ફેસબૂકનો ઉપયોગ કરો છો? સાવચેતી માટે આટલું ધ્યાન રાખો

    ૦૪-જાન્યુઆરી-૨૦૧૮

 
 
હંમેશાં જુદા જુદા કેરેક્ટરવાળો પાસવર્ડ બનાવો
 
12345, 111111, 00000, abcde, મોટાભાગે લોકો આવા પાસવર્ડ વધારે રાખતા હોય છે પણ જે તમારા માટે કોઈ વાર ખતરનાક સાબિત થઈ શકે છે. પાસવર્ડ અટપટો હોવો જોઈએ. તમારા પાસવર્ડમાં પહેલી અને બેજી એબીસીડીના અક્ષરો હોવા જોઈએ ઉપરાંત @,#,$,%, જેવા સ્પેશિયલ કેરેક્ટર પણ હોવા જોઈએ. જેથી કોઈ પણ આશાનીથી તમારો પાસવર્ડનું અનુમાન ન લગાવી શકે.
 
જરૂર કરતા વધારે અંગત અને પરિવારની માહિતી ન આપો
 
તમારું પેજ તમારા પૂરતું રહે તે જરૂરી છે. ધણી વાર તમારા દુશ્મનને તમારી બધી માહિતી તમારા ફેસબૂક પેજ પરથી આરામથી મળી રહેતી હોય છે. જેનો તે ખોટો ઉપયોગ કરી શકે છે. લોકો પોતાના બળકોની વિગત અને તેમન ફોટા અહિં મુકતા હોય છે. જેનો ઉપયોગ અનેક બાળક ઉઠાવતી ગેંગો કરતી હોય છે એવા અહેવાલો પણ છે.
 
જન્મતારીખ સંપૂર્ણ સાચી ન નાખો
 
આજના ડિજીટલ યુગમાં અનેક જ્ગ્યાએ તમારી જ્ન્મતારીખના આધારે તમારે ઓળખ થાય છે. હેકર્સ માટે તમારી જ્ન્મતારીખ સૌથી પહેલું હથિયાર છે, જે આરામથી તમારા ફેસબૂક પર મળી રહે છે. તેમ છતાં જો તમારે તમારા ફેસબૂક પર જન્મ તારીખ રાખવી જ હોય તો માત્ર તમે તમારા જ્ન્મનું વર્ષ બદલી નાખો. એટલે કે ૧/૧/૧૯૮૩ હોય તો ૧/૧/૧૯૮૦ કે બિજું કંઈક તમને ગમે તે રાખો. ટૂંકમાં વર્ષ બદલી નાખો કેમકે હેકર્સ માટે તમારી જ્ન્મતારીખ ઉપયોગી થઈ શકે છે.
 
અંગત બાબતોને ફેસબૂક પર જાહેર ન કરો
 
તમારા જીવનની અંગત બાબતોને ફેસબૂકથી દૂર રાખો. તમારા જીવનમાં શું ચાલે છે તે આરામથી બીજા લોકોને તમારા ફેસબૂક પેજ પરથી ખબર પડી જાય છે. હવે તો નોકરી આપતા પહેલા કંપની તમારું ફેસબૂક પેજ જોતી થઈ ગઈ છે. જેના પરથી તમારા કેરેક્ટરનો કયાસ નિઇકળી જતો હોય છે.
 
તમારી બધી પોસ્ટ પબ્લિક નહિ પણ માત્ર તમારા ફેસબૂક મિત્રો જ જોઇ શકે તેવું સેટીંગ રાખો
 
ફેસબૂકમા એક સરસ ઓપ્શન છે જે દરેક લોકો ઉપયોગ કરતા નથી. આ ઓપ્શન પ્રમાણે કોઇ પણ અજાણી વ્યક્તિ તમારી ફેસબૂક પ્રોફાઈલ જોઈ શકતો નથી. તમે કોઇ પણ પોસ્ટ ફેસબૂક પર મૂકો તો ત્યાં પણ એક ઓપ્શન આવે છે કે તમે આ પોસ્ટ કોને બતાવવા માગો છો? તેમાં પબ્લિકની જ્ગ્યાએ ફ્રેન્ડ્સ કરી દો. આથી માત્ર તમારા ફેસબૂક મિત્રો જ આ પોસ્ટ જોઇ શકશે.
 
કોઈ પણ વસ્તુ ફેસબૂક પર મુકતા પહેલા થોડું વિચારો
 
આપણે ઘણીવાર કોઈએ મોકલેલી પોસ્ટ આગળા વધારી દઈએ છીએ. ઘણીવાર તે અફવા જોય છે. આ ઉપરાંત આપણે આપણી માહિતી પણ અહિં મુકતા હોઇએ છીએ. આમાં કોઈ વાંધો નથી પણ આ બધી માહિતી મુકતા પહેલા થોડી વાર વિચાર જરૂર કરો. વિચારો કે શું આ માહિતી અહિં મુકવી જરૂરી છે?
 

 
 
નમારી પ્રોફાઈલ સરળાતાથી સર્ચ એન્જિનમાં ન મળે તેવું સેટીંગ રાખો.
 
તમારા નમનો સ્પેલિંગ બદલી નાખો. ક્રિયેટીવ બનાવો. જેમ કે નવિન નામ હોય તો NaVn, નVન, Naveen કે ગુજરાતી માં નવિન રાખો. કોઈ પણ વ્યક્તિ સરળતાથી તમારા ફેસબૂક પેજ સુધી નહિ પહોંચી શકે.
બીજા કોઇનો ફોટો જે તે ની પરવાનગી વિના ફેસબૂક પર ન મુકો
 
વારંવાર તમારું લોકેશન શેર ન કરો
 
આજ કાલ એક ટ્રેન્ડ છે. આપણે જ્યા હોઇએ ત્યાંનું લોકેશન શેર કરવાનો ટ્રેન્ડ. જે બધીવાર યોગ્ય નથી. આનાથી તમે ક્યારે, કેટલા વાગે, ક્યા હતા તે બધાને ખબર પડી જાય છે. જે કોઈ વાર તમારા માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે.
 
અને છેલ્લે….જરૂર હોય એટલો જ સમય ફેસબૂકને આપો
 
આ ખૂબ જરૂરી છે. જીવનમાં ઘણું કરવા જેવું કામ છે. અહિં સમય બગાડવા કરતા સમયનો સદઉપયોગ કરો તો તમે ફાયદામાં રહેશો.
 
- હિતેશ સોંડાગર