સરકારના આ એક કામથી પોસ્ટ વિભાગ હવે બદલાયેલો લાગશે

    ૩૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
ભારતમાં પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેનની શું હાલત છે તે બધા જાણે છે. ટેકનોલોજીના આ યુગમાં આ પોસ્ટ્મેનનોનું કામ પન બદલાય ગયું છે વળી પાછું આમાં સરકારે પણ એક પરિવર્તન કર્યું છે. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી મનોજ સિન્હાએ ભારતીય ટપાલ વિભાગના પોસ્ટમેનોની અને મલ્ટી ટાસ્ટીંગ સ્ટાફ માટે નવો ગણવેશ જાહેર કર્યો છે. આ નવા ગણવેશને રાષ્ટ્રીય ફેશન ટેક્નોલોજી સંસ્થાન (ઍનાઈએફટી)એ તૈયાર કર્યો છે. આ ગણવેશમા એક ખીસ્સું અને ટોપી પર “ભારતીય ટપાલ વિભાગ” નો લોગો પણ લગાવવામાં આવ્યો છે. આગામી ૧૮ ફેબ્રુઆરી પછી આ વિભાગના ૯૦ હજાર કર્મચારીઓ આ નવો ગણવેશ પહેરશ. મહત્વની વાત એ છે કે આ ગણવેશ સંપૂર્ણ ખાદીમાંથી બનાવવામાં આવ્યો છે.