નવરાત્રિની ધામધૂમથી શરૂઆત...જુવો નવરાત્રિ ઉત્સવની અદ્‌ભુત તસવીર ઝલક

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૮

 
 
અમદાવાદ સહિત ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવની  પરંપરાગત રીતે શરૂઆત થઇ ગઇ છે. હવે નવ દિવસ સુધી નવરાત્રિ ઉત્સવની ધૂમ રહેશે. અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા  જીએમડીસી ખાતે નવરાત્રિનું  આયોજિત કરવામાં આવ્યું છે. પહેલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. વિજયભાઇ રૂપાણી પ્રથમ દિવસે આરતી કરીને આ ઉત્સવની શરૂઆત કરાવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ  પટેલ અને ગુજરાત કેબિનેટના અન્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે છત્તીસગઢથી  પણ અહીં કલાકારો પહોંચ્યા છે. નવરાત્રિ ઉત્સવની શરૂઆત થયા બાદ હવે દરરોજ રાત્રે નવ કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે. આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણો પ્રદર્શિત કરાયા છે. ઉપરાંત છત્તીસગઢથી ક્રાફ્ટ સ્ટોલ અને ફુડ સ્ટોલની વ્યવસ્થા કરાઈ છે. ૭૫ જેટલા ક્રાફ્ટ સ્ટોલ મુકાયા છે.