વિશિષ્ટ ધર્મ ઉપાસના

    ૦૪-જાન્યુઆરી-૨૦૧૮

 

 
ધનુર્માસની સંકષ્ટ ચતુર્થી સંકષ્ટવ્રત

વિક્રમ સંવતની કાલગણનામાં પ્રતિવર્ષે ૧૬ ડિસેમ્બરથી ઉત્તરાયણ સુધીનો સમયગાળો ધનુર્માસ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. તેના મૂળમાં સૂર્ય તથા ચંદ્રનાં ખગોળીય જ્યોતિષશાસ્ત્રના સંદર્ભમાં અવકાશીય સ્થાન તથા તેમની ભવિષ્યની ગતિ મહત્ત્વની ઘટના છે. સૂર્યની સામાન્ય દિશા પૂર્વ દિશા છે, પરંતુ માસમાં ધનરાશિની પશ્ર્ચિમ દિશાના શનિના અક્ષમાં સૂર્યનું સ્થાન હોય છે. તેથી આપણા જીવનમાં મુખ્ય ઊર્જાના સ્રોત-સૂર્યનાં કિરણો વક્રી બને છે. તેથી સૌરઊર્જાની ઊણપને કારણે ધર્મકાર્યમાં સંકટ આવે છે. ધનુર્માસમાં ધર્મ-અધર્મ માટે અર્થાત્ પાંડવો અને કૌરવો વચ્ચે ખેલાયેલ ભીષણ મહાભારતનું યુદ્ધ પણ રકતરંજિત બન્યું હતું. યુદ્ધમાં લાખોની સંખ્યામાં માનવ-જીવનો સંહાર થયો હતો. યુદ્ધ લાંબા સમયગાળા માટે ખેલાયું તેના મૂળમાં ધનુર્માસ હોવાનું પુરાણોમાં મનાય છે. ધનુર્માસમાં ઘણાં સંકટો હોવાની ધર્મકથાઓ-પુરાણો તથા શાસ્ત્રોમાં વર્ણવાયાં છે. ધર્મસંકટોના નિવારણ માટે ગણાધિપતિદેવ ગણપતિની ઉપાસના માટેનું તથા ચંદ્રની ઉપાસના માટેનું સંકષ્ટ ચતુર્થી વ્રત પ્રતિ માસે હોય છે. પણ ધનુર્માસનું સંકષ્ટી ચતુર્થી - સંકરવ્રત વિશેષ મહત્ત્વ ધરાવે છે.

ધનુર્માસમાં માંગલિક કાર્યો કરવાનું સૂચન છે, છતાં માસમાં સર્વે કાર્યોની સફળતા માટે સંકષ્ટ ચતુર્થી-સંકષ્ટવ્રતનો ઉલ્લેખ નારદપુરાણ તથા સૂર્યશકિતની દેવી મા ગાયત્રીની ઉપાસનામાં વર્ણવાયેલ છે. માસમાં ધર્મકાર્ય અનેકગણું ફળ આપનારું છે. મહાભારતના યુદ્ધમાં ધનુર્માસમાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહને તૃષા લાગેલી ત્યારે અર્જુને ધનુર્વિદ્યાર્થી તે સ્થળે ગંગાજીને પ્રગટ કર્યાં હતાં અને પિતામહ ભીષ્મને ગંગાજળનું પાન કરાવ્યું હતું. બાણશય્યા પર ભીષ્મ પિતામહ ઉત્તરાયણ સુધી ઇચ્છામૃત્યુના વરદાનથી સૂતા રહ્યા હતા.

પ્રસંગે ભીષ્મ પિતામહે ધર્મ ઉપદેશ આપ્યો હતો તથા અનેક પ્રશ્ર્નોના ઉત્તરો આપી ધર્મ-અધર્મનો ભેદ સમજાવ્યો હતો. સ્વામીનારાયણ સંપ્રદાય જેવા અનેક સંપ્રદાયોમાં ધનુર્માસમાં વિવિધ ક્ષેત્રોની વિદ્યાશકિતના અભ્યાસનો મહિમા છે.

નારદપુરાણમાં ધનુર્માસમાં સંકટનિવારણ માટેના સંકટવ્રતનું વર્ણન છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રતીએ ઉપવાસ કરવાનો હોય છે અને ચંદ્રોદય વખતે ચંદ્રનું પૂજન કરી ગોળ, ઘી તથા ઘઉંનો કંસાર કે શીરો - સુખડી બનાવી ઉપવાસ છોડવાનો હોય છે.

ચંદ્રોદય વખતે પોડશ ઉપચારથી ગણપતિની પૂજા કરી ચંદ્રને અર્ઘ્ય આપતાં મંત્ર ભણવાનો હોય છે.

ગગનાર્ણવમાણિકય ચન્દ્ર દાક્ષાયણીપતે

ગૃહાણાર્ઘ્ય મયા દત્તં ગણેશપ્રતિ‚પક

ગગનરૂપી સમુદ્રના માણિકય ચંદ્રમા ! દક્ષ ક્ધયા રોહિણીના પ્રિયતમ ! ગણેશના પ્રતિબિંબ, આપ મારો આપેલો અર્ઘ્ય સ્વીકારો.’

