આપણું પ્રયાણ ઉત્તરાયણ છે.