પાંચથી પચાસ હજારની લોન તો આ એપ્સ દ્વારા ઘરે બેઠા મળે છે…!!

    ૩૧-જાન્યુઆરી-૨૦૧૮

 
આજનો જમાનો ટેક્નોલોજીનો જમાનો છે. લોકોને કાગળની ઝંઝટોથી છૂટી જવામાં વધારે રસ છે. આધાર કાર્ડનું વર્ચુઅલ આઈડી, પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન વગેરે નવી ટેક્નિકના ઉદાહરણ છે. જો તમને બેંકના ધક્કા ખાધા વિના માત્ર ઘરે બેઠા ઇન્ટરનેટથી જ લોન મેળવવી હોય તો તેનો પણ વિકલ્પ તમારી પાસે ઉપલબ્ધ છે.
આ એપ્સ પર જરૂરી દસ્તાવેજને અપલોડ કર્યા બાદ સિબિલ સ્કોરના આધાર પર તે તમારી ક્રેડિટ ચેક કરે છે અને જો તમે યોગ્ય હોવ તો તમને ખુબ જ થોડાક સમયમાં લોન મળી જાય છે. તો ચાલો આ 3 એપ વિષે જાણીએ.
 

 
# mPokket:-
 
આ એપ ને લગભગ 1 લાખ લોકો એ ડાઉનલોડ કરી લીધું છે. આ એપ વિદ્યાર્થીઓ ને એમને જોઈતી રકમ paytm માં મોકલે છે. આ એપ્લિકેશન પોતાને એક એવું માર્કેટ પ્લેસ બતાવે છે, જ્યાં જરૂરિયાતમંદ લોકોને લોન આપવા વાળી કંપની ને મળે છે. પ્લેસ્ટોર પર આ એપ નું રેટિંગ 4.5 છે.
 
 
# Upwards Quick Loan:-
 

 
આ એપ તમને 15000 થી લઈને 50000 સુધીની લોન અપાવવાનો દાવો કરે છે. આ એપ 2 વ્હિલર, મેડિકલ ઇમરજન્સી અને ઘર બનાવવા માટેના ખર્ચ માટે લોન આપે છે. પ્લે સ્ટોર પર આ એપ 4 રેટિંગ ધરાવે છે. આ એપ્લિકેશન NBFC જોડે ગઠિત બજરંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ પરથી તમને લોન આપતી હોય છે.
 
 
# PaySense:-
 

 
 
આ એપ શરુ કરવાની કેટલીક શરૂઆતી શરતો છે જેમ કે આ એપને માત્ર એ લોકો જ વાપરી શકે છે જેઓ 15000 રૂપિયા પ્રતિ માસ નો પગાર ધરાવતા હોય. આવેદક ની ઉંમરની સીમા 21 થી 60 વર્ષ ની રાખી છે. આ શરતો એપ ને ડાઉનલોડ કરતી વખતે કે ઇન્સટોલ કરતી વખતે વાંચી શકાય છે. આ એપ ને NBFC જોડે કરાર છે, NBFC એક રીત ની રિઝર્વ બેંક પ્રમાણિત સંસ્થા છે જેના વર્તમાન માં 35 લાખ ગ્રાહક છે. 
થોડું વિચારીને...
 
મહત્વની વાત એ છે કે આવી ધણી એપ્સ અહિં છે. અંતે સમજી વિચારીને તમારે આગળ વધવાનું હોય છે.  આ એપ શરુ કરવાની કેટલીક શરૂઆતી શરતો છે જેમ કે આ એપને માત્ર એ લોકો જ વાપરી શકે છે જેઓ 15000 રૂપિયા પ્રતિ માસ નો પગાર ધરાવતા હોય. આવેદક ની ઉંમરની સીમા 21 થી 60 વર્ષ ની રાખી છે. આ શરતો એપ ને ડાઉનલોડ કરતી વખતે કે ઇન્સટોલ કરતી વખતે વાંચી શકાય છે. આ એપ ને NBFC જોડે કરાર છે, NBFC એક રીત ની રિઝર્વ બેંક પ્રમાણિત સંસ્થા છે જેના વર્તમાન માં 35 લાખ ગ્રાહક છે.આ એપ્સનો અનેક લોકોએ ઉપયોગ કર્યો છે. પણ તેમ છતાં જ્યારે પર આ એપ્સ પર તમે જાવ તો તમારા દસ્તાવેજ સમજી વિચારીને આપો. ચિંતાનો વિષય નથી પણ દસ્તાવેજો અને ડેટા માટે આજના વેપારીઓ જે કરી રહ્યા છે તે માટે થોડું સાવધ રહેવાની જરૂર છે. આથી આ કામ કરતા પહેલા તે એપ્સની શરતો, કાયદાઓ વાંચી લેવા. એપ્સ વધારાની માહિતી માગે જે તમને આપવા યોગ્ય લાગતી હોય તો ન આપવી…..
 
 
- હર્ષિલ મેહતા
તેઓ ફ્રિલાન્સર રાઈટર છે