તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે જાણો

    ૧૮-જાન્યુઆરી-૨૦૧૮

 
 
કેન્દ્ર સરકાર આધાર કાર્ડને ફરજિયાત બનાવીને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૃરી ગણાવી રહી છે અને મોબાઈલ ફોન, બેન્કીંગ, એલપીજી સહિતના તમામ સુવિધાઓ લીંક કરવા પર ભાર આપી રહ્યા છે ત્યારે તેની સુરક્ષા પર પણ ધ્યાન આપી રહી છે. જો કે હાલ આધાર કાર્ડ હવે સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. તેની માહિતી ચોરાઈ શકે છે, માહિતી વેચાઈ રહી છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. કેટલીક અંગત કંપનીઓ પણ હવે ગ્રાહકો પાસે આધાર કાર્ડ માગી રહી છે.
 
જેમ જે જીઓનું કાર્ડ લેવું હોય તો આધાર નંવર, તમારી ફિંગર પ્રિન્સ જોઇએ જ. આવું અન્ય કંપનીઓ પણ કરી જ રહી છે. આવા સમયે અહેવાલ આવ્યા છે તે તમારા એક આધાર કાર્ડ નબંર અને એક ફિંગર સ્કેનિંગથી સાત જેટલા સિમ કાર્ડ લઈ શકાય છે અને તે ચાલુ પણ રાખી શકાય છે. આવા સમયે કોઈ તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. હવે તમને કેવી રીતે ખબર પડે કે તમારી માહિતીનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો આ રહ્યો ઉપાય જે કેન્દ્ર સરકારે આપણે આપ્યો છે
 
#  સૌપ્રથમ આધારની આ https://resident.uidai.gov.in ઓફિસિયલ વેબસાઈટ પર જાવ. તેના હોમ પેજ પર Aadhaar Authentication History પર ક્લિક કરો
 

 
 
#  એટલે એક ફોર્મ ખુલશે તેમાં તમારો આધાર કાર્ડ નંબર નાખો અને બાજુમાં આપેલ સિક્યુરીટી કોડ પણ લખો.
 

 
 
#  પછી Generate OPT પર ક્લિક કરો. એટલે એક OTP તમારા આધાર સાથે જોડયેલા મોબાઈલ નંબર પર આવશે અને એક બીજું ફોર્મ ખુલશે.
 

 
 
#  આ ફોર્મ ભરી નીચી આપેલ Sabamit ના બટન પર ક્લિક કરવાથી એક પેજ ખુલશે 
 
#   જેમાં છેલ્લા છ મહિનામાં તમારા આધારકાર્ડ નો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે તેની વિગત તમને વાંચવા મલશે...