વિશ્ર્વભરમાં વીગન જીવનશૈલીની બોલબાલા… શું છે આ ‘વીગન’ જીવનશૈલી?

    ૦૯-ઓક્ટોબર-૨૦૧૮   



 

ભારતમાં શાકાહારી પરંપરા સનાતન કાળથી ચાલી આવી છે. હવે આપણી અહિંસા અને શાકાહાર પરંપરા સામે વિશ્ર્વ નતમસ્તક બની શાકાહારની પરંપરાને અપનાવી રહ્યું છે. એક સમય હતો જ્યારે કોઈ ભારતીય પશ્ર્ચિમના દેશોના પ્રવાસે હોય ત્યારે તેની સૌથી મોટી ચિંતા રહેતી કે, શી ખબર ત્યાં શાકાહારી ભોજન મળશે કે નહીં, કારણ કે તે સમયે માંસાહાર વગરના પશ્ર્ચિમના દેશોની કલ્પના શક્ય હતી. ત્યાંનું વાતાવરણ એવું હતું કે, કોઈ ત્યાં જાય અને કહે કે હું માંસાહાર નથી કરતો ત્યારે આવું કહેનારને ત્યાંનો સમાજ વિચિત્ર નજરોથી જોતો, પરંતુ આજે પશ્ર્ચિમના દેશોમાંગો વેજિટેરિયનની સંસ્કૃતિ ફૂલી-ફાલી રહી છે અને હવે તો આનાથી પણ એક કદમ આગળવીગનએટલે કેઅણીશુદ્ધ શાકાહારીશબ્દ ધૂમ મચાવી રહ્યો છે.

શું છે વીગનજીવનશૈલી

વિશ્ર્વના અનેક દેશોમાં વિશેષ કરીને યુરોપિયન દેશોમાંવીગન ડાઈટઅનેવીગનજીવનશૈલીનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સવાલ થાય કે, આખરે વીગન કઈ બલાનું નામ છે ? જેની પાછળ આખું યુરોપ ઘેલું બન્યું છે. આમ તો વીગન શાકાહારની શ્રેણીમાં આવે છે, પરંતુ વેજિટેરિયન-શાકાહારી લોકો જ્યાં માંસાહારથી દૂર રહે છે, પરંતુ તેઓ પ્રાણીઓમાંથી મળતી દૂધ અને તેની બનાવટો પ્રત્યે છોછ રાખતા નથી. જ્યારે વીગન લોકો આનાથી પણ એક કદમ આગળ ખોરાકમાં તો શું કપડાં જેવી વસ્તુઓમાં પણ પ્રાણીઓમાંથી મળતી બનાવટોનો ઉપયોગ કરવાનું કટ્ટરતાપૂર્વક ટાળે છે. ત્યાં સુધી કે લોકો મધથી પણ દૂર રહે છે.

 

 
 

વીગન લોકો માને છે કે, દૂધ-દહીં-પનીર-મધ જેવી ચીજ-વસ્તુઓ મેળવવા માટે પશુઓ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે માટે તે ખાવું એક પ્રકારનો માંસાહાર કરવા બરોબર છે. માટે આવી ચીજવસ્તુઓ પણ ખાવાથી બચવું જોઈએ. તો પછી લોકો દૂધના વિકલ્પમાં શું ખાતા હશે ? જવાબ છે સોયાબિન વીગન. લોકો પોતાના ખોરાકમાં સોયાનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરે છે. દૂધને બદલે સોયામિલ્ક, પનીરને બદલે સોયા પનીર સહિતની અન્ય ચીજોનો ઉપયોગ કરે છે.

શરૂ-શરૂમાં જ્યારે પશ્ર્ચિમમાં કેટલાક લોકોમાંવીગનબનવાનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારે ત્યાંના લોકો તેઓને ધૂની ગણાવી તેમની મજાક ઉડાવતા હતા. લોકો કહેતા કે માંસાહાર તો સમજ્યા પરંતુ દૂધ અને તેની બનાવટોથી તમે ખુદને અલગ કઈ રીતે રાખી શકો ?

