ક્રિકેટ જગતમાં આવું ક્યારેય નથી બન્યું…

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
યુએઈમાં હાલ અફગાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની વચ્ચે ક્રિકેટ સિરીજ ચાલી રહી છે. ૫ મેચની વન-ડે સિરીજમાં બે મેચ રમાઈ ચૂકી છે. બન્ને ટીમે એક – એક મેચ જીતી લીધી છે. અહિં સુધી તો ઠીક છે પણ જે રીતે આ બે મેચ થઈ તે વાત ખૂબ રસપ્રદ છે. આવું ક્રિકેટ જગતમાં ક્યારેય બન્યું નહિ હોય અને કદાચ બનશે પણ નહિ. આ માટે તમે જોગાનુજોગ શબ્દ વાપરી શકો! તમે કહેશો થયું શું?
 
તો જરા વિચાર કરો. તમે શૂન્ય પર આઉટ થઈ જાવ અને જે બોલરે તમને શૂન્ય પર આઉટ કર્યો હોય તે જ બોલરને તમે પણ શૂન્ય પર આઉટ કરી દો તો? તમારી ઓવરમાં જેણે ત્રણ બોલમાં ત્રણ છક્કા માર્યા હોય તેની જ ઓવરમાં તમે પણ ત્રણ બોલમાં ત્રણ છક્કા મારી દો તો? તમે કહેશો આવું બને પણ ભાગ્યેજ!
 
જે ટીમે તમારી ટીમને જેટલા રને હરાવી હોય તે ટીમને તામારી ટીમ પણ બીજી મેચમાં એટલા જ રને હરાવે તો? આવું બધું આ રીસીજમાં રમાયેલી બે મેચમાં થયું છે. છે ને ગજબનાક!
 
અફગાનિસ્થાન અને ઝિમ્બાબ્વેની વચ્ચેની પહેલી મેચ. પહેલી બેટીંગ કરીને અફગાનિસ્તાને ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૩ રન બનાવ્યા. જેના જવાબમાં ઝિમ્બાબ્વે માત્ર ૧૭૯ રન જ બનાવી શક્યુ. અફગાનિસ્તાને આ મેચ ૧૫૪ રનથી જીત મેળાવી… 
 
હવે અફગાનિસ્થાન અને ઝિમ્બાબ્વેની વચ્ચેની બીજી મેચ. પહેલા બેટીંગ કરી હવે ઝિમ્બાબ્વેએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૩ રન બનાવ્યા. જેના જવાબમાં અફગાનિસ્તાન માત્ર ૧૭૯ રન જ બનાવી શક્યુ. ઝિમ્બાબ્વેએ આ મેચ ૧૫૪ રનથી જીત મેળાવી…
 

 
 

 
 
જરા વિચાર કરો….માત્ર ટીમ બદલાઈ ગઈ. આંકડા એના એ જ! ઉપરનાં બે ફરરા વાચો તો તેમાં આ જ થયું છે. છે ને જોરદાર જોગાનું જોગ.