ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રોપ – ઈન પીચ પર રમાઈ રહી છે! આ ડ્રોપ-ઈન પીચ એટલે શું?

    ૧૫-ડિસેમ્બર-૨૦૧૮   

 

તો શું છે આ ડ્રોપ-ઈન પીચ?

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઓસ્ટ્રેલિયાના પર્થમાં બીજી ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટીંગ કરી ઓસ્ટ્રેલિયાએ ૩૨૬ રન બનાવ્યા છે અને ભારતની ૧૭૨ રને ત્રણ વિકેટ પડી ગઈ છે. બે દિવસનો ખેલ પૂર્ણ થયો છે. અહિં ક્યાંકને ક્યાંક ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત લાગે છે. કેમ કે પીચના જાણકાર માને છે કે ચોથી ઈનિગ્સમાં આ પીચ પર બેટીંગ કરવી અઘરી હશે. કેમ કે આ પીચ ડ્રોપ-ઇન પીચ છે. આ મેચ દરમિયાન આ ડ્રોપ-ઈન પીચની ચર્ચા વધુ થઈ રહી છે. તો શું છે 
 

 

બીજે તૈયાર કરેલી પીચ મેદાનમાં ક્રેઈનથી લવાય છે

જાણવા જેવું છે. ડ્રોપ-ઇન પીચ એટલે એવી પીચ જે મેદાનમાં બનાવવામાં આવી ન હોય. એટલે કે કોઇ બીજી જગ્યાએ ૨૨ યાર્ડની પટ્ટી તૈયાર કરવામાં આવે અને પછી તેને મેદાનમાં આવીને પીચની જગ્યાએ ફીટ કરી દેવામાં આવે. જેમ આપણે ફર્નિચર બીજે બનાવીએ અને પછી આપણા ઘરે લાવીને તેને ફીટ કરી દઈએ એમ…
 

 

ડ્રોપ-ઈન પીચોનો હાલ સૌથી વધુ ઉપયોગ ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યો છે.

આ પીચ ક્રેઈનની મદદથી મેદાન સુધી લઇ જવામાં આવે છે અને પછી તેને વ્યવસ્થિત રીતે પીચ પર ફીટ કરી દેવામાં આવે છે. આવી પીચનો ટ્રેન્ડ આજકાલ ખૂબ વધ્યો છે. જો કે ડ્રોપ-ઈન પીચોનો હાલ સૌથી વધુ ઉપયોગ ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યો છે. પહેલા આવી તૈયાર પીચોનો ઉપયોગ એટલા માટે કરવામાં આવતો કે જેથી આ મેદાન ઉપર અન્ય રમતો પણ રમી શકાય. એક જ મેદાનમાં ફૂટબોલ, રગ્બી જેવી રમત પણ રમાડી શકાય એટલે આ ડ્રોપ-ઈન પીચનો વીકલ્પ બધાને ગમ્યો અને તેનો ટ્રેન્ડ શરૂ થયો છે.