સ્વાસ્થ્યની દૃષ્ટિએ વીગન ભોજન કેટલું શ્રેષ્ઠ

શુંવીગનભોજન અન્ય ખોરાકની સરખામણીમાં વધુ સ્વસ્થ વિકલ્પ બની શકે છે ? બાબતે વૈજ્ઞાનિકો હજુ એકમત નથી, પરંતુ એટલું જરૂર છે કે, વીગન લોકોમાં ડાયાબિટીઝ ટાઈપ ટુ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. વીગન લોકો ખોરાકમાં દૂધ અને તેની બનાવટની અન્ય ચીજોના બદલે ફળ-ફળાદિ, શાકભાજી અને નટ્સ-સૂકા મેવાનો ઉપયોગ કરતા હોવાથી તેઓને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ અને ઓમેગા- મળે છે. પરિણામે તેઓને તણાવ અને એંગ્ઝાઈટીમાં પણ રાહત મળે છે.

વિશ્ર્વભરમાં વીગન જીવનશૈલીની બોલબાલા

છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્ર્વભરમાં વીગન ખાદ્યપદાર્થો અને ચીજ-વસ્તુઓની માંગ વધી રહી છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં વીગન હોવું એક પ્રકારનું સ્ટેટસ બની ગયું છે. પરિણામે વધુ ને વધુ લોકો વીગન બની રહ્યા છે. યુનાઈટેડ કિંગડમમાં લગભગ લાખથી વધુ લોકો પોતાને ચુસ્ત વીગન ગણાવે છે અને અહીં માંસના ઉપભોગમાં પહેલાંની સરખામણીએ ૫૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં ટકા લોકોએ પોતાને વીગન ગણાવ્યા હતા. ૨૦૧૪થી ૨૦૧૭ સુધી અહીં વીગન ભોજનની લોકપ્રિયતામાં ૫૦૦%નો વધારો થયો છે. ચીનમાં %, બ્રાઝિલમાં .% લોકો પોતાને વીગન ગણાવે છે. ગૂગલનું માનીએ તો પાછલાં વર્ષમાં ગૂગલ પરવીગનવાદશબ્દમાં સર્ચ કરવામાં ૫૫૦%નો વધારો થયો છે એટલે કે વધુ ને વધુ લોકો વીગન જીવનશૈલી અંગે જાણવા ઉત્સુક બન્યા છે.

 

 
 

વીગન જીવનશૈલીની રાજધાની જર્મની

જર્મનીમાં લગભગ લાખ લોકો અણીશુદ્ધ શાકાહારી એટલે કે વીગન છે. જાણીતા જર્મન શેફ હિલ્ડમનેવીગન ફોર ફીટનામનું એક પુસ્તક લખ્યું છે જે અહીંના સૌથી વધુ વેચાયેલાં પુસ્તકોની યાદીમાં સામેલ થયું છે. તેઓનું અન્ય એક પુસ્તકવીગન કૂકની અત્યાર સુધીમાં લાખથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે. જર્મનીનાં યાકોબ હાઉટર અને ડેવિડ રૌથ નામના બે નવલોહિયા યુવાનો ખુદને ગર્વપૂર્વકટ્રેડી વીગનતરીકે ઓળખાવે છે. તેઓએ વીગન ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ પણ ખોલી છે, જ્યાં હંમેશા લોકોની ભીડ જામેલી રહે છે. તેઓ કહે છે કે, આપણે જ્યારે કપડાં ખરીદીએ છીએ ત્યારે બ્રાન્ડ અને ટ્રેડને મહત્ત્વ આપીએ છીએ. તેવી રીતે હાલ અહીં તમે શું ખાઓ છો, શું નથી ખાતા તેનો આખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ભોજનની બાબતે વીગન હોવું હાલનો મેગા ટ્રેન્ડ છે. અમે અહીંના વીગન ફાસ્ટફૂડના રાજા છીએ.

