હીરાને મળ્યો ઝવેરી...

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

વર્ગની છેલ્લી પાટલીએ બેસનાર, જેને બ્લેકબોર્ડ ઉપર લખેલા અક્ષર સમજાતા હતા. ગણિત જેને અંધારીકાળી સુરંગ જેવું લાગતું હતું, અંગ્રેજી તો માથા ઉપરથી પસાર થઈ જતું હતું. ભણવામાં કંઈ કરી શકવાના કારણે નકામો માની લેવામાં આવેલ વિદ્યાર્થીઓમાં છુપાયેલા હુન્નરને પારખી તેમના માટે સંભાવનાઓનાં દ્વાર ખોલે છે કલ્પતરુ. ઝારખંડની રાજધાની રાંચીથી ૩૫ કિ.મી. દૂર વસેલ હેચલ પંચાયતમાં એક હેક્ટરમાં ફેલાયેલા ટ્રેનિંગ સેન્ટર ઇન્ટર અને મેટ્રિક નાપાસ યુવાનોને સ્કિલ ટ્રેનિંગના દ્વારા સન્માનજનક તથા આત્મનિર્ભર જીવન જીવવાનો રાહ ચીંધે છે. શિક્ષણની યોગ્યતા એકમાત્ર માપદંડ નથી. આવી અનોખી વિચારસરણીને ક્રિયાવંત કરવા માટે સંઘના પૂર્વ ક્ષેત્ર સંઘચાલક અને રાષ્ટ્રીય સેવા ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી સિદ્ધિનાથ સિંહના પ્રયત્નોથી ૨૦૦૯માં શરૂ થયેલ શ્રમિક શિલ્પી પ્રશિક્ષણ કેન્દ્રમાં આપવામાં આવી રહેલ સ્કિલ ટ્રેનિંગ તથા પ્રેક્ટિકલ નોલેજે સેંકડો ગ્રામીણ યુવાનોનું જીવન બદલી નાખ્યું છે.

હવે મળીએ રામચંદ્રસિંહને. સોનભદ્ર જિલ્લાના એક નાનકડા ગામ અંતરાના ખેડૂત પરિવારનો યુવાન ભણવામાં હંમેશા ઠોકરો ખાતો રહ્યો. હાઈસ્કૂલમાં ફેલ થયા બાદ ભવિષ્ય જ્યારે અંધકારમય નજર આવી રહ્યું હતું ત્યારે તે કલ્પતરુના સંપર્કમાં આવ્યો અને બસ અહીંથી તેનું આખું જીવન બદલાઈ ગયું. ત્યાંથી વેલ્ડિંગ અને મશીન મેકિંગની ટ્રેનિંગ લીધા બાદ આજે તે માસ્ટર વેલ્ડરના ‚પમાં લગભગ ૪૦,૦૦૦ ‚પિયા દર મહિને કમાઈ લે છે. જે રામચંદ્રથી તેનાં માતા-પિતાની તમામ ઉમીદો ટૂટી ગઈ હતી અને સગાં-સંબંધીઓના મેણા ટોણાએ જેનું જીવવું દુર્લભ કરી દીધું હતું. તે આજે પોતાનાં માતા-પિતાના તમામ સપનાંઓ પૂરાં કરી રહ્યો છે.

અર્ન વ્હાઈલ લર્નની અવધારણા ઉપર કામ કરી રહેલ કલ્પતરુમાં અભ્યાસની સાથોસાથ શિક્ષાર્થી કમાવા પણ લાગે છે. બે વર્ષનો કોર્સ, દર વર્ષે ૧૫,૦૦૦ની ફી, એનાથી વધારે રૂપિયા તો પ્રેક્ટિકલ ટ્રેનિંગ દરમ્યાન પ્લાંટસ ઉપર કામ કરીને કમાઈ લે છે. બધું કલ્પતરુને અન્ય સંસ્થાઓની અપેક્ષાએ ઘણી ઊંચાઈઓ પર લઈ જાય છે.

