કર લી દુનિયા મુઠ્ઠી મેં...

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮

 

એક ઝટકા સાથે જ્યારે હવાઈ મથકના રનવે પરથી હવાઈ જહાજ ઊડ્યું ત્યારે પ્રથમવાર હવાઈ યાત્રા કરનાર સોનુને થોડો ડર લાગ્યો. એક અજીબ પ્રકારની હલચલ તેના સમગ્ર શરીરમાં દોડી ગઈ. મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના નાનાઅમથા ગામ સિરોલનો હોનહાર બાળક આજે ભારતની બેસબોલ ટીમ તરફથી રમવા ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો. વાદળાંઓને ચીરતા હવાઈ જહાજે તેની યાત્રા શરૂ કરી ત્યારે સોનુની આંખો સામે પોતાના બાળપણની યાદો તરવરી ઊઠી. ત્યારે તે ગામ પરથી પસાર થતા હવાઈ જહાજને જોઈ રોમાંચિત થઈ ઊઠતો અને ત્યાં સુધી તેની પાછળ દોડતો જ્યાં સુધી તે દેખાતું બંધ થઈ જાય. સરકારી શાળામાં ભણતર અને ત્યાર બાદ પિતાજી સાથેના કાળી મજૂરીના દિવસો પણ તેની આંખો સામે આવી ગયાં. જીવનનાં તમામ તોફાનો અને ઝંઝાવાતોને પાર કરી આજે તે તેના જીવનના સૌથી મોટા સ્વપ્ન એવા હવાઈ જહાજમાં વાદળો સાથે વાતો કરી રહ્યો હતો. તેને લાગતું હતું કે જાણે આખી દુનિયા તેની મુઠ્ઠીમાં છે.

આવું કંઈક મધ્યપ્રદેશના ગઢી જિલ્લાના ખેતીહરમાં એક ખેતમજૂર પરિવારમાં જન્મેલા ભાનસિંહ નામના બાળકે પણ અનુભવ્યું હતું. જ્યારે તે ૧૦મા ધોરણમાં જિલ્લામાં સૌથી વધુ ટકા મેળવવાને લઈ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હાથે સન્માનિત થઈ રહ્યો હતો.

ભાનસિંહની માફક સહરિયા જનજાતિના ૧૭૧ બાળકો હાલ ડબરામાં સેવાભારતી દ્વારા સંચાલિત આશ્રમ શાળામાં ભણીને સફળતાના માર્ગે ચાલી નીકળ્યા છે. પ્રદેશની સૌથી પછાત જનજાતિઓમાંની એક સહરિયા જનજાતિ હાલ લુપ્તપ્રાય થવાના આરે છે. લોકો પાસે તો પોતાની જમીન છે કે તો પોતીકો રોજગાર. પરિણામે તેઓ ખેતીનો પાક અને ખેતરોમાં મજૂરી કરી તેમનું પેટિયું રળે છે. જનજાતિમાં સાક્ષરતાનું પ્રમાણ માંડ દસ ટકા જેટલું હતું અને આજે પણ એટલું હોત, જો સંઘપ્રચારક અને સેવા ભારતીના સંસ્થાપક વિષ્ણુજીની પ્રેરણાથી ૧૦ જુલાઈ, ૨૦૧૩માં ૬થી ૮માં ધોરણના બાળકો માટે એક ભાડાના મકાનમાં જનજાતીય આશ્રમશાળાની ‚આત થઈ હોત. અહીં વિદ્યાર્થીઓનો ભણવાથી માંડી ખાવા અને રહેવાની તમામ સુવિધાઓનો ખર્ચ મેનેજમેન્ટ કમિટી દ્વારા ઉઠાવવામાં આવે છે. સેવા ભારતીના પ્રાંત ઉપાધ્યાક્ષ અને પ્રારંભથી વિદ્યાલયના પ્રભારી રહેલા નિર્મલદાસજી જણાવે છે કે, અહીં ભણવાની સાથે સાથે બાળકોને બેસબોલ અને થ્રોબોલ જેવી રમતોની વિશ્ર્વકક્ષાની તાલીમ આપવામાં આવે છે. સાથે અહીં સ્ટેટ ઑફ આર્ટ કમ્પ્યુટર એજ્યુકેશનની પણ પૂરી વ્યવસ્થા છે. એક સમયે ૩૫ બાળકો સાથે ‚ થયેલ વિદ્યાલયમાં આજે ૧૭૧ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. શાળાનું મકાન નાનું પડતાં સહયોગ માટે અમેરિકાના અપ્રવાસી એન્જિનિયર પંકજ મહેશ્ર્વરી સામે આવ્યા. તેઓએ તેમના પિતાજી અને ગ્વાલિયરના પ્રખ્યાત ડૉક્ટર સ્વર્ગીય કે. જી. મહેશ્ર્વરીજીની સ્મૃતિમાં ભવન નિર્માણ માટે ૨૦ લાખ ‚પિયાનું દાન આપ્યું. અહીં ભણતા બાળકોના ઉચ્ચકક્ષાના પરિણામો અને રમતોમાં જબરજસ્ત દેખાવથી પ્રભાવિત થઈ સમાજના અન્ય લોકો પણ સંસ્થાને ખુલ્લા મને મદદ કરે છે. અનેક પરિવારો પોતાના બાળકનો જન્મદિન અને વડવાઓનાં શ્રાદ્ધ જેવા પ્રસંગો અહીં બાળકો સાથે આવી મનાવે છે. આશ્રમશાળાના આચાર્ય સંજય રજક કહે છે કે અહીં રહી ૧૨મું પાસ કરનાર રામરસ, સુનીલ સિંહ અને રામસિંહની પસંદગી પેરામેડિકલમાં થઈ છે. જ્યારે ૧૨ બાળકો આયકર વિભાગ, બાળકો વનવિભાગમાં નોકરી કરી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓને વિદ્યાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. રમત-ગમતક્ષેત્રે બેઝબોલમાં ઈન્દરસિંહ અને થ્રોબોલમાં અનિલકુમાર રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. સંઘના સ્વયંસેવકોની સેવા અને સમર્પણ ભાવના અને મજબૂત ઇચ્છાશક્તિને કારણે આજે જનજાતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાનાં સપનાંઓની દુનિયાને મુઠ્ઠીમાં કેદ કરી શકે એટલા સક્ષમ બની રહ્યા છે.