ટ્વીટરનું વધતું પ્રભુત્વ ભારત માટે ખતરનાક આપણી માહિતી વિદેશી ડેટાબેન્કમાં સંઘરાય છે

    ૦૧-ડિસેમ્બર-૨૦૧૮


 

 ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય રાજકારણ અને સામાજિક ક્ષેત્ર માટે ખતરનાક છે

# ભારતમાં ટ્વીટરને તેના પોતાના ચોક્કસ પૂર્વગ્રહો, હિન્દુવિરોધી માનસિકતા ધરાવતા મુખ્ય અધિકારીઓ તથા વામપંથી (ડાબેરી) વિચારસરણીથી પ્રભાવિત માનવામાં આવે છે. ટ્વીટરના અધ્યક્ષ જેક ડોરસીએ પોતાની એક પોસ્ટમાં કેટલીક મહિલા પત્રકારો સાથે પડાવેલો ફોટો મોકલ્યો હતો તેના પર અંગ્રેજીમાં બ્રાહ્મણવાદી વર્ચસ્વની વિરુદ્ધ લખાણ લખેલું હતું.

# બે સદી પહેલાં ખ્રિસ્તી મિશનરીઓએ ભારતમાં જ્યારે હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાના પેંતરાઓની ‚આત કરી, ત્યારે એમણે જાણી જોઈને બ્રાહ્મણોને ખ્રિસ્તી બનાવવા તથા હિન્દુ સમાજમાં બ્રાહ્મણો વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ ‚ કર્યંુ હતું.

# હિન્દુઓના જુદા જુદા સમુદાયોને લઘુમતી તરીકે જાહેર કરવાનાં પગલાં પણ અંગ્રેજોનું ષડયંત્ર હતું, જેને કમનસીબે સારા અને ભણેલા હિન્દુઓએ ઉત્સાહપૂર્વક અપનાવીને વેગવતું બનાવ્યું.

# જી-મેઈલ, યાહુ, ફેસબુક, ટ્વિટર વગેરે ઈન્ટરનેટ સંવાદનાં માધ્યમો અને સંસ્થાઓ ભારતીયોની તમામ માહિતીનો (ડેટા) વિદેશોમાંના તેમના સૂચનાભંડાર (ડેટાબેન્ક)માં સંગ્રહ કરે છે.

ટ્વીટરના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ જેક ડોરસી ગત સપ્તાહમાં ભારત આવ્યા

ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય રાજકારણ અને સામાજિક ક્ષેત્ર માટે ખતરનાક છે. ટ્વીટરના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ જેક ડોરસી ગત સપ્તાહમાં ભારત આવ્યા હતા અને ભારતના વડાપ્રધાનથી લઈને કોંગ્રેસના અધ્યક્ષ સાથે મુલાકાતો યોજી હતી. વળી તેઓએ અનેક સમારોહોમાં વિવિધ ભારતીય તંત્રીઓ અને પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા ટ્વીટરનું આટલું મહત્ત્વ છે, એનો આપણને હમણાં થોડાં વર્ષમાં ખ્યાલ આવ્યો છે. ટ્વીટરના અધ્યક્ષ જાણે ટ્વીટરના આંતરરાષ્ટ્રિય વૈટિકનના ટોચના પાદરી હોય એમ તેઓ ભારતના પ્રવાસે આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત થયું. જોકે, સોશિયલ મીડિયાના ધુરંધરોના અભિપ્રાય અનુસાર ભારતમાં ટ્વીટરને તેના પોતાના ચોક્કસ પૂર્વગ્રહો, હિન્દુવિરોધી માનસિકતા ધરાવતા મુખ્ય અધિકારીઓ તથા વામપંથી (ડાબેરી) વિચારસરણીથી પ્રભાવિત માનવામાં આવે છે. ટ્વીટરના અધ્યક્ષ જેક ડોરસીએ પોતાની એક પોસ્ટમાં કેટલીક મહિલા પત્રકારો સાથે પડાવેલો ફોટો મોકલ્યો હતો તેના પર અંગ્રેજીમાં બ્રાહ્મણવાદી વર્ચસ્વની વિરુદ્ધ લખાણ લખેલું હતું. વિષયને જાતિવાદી રંગ આપવો જોઈએ નહીં. કેટલાક અતિ-ઉત્સાહી તથા વર્તમાન માહૌલમાં પોતાની રાષ્ટ્રીયતાને વધારે ગહન બનાવવા માગતા લોકો પોતાના વિચારહિન ઉત્સાહમાં એવું કરી શકે છે. પરંતુ વિષય બ્રાહ્મણો અને બિનબ્રાહ્મણનો નથી, કારણ કે જે લોકો વિષયને બ્રાહ્મણ અને બિનબ્રાહ્મણના વિવાદમાં ઘસડી જશે એમણે ફરી એનો જવાબ આપવો પડશે. જ્યારે અનુસૂચિત જાતિઓ વિરુદ્ધ એવા શાબ્દિક કે ભૌતિક આઘાત થાય છે, ત્યારે લોકો કેમ ચૂપ રહે છે ?