સંકષ્ટવ્રતમાં ચંદ્રની પૂજાનું પણ મહત્ત્વ દર્શાવ્યું છે. સંકટ સમયે વ્યકિતનું મન અશાંત તથા વ્યગ્ર બને છે. સમયે ચંદ્રનો શીતળ પ્રકાશ શાંતિ અર્પે છે. શનિ તથા ગુરુની વ્રક્રી અસરોને ચંદ્રની ઉપાસના શાંત પાડે છે. વ્રતી ઉપવાસ કરે છે તેથી સંકષ્ટી ચતુર્થી વ્રતમાં તેનામાં ધીરજ, શાંતિ તથા સંયમ પ્રગટે છે. તેથી વ્રત સંકટને પાર કરી જાય છે. વર્તમાન તથા ભવિષ્યના સંકટનિવારણ માટે આપણાં ધર્મશાસ્ત્રો તથા પુરાણોમાં ઉલ્લેખાયેલ વિવિધ વ્રતોમાં સંકટ હર ચોથ તથા સંકટનિવારણ ગાયત્રી વ્રતનું વર્ણન તથા ધર્મકથાઓની વાર્તાઓ છે.

સંકટ હર ચોથનું વ્રત

પ્રત્યેક માસની પૂનમ પછીની વદ ચોથે વ્રત કરવાનું માહાત્મ્ય છે. ચોથના દિવસે વ્રતીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરી ગણોના ગણ સંકટહરણ દુંદાળા દેવ ગણપતિનું ધ્યાન કરવાનું હોય છે. વ્રતિએ ગણપતિની મૂર્તિ સમક્ષ ચંદન, અક્ષત્, દુર્વા તથા ગંગાજળથી પૂજન કરવું. ધૂપ-દીપ કરી આરતી કરવી. ગોળ તથા ફળનો નિવેદ ધરાવવો. એકટાણું કરવાનું હોય છે. દિવસ દરમિયાન ઉપવાસ કરી ચંદ્રોદયે ચંદ્રને અર્ઘ્ય આપી વ્રત છોડવાનું હોય છે. એક ટાણું કરતાં પહેલાં વ્રતની વાર્તા સાંભળવાની હોય છે.

વાર્તા - ઇન્દ્રપુરી નગરનો રાજા ઇન્દ્રસેન મહાપ્રતાપી તથા પ્રજાના દુ:ખે દુ:ખી હતો. તેની રાણી ઇન્દુમતી પણ એવી ધર્મપરાયણ તથા પતિના પગલે ચાલનારી પતિવ્રતા પત્ની હતી.

આવા ધર્મિષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યું. પડોશી રાજાએ ઈર્ષાથી ઇન્દ્રપુરી પર ચડાઈ કરી. તે ખૂબ બળવાન હતો. તેણે ઇન્દ્રસેનના મહેલને ઘેરી લીધો. તેથી ઇન્દ્રસેન તથા ઇન્દુમતી જીવ બચાવવા ભોંયરા વાટે જંગલમાં ચાલ્યાં ગયાં. તેઓ ઝૂંપડી બનાવી રહેવા લાગ્યાં. આમ ભાગ્ય બદલાતાં રાજા રંક બની ગયો.

છતાં રાજા-રાણી સંતુષ્ટ હતાં. તેમણે જંગલમાં આશ્રમ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું તેઓ વટેમાર્ગુ તથા ભકતોની સેવા કરતાં. એક વખત અત્રિઋષિ ફરતાં ફરતાં ત્યાં આવી પહોંચ્યા. રાજા-રાણીએ ઋષિની સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. રાજાના સંકટની વાત જાણી. તેથી અત્રિ ઋષિએ રાજા-રાણીને ગણપતિની ઉપાસનાનું કહી સંકષ્ટી ચતુર્થીના વ્રતનો મહિમા સમજાવ્યો. તેમણે કહ્યું ગણપતિજી કલ્યાણકારી તથા સંકટહરણ દેવતા છે. રાત્રે ચંદ્રની ઉપાસના કરી ઉપવાસને છોડવાનું સૂચન કર્યું.

રાજા-રાણી અત્રિઋષિની આજ્ઞા પ્રમાણે સંકષ્ટવ્રત કરે છે. થોડા સમય પછી વ્રતના પ્રભાવથી તેમની પ્રજા રાજા પાસે આવે છે અને ચડી આવેલા રાજાને હરાવવામાં મદદ કરે છે. રાજા ઇન્દ્રસેન બળવાખોર રાજાને હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવે છે. ત્યારબાદ રાજારાણી પ્રજા તથા બ્રાહ્મણોને જમાડી વ્રતની ઉજવણી કરે છે. રાણીની જેમ પૃથ્વીલોક જે કોઈ વ્રત કરે છે, વાર્તા સાંભળે છે, વાર્તા સંભળાવે છે તેના વમળ પ્રકારનાં સંકટોનું નિવારણ થાય. વ્રત સૌને ફળે !