વીગન અર્થ વ્યવસ્થા હાલ જર્મનીમાં ચરમ પર છે. સોયામાંથી બનાવેલી કોફી અને ઈંડાં વગરની કેક વેચનારા કોફી હાઉસો અહીંના બર્લિનમાં ઠેર-ઠેર જોવા મળી જાય છે અને હવે તો અહીં એવા કપડાની પણ માંગ વધી રહી છે જેમાં કોઈપણ પ્રકારનાં પશુ ઉત્પાદનોનો ઉપયોગ થયો હોય. બેલ્ટ, જૂતામાં પણ માઈક્રો ફાઈબરનો ઉપયોગ થવા લાગ્યો છે. અહીંના સર્વિસ સેક્ટરે પણ ટ્રેન્ડ અપનાવી લીધો છે.

અહીંના ન્યા રાઈષર્ટ નામના એક સલૂન સંચાલકે વીગન લોકો માટે સૌપ્રથમ સૂન ખોલ્યું છે. અહીં ખુરશી, સોફાથી માંડી સાબુ-શેમ્પુ અને ક્રિમમાં પણ કોઈપણ પ્રકારના પશુ ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી. રાઈષર્ટ કહે છે કે અહીં આવતા પ્રત્યેક ગ્રાહકનું વીગન ડ્રીંકથી સ્વાગત કરવામાં આવે છે. વીગન તરીકે જર્મનીમાં જીવન જીવવું પહેલાં કરતાં અનેકગણું સરળ બની ગયું છે. ૨૦૧૧માં અહીં જ્યારે માત્ર એક વીગન દુકાન હતી, આજે ૧૦થી વધુ દુકાનો ખૂલી ગઈ છે.

જર્મનીમાં અનેક રેસ્ટોરન્ટો પણ વીગન લોકો માટે અલગ સુવિધાઓ ઊભી કરી છે. અહીંના ઓસ્કર રોમટે હાઉસમાં શહેરના સેંકડો લોકો મહિનામાં એક વખત એકઠા થાય છે અને વીગન ભોજન બનાવી ખાય છે. ગત વર્ષે જર્મનીના મ્યુનિચમાં પ્રસિદ્ધ ઓક્ટોબર ફૂડ ફેસ્ટિવલમાં વીગન વાનગીઓએ ધૂમ મચાવી હતી. અહીં ચીકનના બદલે સોયામાંથી બનાવેલ કબાબ અને વીગન વાઈન મેન્યૂકાર્ડમાં જોવા મળ્યા હતા.

મેલબોર્ન પણ જર્મનીના માર્ગે

ઓસ્ટ્રેલિયાનું સૌથી મહત્ત્વનું શહેર પણ જાણે કે વીગન જીવનશૈલીમાં જર્મની સાથે સ્પર્ધા કરી રહ્યું છે. ન્યૂઝ.કોમના અહેવાલ મુજબ એક દાયકા પહેલાં અહીં કદાચ કોઈએ વીગન શબ્દ સાંભળ્યો હશે. હાલ અહીંના ચોરેચૌટે વીગન શબ્દ ચર્ચાઈ રહ્યો છે. એક સમયે અહીં શાકાહારી લોકો પણ માંડ મળતા. જ્યારે હાલ અણીશુદ્ધ શાકાહાર એટલે કે વીગન અહીંની મુખ્ય ધારા બની ગયો છે. એક સમયે ઓસ્ટ્રેલિયાનું શહેર તેની કલા અને ટ્રામને કારણે પ્રસિદ્ધ હતું. હાલ અહીંની વીગન સંસ્કૃતિને કારણે ચર્ચાઈ રહ્યું છે.

