#MeToo અભિયાન આ અમેરિકન મહિલાએ શરૂ કર્યું હતુ

    ૧૬-ઓક્ટોબર-૨૦૧૮   

#MeToo અભિયાન આ અમેરિકન મહિલાએ શરૂ કર્યું હતુ

ભારતમાં #MeToo અભિયાને અનેકની ઊંઘ ખરાબ કરી દીધી છે. તનુશ્રી દત્તા થી લઈને કંગના રનૌત શુધીની અનેક ભારતીય સેલિબ્રીટીઓએ આ અભિયાન થકી પોતાની વાત ખૂલીને દુનિયા સામે મૂકી છે. #MeToo અભિયાનમાં સૌથી પહેલું ચર્ચામાં નામ જો કોઇનું આવ્યું હોય તો તે હોલીવૂડના પ્રોડ્યુસર હાર્વી વાઈંસટાઈનનું. ૨૦૧૭માં સૌથી પહેલા એક મોટું નામ આ #MeToo અભિયાનમાં બહાર આવ્યું. આ સાથે દુનિયાભરમાં #MeToo ની ચર્ચા થવા લાગી. આ નામ બહાર આવ્યા પછી બધા એવું જ માનતા હતા કે ૨૦૧૭માં #MeToo અભિયાનની શરૂઆત થઇ પણ એવું નથી. #MeToo ની શરૂઆત ૨૦૦૬માં થઇ. અને એ શરૂ કરનારા આ બેન છે.
 

 
 

તરાના બર્ક અને #MeToo 

આ ફોટો છે ૪૫ વર્ષની તરાના બર્કનો. જેને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. કેમ ખબર છે? #MeToo અભિયાન શરૂ કરવા બદલ. અમેરિકાની એક્ટિવિસ્ટ તરાના બુર્કે જ વર્ષ ૨૦૦૬માં #MeToo અભિયાનની શરૂઆત કરી હતી.
આ અભિયાન અને આ બહાદૂર મહિલા વિશે થોડું વિચારો તો લાગે કે કોઇ પૂરૂષે તેની છેડતી કે શોષણ કર્યું હશે અને તેનું પરિણામ આ અભિયાન રૂપે દુનિયાની સામે આવ્યું છે. પોતાની લડાઈ લડવા તેણે આ અભિયાન શરૂ કર્યું હશે. પણ એવું નથી. બર્ક સાથે એવું થયું નથી. તેણે તો મદદ કરવા આ અભિયાન શરૂ કર્યું હતું.
 

 
 

#TIME #Magazine  

તેને ખબર પડી કે તેના મિત્રની મમ્મીને કોઇ હેરાન કરી રહ્યું છે. કોઇ તેનું શોષણ કરી રહ્યું છે પણ દુનિયાની બીકથી તે મહિલા તેનો વિરોધ કરી શકતી નથી. આથી આવી મહિલાઓ ખૂલીને આવા લોકોનો વિરોધ કરે તે માટે કઈક કરવું જોઇએ એવો વિચાર તરાનાના મનમા આવ્યો અને સોશિયલ મીડિયામાં આ અભિયાનની તેણે શરૂઆત કરી. તરાના સોશિયલ મીડિયા પર એક એવું પ્લેટફોર્મ ઊભું કરવા માંગતી હતી કે જ્યાથી ઉત્પીડનનો ભોગ બનનારી દરેક મહિલા ખૂલીને બોલી શકે. આજે દુનિયાભરની મહિલા આ #MeToo અભિયાન થકી પોતાની વાત મૂકી રહી છે. આ માટે #TIME #Magazine એ તરાના બર્કને દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાવી તેને એવોર્ડ પર આપ્યો છે.