સંકટનિવારણ ગાયત્રી વ્રત

મા ગાયત્રીનુંસંકટનિવારણ ગાયત્રી વ્રતમહિનાના ગમે તે દિવસથી લઈ શકાય છે, પણ ધનુર્માસની સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત વિશેષ ફળ આપે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાનાદિક કાર્યો પતાવી એક બાજોઠ ઉપર પાણી ભરેલો કળશ મૂકી ધૂપ, દીપ આપી સ્થાપન કરવું. અબીલ, ગુલાલ અને ચોખાથી પૂજા કરી મા ગાયત્રીની છબીને ફૂલોનો હાર પહેરાવી ગાયત્રી મંત્રના જાપ કરી વ્રતની વાર્તા સાંભળવી, પછી ગોળનો નૈવેદ્ય ધરાવી મા ગાયત્રીની આરતી કરવી. ઉપવાસ અને એકટાણું કરી પાડોશીને પ્રસાદ આપવો. વ્રત રવિવારે પણ કરી શકાય છે. દિવસ સર્વેને અનુકૂળ હોય છે. વ્રતને શકય હોય તો એકવીસ દિવસ-એકવીસ સંકષ્ટી ચોથ અથવા રવિવાર માટે કરવું. અંતે ઘઉંના રવાનો શીરો દૂધ નાખીને બનાવી સાત નાનાં-નાનાં ભૂલકાં અથવા કુંવારાઓને જમાડવા. તેમને યથાશકિત દાન-દક્ષિણા આપી વ્રતની ઉજવણી કરવી.

વાર્તા :

કાશી નગરીના પવિત્ર ધામમાં રામપ્રસાદ નામનો એક અતિ ગરીબ બ્રાહ્મણ હતો. તે ઘણો દુ:ખી હતો પણ ભગવાનનો પરમ ભકત હતો. ભગવાનથી તેનું દુ: જોયું જતું હતું. તેથી ભગવાન ઋષિમુનિનું રૂ લઈ બ્રાહ્મણ પાસે આવ્યા. તેમને જોઈ બ્રાહ્મણે તેમને આસન આપી જલ-પાન કરાવ્યું. પછી ભગવાને બ્રાહ્મણને પૂછ્યું : ‘ભૂદેવ, તમે અત્યંત દુ:ખી જણાઓ છો તેનું કારણ શું ?’

બ્રાહ્મણે કહ્યુંબાપજી ! હું સંતાનસુખથી વંચિત છું. તેથી વ્યથિત છું તથા ગામે-ગામ ભિક્ષાવૃત્તિ જવા છતાં પૂરતી ભિક્ષા મળતી નથી. ઘણીવાર તો ભૂખ્યા સૂઈ જવું પડે છે. બાપજી ! મને આનો ઉપાય બતાવો. ઋષિમુનિ રૂપે આવેલા ભગવાને કહ્યું, રામપ્રસાદ, તું ભકિત તો કરે છે પણ બ્રાહ્મણના ધર્મ પ્રમાણે નહીં. તું સંકટનિવારણ મા ગાયત્રીનું વ્રત કર. ભગવાન બ્રાહ્મણને વ્રતની વિધિ સમજાવે છે. બ્રાહ્મણ વ્રત રૂ કરે છે. જેમ જેમ વ્રતની સંખ્યાના દિવસો વધતા ગયા તેમ તેમ બ્રાહ્મણનું દુ: દૂર થતું ગયું. તેને ગામમાંથી લોકો પૂજાવિધિ માટે તથા બ્રાહ્મણ કાર્ય-કર્મકાંડ માટે બોલાવવા લાગ્યા. બ્રાહ્મણની પત્નીએ પણ વ્રત રૂ કર્યું. ૨૧ વાર વ્રત પૂર્ણ થતાં બ્રાહ્મણીની કૂખે દેવરૂજેવા પુત્રની પ્રાપ્તિ થઈ.

આમ સંકટનિવારણ ગાયત્રી વ્રત બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યું. બ્રાહ્મણે પણ વ્રત કરવાનું સર્વેને સૂચવ્યું. બધા વ્રત કરવા લાગ્યાં. મા ગાયત્રીની કૃપાથી સર્વે સુખી સંપન્ન તથા નિષ્ઠાવાન ગાયત્રી પરિવારના ઉપાસકો બન્યા. વ્રતના પ્રભાવથી તો સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજના હાથમાંથી છોડાવ્યો હતો.

આમ હે મા ગાયત્રી, જેવા બ્રાહ્મણ તથા ગાયત્રી પરિવારના સર્વેને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને, વાર્તા સાંભળનારને તથા સંભાળવનારને પણ ફળશે.

ઓમ્ ભૂર્ભવ: સ્વ: તત્સ્વિતુર્વરેણ્યં

ભર્ગોદેવસ્ય ધિમહિ ધિયો યો : પ્રચોદયાત્