મેલબોર્ન યુનિવર્સિટીના ટ્રેડ એક્સ્પર્ટ ડૉ. લોરેન રોજવાર્ન કહે છે કે, લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બની રહ્યા છે માટે વધુ ને વધુ પ્રમાણમાં કુદરતી ખોરાક તરફ વળી રહ્યા છે. પહેલાં શાકાહાર અને હવે અણીશુદ્ધ શાકાહાર આનો પ્રાકૃતિક વિસ્તાર છે.

 

 
 

ચીનમાં પણ વીગન સંસ્કૃતિની દસ્તક

ચીનની ગણના વિશ્ર્વના સૌથી મોટા બીફ, પોર્ક અને પોલ્ટ્રી બજાર તરીકે થાય છે. આશ્ર્ચર્યજનક રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં પણ શાકાહાર અને વીગન જીવનશૈલીએ દસ્તક દીધી છે. વધુ ને વધુ ચીનાઓ શાકાહાર અને હવે વીગન જીવનશૈલી તરફ વળ્યા છે. પીટીઆઈના તાજેતરના અહેવાલ મુજબ ચીનના લોકો હાઈબ્લડ પ્રેશર અને મેદસ્વીપણાથી છુટકારો મેળવવા માટે શાકાહાર અને વીગન આહાર તરફ વળ્યા છે.

અહીંના શાંઘાઈ શહેરના લોકકલાકાર હાન લી કહે છે કે, ૨૦૧૨માં અહીં ૪૯ જેટલા વીગન રેસ્ટોરંટ હતાં, જેની સંખ્યા હાલ બમણી એટલે કે ૧૦૦ જેટલી થઈ ચૂકી છે. અહીંની યુરોમોનિટર નામની સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ શાંઘાઈમાં હાલનાં વર્ષોમાં બીફ, પોર્ક અને પોલ્ટ્રી ઉત્પાદોની માંગમાં આશ્ર્ચર્યજનક સ્તરે ઘટાડો નોંધાયો છે. ચાઈના ડાયલોગ નેટ નામની અન્ય એક સંસ્થાનો અહેવાલ પણ બાબત પર મહોર મારતાં કહે છે કે, ૨૦૧૪માં ચીનના પોર્કનું વેચાણ ૪૨.૪૯ મિલિયન ટન થયું હતું જે ૨૦૧૬માં ઘટીને ૪૦.૮૫ મિલિયન ટન જેટલું થઈ ગયું હતું.

ચીનમાં જે રીતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં શાકભાજીની આયાતમાં વધારો નોંધાયો છે તે આંકડા પણ અહીંના લોકોમાં શાકાહારી વલણ વધી રહ્યું હોવાનો પુરાવો છે. સંયુક્ત રાષ્ટ્રના વ્યાપારિક આંકડા મુજબ ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ચીનમાં માત્ર ગુલાબની આયાતમાં ૧૩,૦૦૦ ગણો વધારો નોંધાયો છે. ચીનમાં માંસ ઉદ્યોગને કારણે વાતાવરણમાં દર વર્ષે ૧૫૦ મિલિયન ટન કાર્બન ડાઈ ઓક્સાઈડ છૂટે છે માટે અહીંના પર્યાવરણપ્રેમીઓ પણ ચીની લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ આધારિત શાકાહારી ભોજન લેવાની સલાહ આપે છે, જેની અસર પણ ચીનના ભદ્રવર્ગના લોકો પર થઈ રહી છે. ચીનની જાણીતી ન્યૂઝ એજન્સી સિન્દુઆ મુજબ ચીનના કરોડ લોકોએ પોતાના ભોજનમાંથી માંસાહારની સંપૂર્ણ બાદબાકી કરી નાખી છે.