નજીકના મુસ્લિમ બહુમતી ધરાવતા હફુઆ ગામની તો કલ્પતરુએ છબી બદલી નાખી છે. ક્યારેક ગામને દબંગાઈ અને વિવાદો માટે ઓળખવામાં આવતું હતું. હવે અહીંના યુવાનો વિકાસના માર્ગે આગળ વધી ચૂક્યા છે. કલ્પતરુમાં સંસ્કારિત અને પ્રશિક્ષિત લગભગ ૨૨ યુવાનો આજે દુબઈ અને સાઉદી અરબમાં જુદી જુદી કંપનીઓમાં નોકરી કરી ચૂક્યા છે અને સારા રૂપિયા કમાઈ રહ્યા છે.

આલિમ અંસારી અને તેના જેવા દસ ઇન્ટર ફેલ યુવાનોએ જ્યારે કલ્પતરુમાં ફિટરની ટ્રેનિંગ લીધી હતી ત્યારે વાતની આશા પણ ઓછી હતી કે ત્રણ વર્ષનો કોર્સ પૂરો કરી શકશે કે નહીં. આજે આલિમના દસ સાથી ઓમાનમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરી સારું કમાઈ રહ્યા છે.

જ્યારે આસપાસનાં ગામડાંઓમાંથી ઇન્ટર અને મેટ્રિક ફેલ યુવાનો મળવાનું બંધ થઈ ગયું ત્યારે કલ્પતરુએ ગ્રેજ્યુએટ યુવાનો માટે પણ દરવાજા ખોલ્યા. એટલું નહીં પ્રેક્ટિકલ નોલેજની ઇચ્છા કેટલાક એન્જિનિયર્સને પણ કલ્પતરુ સંસ્થાન સુધી લઈ આવ્યા. ક્યારેક ટ્રેનિંગ લેવા આવેલ અને પછી હંમેશા માટે કલ્પતરુનો હિસ્સો બની ગયેલ આદિત્યસિંહ કહે છે કે પ્રેક્ટિકલ જ્ઞાનની કમી તેને સંપૂર્ણ એન્જિનિયરીંગના અભ્યાસ દરમ્યાન ખટકતી રહી. બધું એને અહીં મળ્યું. હવે તે અહીં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે. તે આગળ કહે છે કે અહીં ભલે હું વધારે ‚પિયા કમાઈ શકું, પણ જે કામ કરવાનો સંતોષ કલ્પતરુમાં છે તે બીજે નથી. ઇન્ડસ્ટ્રી ટ્રેડલી કોર્સોની યાદીમાં અહીં એન.ડી.પી., વેલ્ડિંગ, ફિટર, મીકેનીક, ઇલેક્ટ્રોનિક ફિટિંગ સહિત રોજગારલક્ષી અનેક ટ્રેનિંગ કાર્યક્રમ ચલાવે છે. સાથોસાથ અહીંયાં જૈવિક ખેતી, કાચબા અને કમ્પોસ્ટ ખાતર બનાવવાની ટ્રેનિંગ, ગૌમૂત્રમાંથી કીટનાશક નિર્માણ, બળદ દ્વારા ચાલતી આટાચક્કી અને મશ‚ ઉત્પાદન જેવાં ઘણાં કામો પણ શીખવવામાં આવે છે. સંસ્થા ગ્રામીણ મહિલાઓને સિલાઈ ટ્રેનિંગની સાથોસાથ અનેક પ્રોડ્ક્ટસ માર્કેટીંગમાં પણ મદદ કરે છે. સંસ્થાનના આચાર્ય તથા સંઘના સ્વયંસેવક સંજીતજી કહે છે કે ભણતર યોગ્યતાનો માપદંડ નથી હોતો વિચારધારાથી જન્મેલું કલ્પતરુ આજે એવા અનપઢ-અભણ-યુવાનોને શોધી હીરો બનાવી રહ્યું છે. જેમને ક્યારેક એમના પોતાના લોકોએ ખોટા સિક્કા જેવા સમજીને તેની પાસેથી કોઈ ઉમ્મીદ કે આશા રાખવાનું છોડી દીધું હતું.