ભારતીય સમાજની એકાત્મતા અને હિન્દુ માનસને આઘાત પહોંચાડ્યો

જેક ડોરસીએ સીધી રીતે ભારતીય સમાજની એકાત્મતા અને હિન્દુ માનસને આઘાત પહોંચાડ્યો છે. ભારત હાલમાં સામાજિકવિદ્રુપતાઅને હિન્દુઓ દ્વારા હિન્દુઓ પર ઘા થતો હોય એવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે, એવા સમયે હિન્દુ સમાજની એક મહત્ત્વની પરંપરા થકી જ્ઞાનધારાને ટકાવી રાખનારા વર્ગને ટ્વીટરના અધ્યક્ષે તેજાબી નફરતના શિકાર બનાવ્યા. કોઈ નવી વાત નથી. બે સદી પહેલાં ખ્રિસ્તી મિશનરીઓએ ભારતમાં જ્યારે હિન્દુઓને ખ્રિસ્તી બનાવાવના પેંતરાઓની ‚આત કરી, ત્યારે એમણે જાણી જોઈને બ્રાહ્મણોને ખ્રિસ્તી બનાવવા તથા હિન્દુ સમાજમાં બ્રાહ્મણો વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ ‚ કર્યં હતું. દુશ્મનનું પહેલું આક્રમણ રીતે બૌદ્ધિક સમાજને ખતમ કરવાનું હોય છે, જેથી બાકીનો સમાજ બળહીન થઈને શરણાગતિ સ્વીકારી લે. વિગત અક્ષરશ: સ્વરૂપમાં શ્રી ગિરિલાલ જૈનેપાંચજન્યની એક કોલમમાં વર્ણવી હતી. વખતેપાંચજન્યમાટે ચર્ચા-વિચારણા કરવા માટે હું લગભગ દર અઠવાડિયે તેઓને મળવા જતો હતો. એક વખતે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક શ્રી સુદર્શનજી પણ મારી સાથે આવ્યા હતા અને મને યાદ છે કે સમયે કોઈ કારણસર કાર ઉપલબ્ધ નહોતી. એટલે તેઓ મારી સાથે ડીટીસીની બસમાં ગુલમહોર પાર્ક સુધી આવ્યા હતા અને ગિરિલાલ જૈન સાથે લાંબી ચર્ચાઓ કરી હતી. શ્રી જૈને કહ્યું હતું કે હિન્દુ સમાજમાં તમામ નબળાઓ માટે બ્રાહ્મણો પર દોષ ઢોળવો ખ્રિસ્તી મિશનરીઓનું ષડયંત્ર રહ્યું છે. મિશનરીઓ ઈચ્છતી હતી કે આપણો હિન્દુ સમાજ જાતિભેદમાં એકબીજા સામે લડતો રહે. હિન્દુઓના જુદા જુદા સમુદાયોને લઘુમતી તરીકે જાહેર કરવાનાં પગલાં પણ અંગ્રેજોનું ષડયંત્ર હતું, જેને કમનસીબે સારા અને ભણેલા હિન્દુઓએ ઉત્સાહપૂર્વક અપનાવીને વેગવતું બનાવ્યું. જેક ડોરસી અને એમનું ટ્વીટર આ માનસિક્તા અને પરંપરાનું છે, જે ભારતમાં પોતાના કરોડો ફોલોઅર્સ ઊભા કરવા ઈચ્છે છે અને એના મારફતે અબજો ડોલરની કમાણી કરવા પણ ઈચ્છે છે. આમ છતાં ભારતીય અખંડતા અને સામાજિક એકતા પ્રત્યેની ટ્વિટરની દૃષ્ટિ પણ બ્રિટિશ અને અમેરિકી ઈસાઈ મિશનરીઓની હતી એવી હજુ છે. શક્ય છે કે ટ્વીટરના ભારતીય હેડક્વાટર્રમાં ૯૫ થી ૯૯ ટકા હિન્દુઓ નોકરી કરી રહ્યા હશે, પરંતુ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે અંગ્રેજોના રાજમાં અને એમની ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ ૯૫ થી ૯૯ ટકા હિન્દુઓ કામ કરતા હતા.