ભારતમાં સૌથી વધુ શાકાહારી પરંતુ વીગન સંસ્કૃતિની હજુ પાપા પગલી

આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે, વિશ્ર્વનાપેટાસહિત, અનેક પ્રાણીપ્રેમી અને શાકાહારી સંગઠનો મુજબ ભારતના ૫૦૦ મિલિયનથી વધુ લોકો સાથે સૌથી મોટો શાકાહારી દેશ છે. પરંતુ જ્યાં સુધી વીગન જીવનશૈલીની વાત છે, તો અણીશુધ્ધ શાકાહારની પરંપરા હજી ભારતમાં પ્રારંભિક ચરણમાં છે. પરંતુ વિશ્ર્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ ધીરે-ધીરે વીગન સંસ્કૃતિને લઈ રસ અને ચલણ બન્ને વધી રહ્યાં છે. હાલ ભારતના દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતનાં અનેક મેટ્રો શહેરોમાં વીગન રેસ્ટોરન્ટ અને ગ્રોસરી સ્ટોર્સ ખૂલી ગયાં છે, જ્યાં ખૂબ સરળતાપૂર્વક વીગન વાનગીઓ મળી રહે છે. અહીં વીગન જીવનશૈલી અને વીગન આહાર પ્રત્યે જાગ‚કતા વધારવા માટે સમયે સમયે વીગન ઉત્સવ અને વીગન વાનગીઓની પ્રદર્શનીઓ પણ યોજાય છે.

શાહીદ કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, અનુષ્કા શર્મા, જેક્લીન ફર્નાન્ડિઝ, જ્હોન અબ્રાહમ, રાજકુમાર રાવ, કંગના રાનૌત, સોનમ કપૂર, વિદ્યા બાલન, ઈશા ગુપ્તા અને આમિર ખાન સહિતના અનેક બોલિવૂડ નાયક-નાયિકાઓ પોતે વીગન હોવાનું સ્વીકારે છે અને વીગન જીવનશૈલીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. તેને કારણે ભારતમાં પણ વીગન જીવનશૈલી ધીરે ધીરે વિસ્તરી રહ્યો છે.

વીગન જીવનશૈલીની વધી રહેલી લોકપ્રિયતાને કારણે વિશ્ર્વભરમાં ફ્રુટ આધારિત સ્ટાર્ટઅપની સ્થાપના થઈ રહી છે, જેના થકી વનસ્પતિમાંથી દૂધ, પનીર, મીટ વગેરે જેવા ખાદ્ય પદાર્થો બનાવાઈ રહ્યા છે. આવા કેટલાક સ્ટાર્ટઅપમાં બિયોન્ડ મીટ (યુએસએ), ગાર્ડન (કેનેડા), ટોફર્ડી (યુએસએ), મિયોક્રોઝ કિચન (કેલિફોર્નિયા), લાઈટ લાઈફ (યુએસએ), સ્પાઈસ બોક્સ (યુકે), લુવિંગ માઉન્ટેસ (યુકે), ગુડ.ડોટ (ભારત), વીગન ફૂડ્સ (ભારત) સહિતના પ્રસિદ્ધ વીગન ફૂડ્સ બ્રાન્ડ સામેલ છે.

કેટલીક હકીકત.....

# જો વિશ્ર્વ ૨૦૫૦ સુધી સંપૂર્ણ શાકાહારી બની જાય તો દર વર્ષે લગભગ મિલિયન મૃત્યુ ઓછાં થાય.

# વીગન બનવાથી દિલથી બીમારી, ડાયાબિટીઝ, સ્ટ્રોક અને કેટલાક કેન્સરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. માટે સારવાર ખર્ચમાં - ટકા બચશે.

# ઓક્સફર્ડ માર્ટિન સ્કૂલ ફ્યુચર ઓફ ફૂડ પ્રોગ્રામના એક સંશોધન મુજબ શાકાહાર અપનાવવાથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ ૬૦ ટકા ઘટાડો નોંધાશે.

જો દરેક શાકાહારી બની જાય તો ઓછો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન થશે, જેના કારણે ૫૭૦ અરબ રૂપિયાની વર્ષે બચત થશે.