અમૃતસર ટ્રેન દુર્ઘટના – આ રહ્યા પાંચ જવાબદાર લોકો…!!

    ૨૦-ઓક્ટોબર-૨૦૧૮   

 
 
પંજાબના અમૃતસરમાં શુક્રવારે એક રેલવે દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. અમૃતસરના જોડા ફાટક પાસે શુક્રવારે સાંજે દશેરામાં રાવણદહન જોવા માટે ૪૦૦૦ કરતા વધારેની ભીડ ભેગી થઈ હતી. લોકો રેલના પાટા પર ઊભા રહીને રાવણદહન જોઈ રહ્યા હતાં ત્યારે જ અચાનક એક ટ્રેન ખૂબ સ્પીડમાં આવી અને લોકોને કચડીને આગળ જતી રહી. રેલવે ટ્રેક પર ઊભા રહીને રાવણદહન જોતા લોકો ટ્રેનમાં કચડાઈ જવાથી અંદાજે ૧૦૦ લોકોના મોત થયા છે અને અન્ય 142 લોકો ઘાયલ થયા છે. ટ્રેન જલંધરથી અમૃતસર જઈ રહી હતી ત્યારે જ જોડા ફાટક પાસે આ દુર્ઘટના બની હતી.
હવે આ દુર્ઘના પછી અનેક પ્રશ્ન ઉભા થયા છે. આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? તો આ માટે પાંચ લોકો જવાબદાર ઠેરવી શકાય.

આ દુર્ઘટના પાંચ જવાબદાર

 

૧ ) આયોજક

કોગ્રેસના પાર્ષદ વિજય મદાનના પુત્ર સૌરભ મદાન દ્વારા આ મેદાન પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આયોજન સમિતિનો દાવો છે કે આ આયોજન માટે તેણે મંજૂરી લીધી હતી, પરંતું લેખિતમાં આ સમિતિ કોઇ દસ્તાવેજ રજૂ કરી શકી નથી.

૨) પોલિસ

દશેરા હતા, ખબર હતી અહિં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે તો પોલિસ હાઇ એલર્ટ પર હતી. તેની જવાબદારી હતી કે સચેત રહે પણ એવું થયું નહિ. પોલિસનું આયોજન ટૂંકૂ પડ્યું. જો પોલિસે અહિંની સુરક્ષા પર યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આ દુર્ઘટના રોકી શકાઇ હોત.

૩) નવજોત કૌર

અહિં દર વર્ષે આયોજન થાય છે. શુક્રવારે રાવણ દહનનો સમય સાંજે ૫.૫૫નો નક્કી થયો હતો પણ મુખ્ય અતિથિ નવજોત કૌર સિદ્ધુ એક કલાક મોડી પડી. ટ્રેનનો સમય ૬.૫૦નો હતો. જો કે ટ્રેન માત્ર પાંચ મિનિટ મોડી હતી. જો રાવણનું દહન સમયસર થયું હોત તો અનેક લોકોનો જીવ બચી ગયો હોત.

૪) રેલવે

રેલવેની વ્યવસ્થા સંભાળનારાઓને આ કાર્યક્રમ વિષે જાણકારી હતી જ કેમ કે અહિં દર વર્ષે આવું આયોજન થાય છે. રાવન દહન રેલવે ટ્રેકના કિનારે થાય છે તેવી જાણકારી તો રેલવેના અધિકારીઓને હતી જ તો આ માટે તેમણે સચેત રહેવું જોઇતું હતું. આ આયોજનના કારણે અહિંથી ટ્રેન ધીમી પાસાર કરવાના સૂચનો પહેલેથી જ આપી શકાયા હોત. જો ટ્રેન ધીમી હોત તો બ્રેક લગાવવાનો સમય ડ્રાઈવરને મળી શકેત.

૫) રાજ્ય સરકાર

અહિં અનેક જિલ્લામાં રેલેવે ટ્રેકના કિનારે આવા મોટા આયોજન થાય છે. લોકમેળાનું પણ આયોજન થાય છે પણ સરકારને આટલા વર્ષોમાં આ સંદર્ભે કોઇ વિચાર ન આવ્યો કે આવી દુર્ઘટના થઇ શકે છે. જો આવા કાર્યક્રમ માટે અલગ મેદાનની વ્યવસ્થા કરાઈત હોત તો આ દુર્ઘટના રોકી શકાઇ હોત…
 

જુવો વિડિયો....