 
 

ભારતીયોની તમામ માહિતીનો (ડેટા) વિદેશોમાંના તેમના સૂચનાભંડાર (ડેટાબેન્ક)માં સંગ્રહ કરે છે.

ભારતમાં અનેક લોકો ઘણા સમયથી સોશિયલ મીડિયા અને -મેઈલ પર ભારતીય સંસ્થાઓનું વર્ચસ્વ હોવું જોઈએ એવું ઈચ્છે છે. મેં રાજ્યસભામાં પણ અનેક વાર મુદ્દો રજૂ કર્યો છે. એટલું નહીં પણ મારી આવી રજૂઆતો વખતે રાજકીય મતભેદો હોવા છતાં તમામ રાજકીય પાર્ટીઓએ વિષયમાં રસ દાખવ્યો છે અને સમર્થન પણ કર્યું છે. જી-મેઈલ, યાહુ, ફેસબુક, ટ્વિટર વગેરે ઈન્ટરનેટ સંવાદનાં માધ્યમો અને સંસ્થાઓ ભારતીયોની તમામ માહિતીનો (ડેટા) વિદેશોમાંના તેમના સૂચનાભંડાર (ડેટાબેન્ક)માં સંગ્રહ કરે છે. ભારતીય તપાસ એજન્સીઓનું એના પર મર્યાદિત નિયંત્રણ હોય છે. અમેરિકી કાનૂન અનુસાર તમામ સંસ્થાઓ અને પ્લેટફોર્મ પોતાના તમામ યુઝર્સની માહિતી અમેરિકીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ને આપવા માટે બંધાયેલી છે. આપણાં ખાન-પાન, ખર્ચના પ્રકારો, રાજકીય વિચારધારા, વૈચારિક આગ્રહ તથા પૂર્વગ્રહ, વ્યક્તિગત -મેઈલ તમામ અન્ય કોઈ જોતા હોય છે અને એનું વિશ્ર્લેષણ પણ કરતા હોય છે.

ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય રાજકારણ અને સામાજિક ક્ષેત્ર માટે ખતરનાક છે

ભારત સરકારે કેન્દ્રીય સાયબર સુરક્ષા સચિવની નિયુક્તિ કરી છે, જે વિશ્ર્વ-વિખ્યાત તજ્જ્ઞ શ્રી ગુલશન રાય છે. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય રાજકારણ અને સામાજિક ક્ષેત્ર માટે ખતરનાક છે અને એટલા માટે ક્ષશભ.શક્ષ, ભારતીય સર્વેક્ષણ વિભાગ, ભુવન (ગૂગલ અર્થનો વિકલ્પ) અને સી-ડેક જેવી સંસ્થાઓને વધારે મહત્ત્વ અને પ્રાથમિક્તા આપીને મજબૂત બનાવવી જોઈએ તથા ભારતીયોને ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

આપણે ગૂગલ કે ટ્વિટરના ભારતીય વિકલ્પ શોધવાથી ડરીએ છીએ કે કેમ?

ભારતીય ડેટા અથવા ભારતીય સંબંધિત કોઈ પણ પ્રકારની જાણકારી વાસ્તવમાં ભારતની સંપત્તિ છે. એને લૂંટનારાઓ આજકાલના સમયમાં જુદા જુદા સ્વ‚પે આવવા લાગ્યા છે. ટ્વિટર અને ગૂગલ, ઇન્ટરનેટના પ્રભુત્વના પ્રતીક છે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ, ત્યાં સુધી જાણે-અજાણ્યે ગૂગલને ભારતીય માહિતીનું સૌથી મોટી લૂંટ કરનાર ઉપકરણ બનાવતા રહીશું. આપણે ગૂગલ કે ટ્વિટરના ભારતીય વિકલ્પ શોધવાથી ડરીએ છીએ કે કેમ? સમજમાં આવતું નથી.

- તરૂણ વિજય, પાંચજન્ય સામયિકના પૂર્વ તંત્રી તથા રાજ્યસભામાં સભ્ય

-