૮માં ધોરણમાં ફેલ થવા પર હેકિંગમાં બનાવ્યું કરિયર, આજે છે કરોડપતિ

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮

 
૧૫ વર્ષનો એક નનકડો છોકરોને ભાણવામાં રસ નથી લગતો પણ તેને કોમ્પ્યુટર ખૂબ ગમે છે. તેની એ રૂચિના કારણે તે ૮માં ધોરણમાં નાપાસ થાય છે અને ભણવાનું જ છોડી દે છે અને લાગી જાય છે કોમ્પ્યુટરની ભાષા સમજવામાં. આજે તે ૧૫ વર્ષનો છોકરો ૨૫ વર્ષનો થઈ ગયો છે. અને તેની પાછળ એક લેબલ પણ લાગી ગયું છે…લેબલે છે” માસ્ટર ઓફ એથિલક હેકિંગ”. નામ છે તેનું ત્રિશનિત અરોડા…
 
આઠમાં ધોરણમાં નાપાસ થયો અને પછી...
 
ત્રિશનિત અરોડા છે લુધિયાણાના મધ્યમવર્ગના પરિવારમાંથી આવે છે. તેને બાળપણથી જ ખાસ કંઇ ભણવામાં મન લાગ્યું નહીં. એની ન ભણવાની અને અન્ય પ્રવૃત્તિઓમાં મચ્યાં રહેવાની જીદથી અફકોર્સ માબાપ પરેશાન હતાં તો શાળામાં શિક્ષકો પણ ફરિયાદ કરતાં રહેતાં કે આ છોકરાનું ભણવામાં ધ્યાન જ નથી. છેવટે માંડમાંડ આઠમાં ધોરણમાં પહોંચ્યો ખરો, પણ નાપાસ થઇને ઊભો રહ્યો.
 
માતાપિતાની નિરાશાનો પાર ન હતો. શું કરવું છે આખરે..મહાપ્રશ્ન ઘુમરાઇ રહ્યો હતો ત્રિશનિત અને તેના પરિવારમાં. ત્યારે ત્રિશનિતના પિતાનું બરાબર એ વાત પર, એ મુદ્દા પર નિશાન તકાયું જેના કારણે ત્રિશનિત ભણતો જ ન હતો. એ હતો તેનો કોમ્પ્યૂટર પ્રેમ…
 
હાલ ત્રિશનિત લુધિયનાના દુગરીમાં રહે છે. ટેક સિક્યુરિટી નામની કંપની પણ ચલાવે છે. કંપનીમાં ૩૦ લોકો કામ કરે છે. કંપનીના ગ્રાહકોની યાદીમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને કેનેડાની કંપનીઓનું પણ નામ છે.
 

 
 આમની ક્લાયન્ટ લિસ્ટ જોવા જેવી છે...
 
# 21 વર્ષની ઉંમરે ત્રિશનિતે પોતાની કંપની શરુ કરી. સાયબર એક્સપર્ટ આ યુવાનના ગ્રાહકોમાં રીલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલિસ, એવન સાઇકલ અને અમૂલ જેવી દિગ્ગજ કંપનીઓ છે જેને સાઇબર સંલગ્ન સેવાઓ પૂરી પાડે છે.
# થોડા વર્ષ પહેલા જ્યારે તેમની ઉંમર 21 વર્ષ હતી, તેમણે ટીએસી સિક્યોરિટી નામની સાઈબર સિક્યોરિટી કંપની સ્થાપિત કરી.
 
# ત્રિશનિત હવે રિલાયન્સ,સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમૂલ અને એવન સાઈકલ જેવી કંપનીઓને સાઈબરથી જોડાયેલી સર્વિસીસ આપી રહ્યા છે.
 
# તેઓ 'હેકિંગ ટોક વિથ ત્રિશનિત અરોડા' 'ધ હેકિંગ ઈરા' અને 'હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ' જેવી બુક્સ લખી છે.
 
# તેમના કામને લઈને 2013માં ગુજરાતમાં પૂર્વ કેન્દ્રીય વિત્ત મંત્રી યશવંત સિન્હાએ તેમને સન્માનિત કર્યા હતા.
 
# 2014માં આ જ કામને લઈને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે ગણતંત્ર દિવસ પર 'સ્ટેટ અવોર્ડ' આપ્યો.
 
# 2015માં તેમને ફિલ્મ એક્ટર આયુષ્યમાન ખુરાના સહિત સાત હસ્તિઓ સાથે પંજાબી આઈકન અવોર્ડ આપવામાં આવ્યો.
અનેક એવોર્ડ મળ્યા છે…
 
#ત્રિશનિતને અનેક નામી એવોર્ડ મળ્યા છે. વર્ષ ૨૦૧૩માં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના હસ્તે સમ્માન કરવામાં આવ્યું
 
# ૨૦૧૪માં પંજાબનાણ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલના હસ્તે ગણતંત્ર દિવસ પર સ્ટેટ એવોર્ડ આપવામાં આવ્યો.
 
# ૨૦૧૫ માં પંજાબી આઈકોન એવોર્ડ આપવામાંઆવ્યો..
 

 
 
હવે ભણે છે…
 
જોકે તેણે ૮ પછી ભણવાનું છોડી દીધું હતુ પણ પછી તેણે ૧૨મું ધોરણ પાસ કર્યુ અને હાલ તે મલેશિયન યુનિવર્સિટીના ડિસ્ટેંસ લર્નિંગ પ્રોગ્રામ થકી બીસીએનું ભણી રહ્યો છે… તેણે એક બૂક પણ લખી, જેનું નામ છે “વૉઈશ ઓફ હૈકર્સ”. જેમાં તેણે હેકિંગ અને સિક્યુરિટીની જૂદી જૂદી રીતો તેણે લખી છે. મોબાઈલ હેકિંગ, હેકિંગની ઓપરેટિંગ સિસ્ટમ, બેંક એકાઉન્ટ હૈકિંગ, ઈમેલ હૈકિંગ વિશે પણ પુસ્તકમાં સરસ જાણકારી તેણે આપી છે. આના પર ત્રિશનિતનું કહેવું છે કે લોકો હૈકિંગ વિષે વધારે જાણે અને વધારે જાગ્રુત થાય તે જ મારો હેતુ છે. પુસ્તકમાં એડવાન્સ ટેકનોલોજી અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત પણ દર્શાવવામાં આવી છે…જોકે આ તેની પહેલી પુસ્તક હતી. હમણા જ તેણે એક બીજી પુસ્તક પણ લખી છે જેનું નામ છે “હૈકિંગ ટોક વિથ ત્રિશનિત અરોરા”. જેમાં પણ તેણે સારા અને ખારાબ હૈકિંગના નિયમો જણાવ્યા છે…